
4 ઓગસ્ટ, 2019 નો દિવસ ભારત દેશના ઇતિહાસમાં નોંધાઇ ગયો છે. ભારત દ્વારા ઐતિહાસિક ફેંસલો લેવામાં આવ્યો અને આર્ટિકલ 370ને જમ્મુ કાશ્મીર માંથી નાબુદ કરવામાં આવી તેમજ જમ્મુ કાશ્મીર અને લદાખને અલગ કેન્દ્રશાસિત પ્રદેશ જાહેર કરવામાં આવ્યા સાથે સાથે એ પણ સ્પષ્ટતા કરવામાં આવી કે જમ્મુ કાશ્મીર માં વિધાનસભાનું ગઠન થશે પરંતુ લદાખમાં વિધાનસભાનું ગઠન નહીં થાય તે સંપૂર્ણ પણે કેન્દ્રશાસિત હશે. આ પગલાં બાદ ભારત અને પાકિસ્તાનના સંબંધોમાં કડવાશ આવી ગઈ અને પાકિસ્તાન દ્વારા ભારતને રોજ નવી ધમકીઓ આપવામાં આવી રહી હતી તેમજ બોર્ડર પર તણાવ ભરી પરિસ્થિતિ રહેતી આવી છે.

પરંતુ આ તમામ વચ્ચે કાશ્મીર માં માનવતા મહેકી ઉઠી છે. જે કાશ્મીરમાં પાકિસ્તાની ઘૂસણખોરો દ્વારા ભારતીય સૈન્યને બદનામ કરવામાં આવતું હતું અને ભારતીય સૈન્ય નો દુષ્પ્રચાર કરવામાં આવતો હતો કે ભારતીય સૈન્ય કાશ્મીરના લોકો સાથે દુર્વ્યવહાર કરી રહ્યા છે તેમની સાથે મારપીટ કરી રહ્યા છે. પરંતુ પાકિસ્તાનનું આ ષડયંત્ર બહાર આવી ગયું છે. જે પાકિસ્તાન ઘૂસણખોરો ભારતીય આર્મીનું ચિત્ર લોકોને બતાવવતાં હતા તેના કરતાં કાશ્મીરમાં ભારતીય આર્મીનું ચિત્ર કઈંક અલગ જ છે. ભારતીય આર્મી લોકોની મદદ કરી રહી છે અને લોકોનું રક્ષણ પણ કરી રહી છે.

વાત એમ છે કે, જમ્મુ શ્રીનગર હાઈવે પર ભૂસ્ખલન થતાં ટ્રાફિક જામ થઈ ગયો હતો અને એક મહિલાનો પરિવાર આ ટ્રાફિક જામમાં ફસાયો હતો અને મહિલાએ સી.આર.પી.એફની હેલ્પલાઇન પર ફોન કર્યો અને મદદ માંગી કે, તેઓ તેમના પરિવાર સાથે ટ્રાફીકમાં કલાકોથી ફસાયા છે તેમના નાના બાળકો ભૂખ્યા છે કયાંયથી ભોજનની વ્યવસ્થા થઈ રહી નથી અને બાળકો ભૂખ તરસથી તડપી રહ્યા છે. કઈંક મદદ કરો. મહિલાનો ફોન આવતાં જ સી.આર.પી.એફની ટુકડી હરકતમાં આવે છે અને સતત વરસતા બરફમાં અને કેટલાક સ્થળે કમર સુંધીનાં બરફ માં પણ આ ટુકડી કામે લાગી જાય છે અને ભૂખ્યા બાળકો માટે ભોજનની વ્યવસ્થા કરવા નીકળી પડે છે.

સી.આર.પી.એફના જવાનોની 167 બટાલિયનની ડી કંપની 12 કિલોમીટર જેટલા દૂર, સતત થઈ રહેલી બરફ વર્ષમાં અને બરફાચ્છાદિત રસ્તાઓ ચાલીને પાર કરી ફોન કરનાર મહિલા પાસે પહોંચે છે અને તેમના બાળકોને ભોજન આપીને તેમની ભૂખ શાંત કરે છે. આર.પી.એફના જવાનોએ છ લોકોની ટીમ બનાવી અને મહિલાના ફોન પર સંપર્ક કરીને મહિલા સુંધી પહોંચી જય છે અને તેમના 3-4 વર્ષના બાળકો માટે દૂધ, ગરમ પાણી, ફળો, બિસ્કિટ અને દાળ-ભાત આપે છે અને તેમની ભૂખ શાંત કરે છે. ભૂખથી ટાળવળતા બાળકોને જોઈને વિચલિત બનેલી માતાના મોઢા પર સ્મિત આવી જાય છે જ્યારે આવી દુર્ગમ જગ્યા, સતત વરસતો બરફ અને બરફાચ્છાદિત રસ્તા પર કલાકોથી ભૂખ્યા બાળકો માટે ભોજનની વ્યવસ્થા થઈ જાય છે.

આસિફા અને તેમના પરિવારે સી.આર.પી.એફના જવાનોનો આભાર માન્યો. સી.આર.પી.એફ જવાનોના આ ઉમદા કાર્યએ લોકોના દિલ જીતી લીધા અને માનવતાની મહેક ફેલાવી. ભારત શાંતિપ્રિય દેશ છે અને સમગ્ર વિશ્વમાં ભારતની આ છાપ આપણાં જવાનોએ બરકરાર રાખી છે. પરંતુ પાકિસ્તાન દ્વારા ભારતની છબી બગડવામાં આવી રહી છે. પાકિસ્તાન દ્વારા વિશ્વમાં આપણા જવાનોનો દુષ્પ્રચાર કરવામાં આવો રહ્યો છે જ્યારે ચિત્ર કઈંક અલગ જ છે.
- આ પણ વાંચો
- 370 અયોધ્યા બાદ મોદી સરકાર સુપ્રીમકોર્ટ 2020માં આ મોટા મુદ્દાઓ પર કરશે કામ! જાણો!
- વિજય રૂપાણી રાજસ્થાન બાબતે અગ્રેસીવ ગુજરાત બાબતે ચૂપ? નીતિન પટેલને કશી ખબર નથી?
- ગુજરાત કોંગ્રેસ નવું માળખું થશે જાહેર! હાર્દિક સાથે આ યુવાનોને મળશે મહત્વ! જાણો!
- મહારાષ્ટ્રમાં ઉદ્ધવ સરકાર સંકટમાં? તો શું સરકાર પડી જશે? મહારાષ્ટ્રમાં હલચલ તેજ.