અમદાવાદ જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગ દ્રારા પત્રકારોનો વર્કશોપ યોજાયો, બાળકોને ઓરી- રુબેલાની રસીથી રક્ષીત કરાવવા વાલીઓને અનુરોધ કરતા ડી.ડી.ઓ. અરુણ મહેશ બાબુ
અમદાવાદ જિલ્લા પચાયતના જિલ્લા વિકાસ અધીકારી અરુણ મહેશ બાબુ એ પત્રકારો ને જાણકારી આપતા જણાવ્યુ હતુ કે ઓરી અને રુબેલા રોગ વિરોધી રક્ષણ આપવા માટે સમગ્ર અમદાવાદ જિલ્લામાં ઓરી અને રુબેલાની રસી શાળા તથા આંગણવાડી કેન્દ્ર પર માઇક્રો૫લાન મુજબ તા.૧૬ મી જુલાઇથી આરંભ થશે. આ અભિયાન અંતર્ગત ૯ મહિનાથી ૧પ વર્ષના તમામ બાળકોને રસી આપવામાં આવશે. ઓરી રોગની નાબુદી અને રુબેલાને નિયત્રિત કરવા માટે આ રસી આપવી અંત્યંત આવશ્યક છે.
જિલ્લાના તમામ નવ તાલુકાના ૯ માસ થી ૧૫ વર્ષ સુધીના અંદાજીત ૪૦૮૯૭૧ બાળકો ને ૪૩૬૪ રસીકરણ સેશનમાં રસી આપીને રક્ષીત કરાશે. જિલ્લાના બાળકોને રસીકરણ કરાવીને રસીથી રક્ષીત કરવા વાલીઓને જિલ્લા વિકાસ અધીકારીએ અનુરોધ કર્યો હતો. ઓરી એક જીવલેણ રોગ છે. જે વાઇરસ દ્રારા ફેલાય છે. બાળકોમા ઓરીના લીધે વિકલાંગતા અને અકાળે મૃત્યુથઇ શકે છે. તેમજ રુબેલા એક ચેપી રોગ છે. જે વાઇરસ દ્રારા ફેલાય છે. રુબેલાના લક્ષણ ઓરી રોગ જેવા હોઇ શકે છે. તે છોકરો અને છોકરી બન્નેને ચેપગ્રસ્ત બનાવી શકે છે. જો કોઇ સ્ત્રી ગર્ભાવસ્થાના આરંભિક તબક્કામાં તેનાથી ચેપગ્રસત બને તો કજેનિટલ રુબેલા સિન્ડૃોમ થઇ શકે છે જે તેના ગર્ભ અને નવજાત શીશુ માટે ઘાતક સાબીત થઇ શકે છે. આ રસી સપુર્ણપણે સુરક્ષીત છે. અને તેની કોઇ આડઅસર થતી નથી. બાળકોને આ રસી યોગ્ય લાયકાત ધરાવતા ફિમેલ હેલ્થ વર્કર દ્રારા આપવામા આવશે.આ સામુહીક અભિયાનમાં આમજનતાને તેઓની ભાગીદારી તેઓના બાળકોને રસીથી રક્ષીત કરીને સુનિશ્રિચત કરવા અનુરોધ કર્યો હતો
અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે
ઓરી રુબેલા રસીકરણ અભિયાન શાળાઓ તેમજ હોસ્પીટલો અને આરોગ્ય કેન્દ્રો એમ દરેક જગ્યાએ હાથ ધરવામા આવી રહયુ છે. શાળાએ જતા બાળકોને શાળાઓ ખાતે રસી આાપવામા આવશે અને શાળામાં ન જતા હોય તેવા બાળકોને સમુદાયમા આઉટરીચ પ્રવૃતિથી આવરી લેવામા આવશે. જો ઓરી રુબેલાનુ રસીકરણ સામુહિક રીતે હાથ ધરવામા આવે તો જ સપુર્ણ કવરેજ સુનિશ્રિત કરવુ શકય છે.
કઈ રસી આપવામાં આવી રહી છે
આ અભિયાનમાં આપવામા આવનાર એમ.આર રસી ખુબ સુરક્ષિત અને અસરકારક છે. ખાનગી ડોકટરો ઘણા વર્ષોથી બાળકો માટે એમઆર/એમએમઆર રસીનો ઉપયોગ દેશમાં અને આપણા ગુજરાત રાજયમાં કરી રહયા છે. હાલમા એમઆર/એમએમઆર રસીનો વિશ્વભરના ૧૪૦ દેશોમા આપવામા આવી રહી છે.
મીડીયા વર્કશોપમાં ઓરી રુબુલાની વિગતવાર જાણકારી પાવર પોઇન્ટ પ્રેઝન્ટેશનથી મુખ્ય જિલ્લા આરોગ્ય અધીકારી ડો.શિલ્પા યાદવે આપી હતી. આર.સી.એચ.ઓ. ડો. ગોત્તમ નાયક, વિશ્વ આરોગ્ય સંસ્થાના ડૉ. અનિકેત રાણા, આસીસ્ટન્ટ માહીતી નિયામક હિમાસુ ઉપાધ્યાય, જિલ્લા આઇ.ઇ.સી.ઓફીસર વિજય પંડિત તથા ડીપીસી ડો. કોમલ વ્યાસ હાજર રહીને કામગીરી કરી હતી.