કોણ છે યુક્રેન રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી? રશિયન સેનામાં રહી હિટલરને હંફાવતા હતા તેમના દાદા!
યુક્રેન અને રશિયાના વિવાદમાં સમગ્ર વિશ્વત્રીજ વિશ્વયુદ્ધની ઝપેટમાં અકવી ગયું હોય એવું લાગી રહ્યું છે. દિવસે ને દિવસે યુક્રેનને રશિયા વચ્ચેનું યુદ્ધ વધારે બે વધારે વિનાશક બનતું જઇ રહ્યું છે. રશિયા વધારે આક્રમક બની રહ્યું છે અને યુક્રેનના એકબાળ એક શહેર પર કબ્જો કરતું જઈ રહ્યું છે. બીજી તરફ યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સ્કી વિવાદિત અને રશિયાને ઉશ્કેરણીજનક નિવેદનો આપીને વર્ધમાં વધારે ઉશ્કેરણી કરી રહ્યા છે. આમ કરવાનું કારણ યુક્રેનની જનતા અને સેના ને આવા કપરા સમયમાં મનોબળ વધારવાનું યુક્રેનની મીડિયા કહી રહી છે પરંતુ તેના ફાયદા કરતા નુકશાન વધારે છે. રશિયા એ યુક્રેનના મોટા મોટા શહેરો પર કબ્જો જમાઈ લીધો છે.
ત્યારે યૂક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સ્કી દેશની સેના અને પોતાની જનતાનું મનોબળ વધારવા માટે ક્યારેક સેનાના યુનિફોર્મમાં જોવા મળે છે, તો ક્યારેક ટીવી પર રશિયાને પડકારતા જોવા મળે છે. યુક્રેન ના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સ્કી રશિયા સામે મીડિયામાં યુદ્ધ લડી રહ્યા હિય તેવું લાગી રહ્યું છે. છેલ્લા 8-8 દિવસથી રશિયા અને યુક્રેન વચ્ચે ઘમાસાણ યુદ્ધ ચાલી રહ્યું છે. આવા સમયે સમગ્ર વિશ્વને પોતાની તરફ આકર્ષવામાં યુક્રેન સફળતા મેળવી રહ્યું હોય એવું લાગી રહ્યું છે. યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી સેનામાં કામ નથી કરી ચુક્યા પણ તેમનું જોડાણ સેના સાથે છે. તેમના દાદા રશિયાની રેડ આર્મીમાં લેફ્ટનન્ટ હતા. યુક્રેન ના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીના દાદાએ સિમોનએ બીજા વર્લ્ડ વોરમાં હિટલરની નાઝી સેનાના ઘમસાણ યુદ્ધ કર્યું હતું અને નાઝીસેના ને પાણીચુ બતાવી દીધું હતું.
યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સ્કી ના દાદા રશિયન સેનામાં હોતા પરંતુ આજે તેમનો પૌત્ર ઝેલેન્સ્કી રશિયાના કટ્ટર હરીફ, પાડોશી અને દુશ્મન યુક્રેનના રાષ્ટ્રપતિ છે. ઇતિહાસની વાત કરીએ તો વોલોદિમીર ઝેલેન્સ્કી હિટલર સામે જે જેમ અને જુસ્સા સાથે લડ્યા હતા એવા જ જુસ્સો અને ઝનૂન સાથે ઝેલેન્સ્કી રશિયા સામે લડી રહ્યા છે. આ જેમ જુસ્સો અને ઝુનૂન વોલોદિમીર ઝેલેન્સ્કી ને તેમના દાદા સિમોન પાસેથી વારસામાં મળ્યો છે. જણાવી દઈએ કે નાઝીસેના સામેના બહાદુરીપૂર્વકના યુદ્ધ બાદ રશિયાએ ઝેલેન્સ્કીના દાદા સિમોનની બહાદુરીનું સન્માન કરવા માટે તેમને યુદ્ધના મેદાનમાં જ પ્રમોશન આપીને ગાર્ડમાંથી સીધા લેફ્ટનન્ટ બનાવ્યા હતા.
જણાવી દઈએ કે યુક્રેન ના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સ્કી ના દાદા સિમોને નું નામ યૂક્રેનના વોર મેમોરિયલમાં રેડ આર્મીના જાંબાજ તરીકે અંકિત છે જેનું એક માત્ર કારણ એ છે કે તેમણે સતત 18 દિવસ સુંધી વિશ્વની સૌથી શક્તિશાળી જર્મન સેનાનો સામનો બહાદુરીપૂર્વક કર્યો હતો. અને આજ જોમ જુસ્સા અને ઝુનૂન સાથે તેમના પૌત્ર એટલે યુક્રેનના રાષ્ટ્રપતિ કેવોલોદિમીર ઝેલેન્સ્કી રશિયા સામે છેલ્લા 8-9 દિવસથી ટકી રહ્યા છે. એટલું જ નહીં અમેરિકા દ્વારા તેમને દેશ છોડીને અન્ય દેશમાં પકતાના રક્ષણ માટે જવાની ઓફર કરવામાં આવી હતી પરંતુ વોલોદિમીર ઝેલેન્સ્કી એ તે ઓફરને ફગાવી દીધી હતી અને કહ્યું હતું કે, હું જતો રહું તો મારી જનતા નું શું? જે જનતાનું થશે એ જ મારું થશે.
જણાવી દઈએ કે, યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સ્કીના દાદા સિમોને તેમના પિતા-ભાઈઓની હત્યાનો બદલો લેવા માટે જ સૈનિક બન્યા હતા. તેમણે 1918ના સોવિયેત સંઘમાં મજૂરો અને ખેડૂતો સાથે મળીને પોતાની સેના બનાવી હતી અને આ સેના સોવિયેત રેડ આર્મી સાથે મળીને બીજા વિશ્વ યુદ્ધમાં લડી હતી. સિમોન ઝેલેન્સ્કીની સેના એ સતત 18 દિવસ સુંધી વિશ્વની સૌથી મજબૂત સેના સામે યુદ્ધ કર્યું અને ટકી રહ્યા એટલું જ નહીં તેઓને ખદેડી કાઢ્યા. તેમની બહાદુરી રૂપે તેમને યુદ્ધ મેદાનમાં જ પ્રમોશન આપવામાં આવ્યું હતું. સિમોન ઝેલેન્સ્કીના પિતા અને ત્રણ ભાઇના પરિવારને હિટલરનીનાઝી સેનાએ જિવિત જમીનમાં દફનાવી દીધા હતા. કારણ એ હતું કે સિમોન યહૂદી હતા. હિટલર યહૂદીઓથી નફરત કરતો હતો. બસ તેમની મોતનો બદલો લેવા સિમોને સૈન્ય બનાવી હિટલર સેના સામે યુદ્ધ લડયું હતું.