GujaratPolitics

પાટીલ નું અલ્પેશ ઠાકોર બાબતે રાજકીય નિવેદન! પળમાં હિરો પળમાં ઝીરો જેવું નિવેદન!

ગુજરાતમાં ચૂંટણીઓ માહોલ જામ્યો છે. જેમ જેમ વિધાનસભા ચૂંટણીઓ નજીક આવતી જઈ રહી છે તેમ ક્યાંક ને ક્યાંક વિરોધ, આંદોલન અને પક્ષપલ્ટો વધારે થઈ રહ્યો છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ કોંગ્રેસ સાથે આ વખતે આમ આદમી પાર્ટી પણ પોતાનું નસીબ અજમાવવા જઈ રહી છે. ત્રણેય પાર્ટીઓ વચ્ચે દલ બદલની રાજનીતિ ચરમસીમા પર આવી ગઈ છે. સાથે જ પાર્ટીમાં આંતર વિગ્રહ પણ હવે ખુલીને સામે આવી રહ્યા છે તો ટિકટ માટે લોબીઇંગ અને ટીકીટ માટે પણ વિરિધ પ્રતિરોધ થઈ રહ્યા છે. ત્યારે અલ્પેશ ઠાકોર પણ ચૂંટણી લડવા આતુર બન્યા છે.

હાર્દિક પટેલ,ગુજરાત ભાજપ, સીઆર પાટીલ, મુખ્યમંત્રી રૂપાણી, હાર્દિક પટેલ, પેટા ચૂંટણી, પાટીલ, ભાજપ
ફોટો સોશિયલ મીડિયા

રાધનપુરથી કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય અને હાલ ભાજપ નેતા અલ્પેશ ઠાકોર સાથે કૈંક અલગ જ થઈ રહ્યું છે. જણાવી દઈએ કે વર્ષ 2017 ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં અલ્પેશ ઠાકોર કોંગ્રેસ માં જોડાયા હતા અને રાધનપુર બેઠક પરથી કોંગ્રેસના મેન્ડેટ પર ચૂંટણી પણ લડ્યા હતાં અને જીત્યા હતા. પરંતુ મનમેળ ના બેસતા અને મંત્રી બનવાની અતિ મહત્વાકાંક્ષા ના કારણે તેમણે કોંગ્રેસ છોડી હતી અને ભાજપમાં જોડાયા હતાં. પરંતુ પોતાની તાકાત ત્યારે ખબર પડી જ્યારે રાધનપુર બેઠક પર પેટાચૂંટણી થઈ.

ગુજરાત કોંગ્રેસ
ફોટો: સોસીયલ મીડિયા

ભાજપે અલ્પેશ ઠાકોર ને ટીકીટ આપી સામે કોંગ્રેસ માંથી રઘુ દેસાઈને ટીકીટ મળી. કોંગ્રેસ રઘુ દેસાઈને મેદાન એ જંગ માં ઉતારી ને સફળ થઈ અને અલ્પેશ ઠાકોર ને હાર નો સામનો કરવો પડ્યો હતો. મંત્રી બનવાની અતિ મહત્વાકાંક્ષાએ ધારાસભ્ય પદ પણ છીનવી લીધું. હવે જ્યારે ચૂંટણી આવી રહી છે ત્યારે અલ્પેશ ઠાકોર ફરી એક્ટિવ થઈ ગયા છે અને ફરી રાધનપુર બેઠક પર ચૂંટણી લડવાની મહેચ્છા વ્યક્ત કરી ચુક્યા છે. મહિલા જાગૃતિ કાર્યક્રમમાં ચૂંટણી લડવા બાબતે અલ્પેશ ઠાકોરનું ફરીથી મોટું નિવેદન સામે આવ્યું છે.

અલ્પેશ ઠાકોર
ફોટો: સોસીયલ મીડિયા

મહિલા જાગૃતિ કાર્યક્રમમાં અલ્પેશ ઠાકોરે આવનારી ગુજરાત વિધાનસભા ચૂંટણી લડવાના સંદર્ભ માં જણાવ્યું હતું કે, ‘મારે અહીંયાથી પરણવું છે, પરણાવવાની જવાબદારી તમારી છે. જાન રંગેચંગે જોડાય અને તમે મુરતિયાને પરણાવો એવી વિનંતી કરું છું. મારાથી ભૂલચૂક થઇ હોય ક્યાય મનદુઃખ થયું હોય તો તમામ આગેવાનો મને માફ કરજો.’ કહીને અલ્પેશ ઠાકોર દ્વારા પોતાની ભૂલોની માફી પણ જાહેરમાં માંગી લીધી અને કહી પણ દીધું કે આગામી ચૂંટણી લડવાનો છું.

અલ્પેશ ઠાકોર
ફોટો: સોસીયલ મીડિયા

ત્યારે ગુજરાત ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ દ્વારા એક મહત્વનું રાજકીય નિવેદન આપવામાં આવ્યું છે. પાટીલને અલ્પેશ ઠાકોર ચૂંટણી લડશે કે કેમ એવો સવાલ પૂછવામાં આવતાં તેમણે જણાવ્યું હતું કે, ‘અલ્પેશભાઈ અમારા સિનિયર આગેવાન છે, તેઓ ચૂંટણી લડે અને સીટ પર વિજયી થાય એવી શુભેચ્છાઓ આપીએ છીએ. દરેક પોત-પોતાના મત વિસ્તારમાં તૈયારીઓ કરતા હોય છે, અલ્પેશ ઠાકોર ચૂંટણી લડશે અને જીતશે એવો અમને વિશ્વાસ છે.’ આ ઉપરાંત તેમણે ટીકીટ બાબતે હાથ અધ્ધર કરી નાખ્યા હતાં અને કહ્યું હતું કે, ટિકિટ આપવાનો નિર્ણય હાઈકમાન્ડ દ્વારા કરવામાં આવશે. આમ પાટીલ દ્વારા પળમાં હીરો તો પળમાં ઝીરો જેવું સટીક પણ અસ્પષ્ટ નિવેદન આપ્યું હતું.

અલ્પેશ ઠાકોર
ફોટો: સોસીયલ મીડિયા

આ પણ વાંચો:

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ જનસદ ગુજરાતી ન્યૂઝ The Jansad સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Related Articles

Back to top button
આજનું રાશિફળ!