IndiaPolitics

અજીત પવાર ફરી નવાજુની કરવાની તૈયારીમાં? ઉદ્ધવ સરકાર જોખમમાં? જાણો!

મહારાષ્ટ્રમાં ભાજપ દ્વારા નિષ્ફળ રીતે અને ગેરબંધારણીય રીતે સરકારનું ગઠન કરવામાં આવ્યું હતું જે માત્ર 72 કલાક માં જ પડી ગઈ હતી અને ત્યાર બાદ શિવસેના, એનસીપી અને કોંગ્રેસ દ્વારા સરકાર બનાવવામાં આવી અને ઉદ્ધવ ઠાકરે મુખ્યમંત્રી બન્યા અને ભાજપ ફડણવીસ સરકારની વિદાય થઈ. બસ ત્યાર બાદથી જ ભાજપમાં અને શિવસેનામાં પણ બધું બરાબર નથી. મહા વિકાસ આઘાડીમાં આંતરિક કલહ બહાર આવ્યો છે. તો હવે અજિત પવાર પણ પાર્ટી લાઈનથી બહાર નીકળીને અલગ નિવેદનો આપી રહ્યા છે. અજીત પવાર ના ઈશારા સમજીએ તો ઉદ્ધવ સરકારમાં સબ સલામત નથી.

અજીત પવાર
ફોટો સોશિયલ મીડિયા

મહારાષ્ટ્રમાં શિવસેના-કોંગ્રેસ-એનસીપીમાં ભયંકર ડખા ચાલી રહ્યાં છે તે જગ જાહેર છે. હમણાં ભીમા કોરેગાંવ બાબતે પણ શરદ પવારની વિરુદ્ધમાં ઉદ્ધવ સરકારે નિર્ણય લીધો હતો. અને હવે કાકા ભત્રીજા વચ્ચે પણ સબ સલામત નથી. અજીત પવાર અને શરદ પવાર ફરી એકવાર અમનેસામને આવી ગયા છે. અજીત પવારને ભાજપ પાસેથી પાછા લાવીને મહાવિકાસ અઘાડીમાં રાજ્યના ડેપ્યુટી સીએમ બનાવવામાં આવ્યા હતા. પરંતુ અજીત પવાર પાર્ટી લાઇન અને શરદ પવારની વિરુદ્ધમાં જઈને મોદી સરકારનું સમર્થન કરી રહ્યા છે.

અજીત પવાર

વાત એમ છે કે, એનસીપીના નેતા અને મહારાષ્ટ્રના ડેપ્યુટી મુખ્યમંત્રી અજીત પવારે પાર્ટી લાઈન વિરૂદ્ધ જઈને મોદી સરકારની તરફેણ કરતાં કહ્યું હતું કે, CAA અને NRCથી કોઈની પણ નાગરિકતા જવાની નથી. આટલે જ ન અટકતા અજીત પવારે પોતાની જ પાર્ટી અને સિનિયર નેતાઓને નિશાન બનાવ્યા હતા. આડકતરી રીતે શરદ પવાર અને ઉદ્ધવ ઠાકરે પર આકરા પ્રહાર કરતા કહ્યું હતું કે, કેટલાક લોકો જ CAA અને NRCને લઈને ભ્રમ ફેલાવી રહ્યાં છે. મહારાષ્ટ્રમાં બિહારની માફક તેના વિરૂદ્ધ કાયદો પસાર કરવાની જરૂર નથી. આમ અજીત પવારે પાર્ટી લાઇન વિરુદ્ધમાં જઈને આ નિવેદન આપ્યું હતું.

શરદ પવાર
ફોટો: સોસીયલ મીડિયા

આ પહેલા ઉદ્ધવ સરકાર સમક્ષ એનસીપી અને કોંગ્રેસ CAA અને NRC અંગે વિરોધ નોંધાવી ચુક્યા છે. અને આ બંને વિરુદ્ધમાં બિહારની માફક મહારાષ્ટ્ર વિધાનસભામાં બિલ પાસ કરવાની માંગણી કરી ચુક્યા છે. એક તરફ એનસીપી સુપ્રીમો શરદ પવાર અને કોંગ્રેસ વિરોધ કરી રહ્યા છે ત્યારે રાજ્યના ઉપમુખ્યમંત્રી અજીત પવારે પાર્ટી અધ્યક્ષ અને પાર્ટી લાઈન વિરૂદ્ધ જઈ CAA અને NRCનું ખુલ્લુ સમર્થન કર્યું છે. અજીત પવારનું આ નિવેદન મોદી સરકારના સમર્થનમાં છે તેવું સ્પષ્ટ રીતે જોઈ શકાય છે. આ જોતા અજીત પવાર ગમે ત્યારે પહેલાની જેમ નવાજુની કરે તો કોઈ નવાઈ નથી.

અજીત પવાર
ફોટો સોશિયલ મીડિયા

ઉલ્લેખનીય છે કે, અજીત પવાર પહેલા પણ એનસીપી સુપ્રીમો શરદ પવારની વિરુદ્ધ જઈને ફડનવીસ સરકાર સાથે હાથ મિલાવી સરકાર રચી ચુક્યા છે. અને મહાવિકાસ આઘાડીને દગો આપી ચુક્યા હતા. મહા મહેનતે શરદ પવાર દ્વારા તેમને પાછા લાવ્યા બાદ ઉદ્ધવ સરકારમાં તેમને ઉપમુખ્યમંત્રી બનાવવામાં આવ્યા છે. હાલ ઉદ્ધવ સરકારમાં ડખા ચાલે છે ત્યારે અજીત પવારનું નિવેદન મહા વિકાસ આઘાડી માટે ચિંતાજનક તઓ છે જ. અજીત પવાર ઘણા સમયથી કાકાથી પણ નારાજ ચાલી રહ્યા છે ત્યારે આ નિવેદન સૂચક ગણી શકાય. આમ પણ રાજકારણમાં ક્યારે શું થાય તેનું કોઈ નક્કી હોતું નથી.

Related Articles

Back to top button
આજનું રાશિફળ!