ક્રિકેટ વર્લ્ડકપ ભારત પાકિસ્તાન મેચ પહેલા જબરદસ્ત રચાયો ઇતિહાસ! ભારતે મારી બાજી!

હાલ સમગ્ર દેશ માં ક્રિકેટ ફીવર ચાલી રહ્યો છે કરણ કે ક્રિકેટ વર્લ્ડકપ ચાલી રહ્યો છે. ભારત દેશમાં પણ ક્રિકેટનું જબરદસ્ત મહત્વ છે. કહેવાય છે કે ભારતમાં ક્રિકેટ માત્ર એક રમત નથી એક ધર્મ બની ગયું છે.

આઇપીએલની ટીઆરપી ઘટતી જાય છે એટલે કે જાવે આઇપીએલ માં લોકોને રસ ઓછો થતો જઈ રહ્યો છે પરંતુ ક્રિકેટ વર્લ્ડકપ નો ઉત્સાહ વધતો ને વધતો જ જોવા મળી રહયો છે. સામે ભારતીય ક્રિકેટ ટિમ પણ હાલ ફોર્મ માં જોવા મળી રહી છે.

ગઈ કાલે સાઉથ આફ્રિકા સામે જબરદસ્ત જીતથી ક્રિકેટ વર્લ્ડકપ ના શ્રી ગણેશ કર્યા અને હવે ભારતીય ટિમ અન્ય મેચમાં પણ જીત તરફ આગળ વધી રહી છે સમગ્ર દેશમાં જૂનુન અને ઉત્સાહનો માહોલ જોવા મળી રહયો છે.

અને આજ જુનુંન અને ઉત્સાહમાં વધારો કરવા જઈ રહ્યું છે ભારત પાકિસ્તાનની મેચ! હા 16 મી જુનના રોજ ભારત પાકિસ્તાન સામે ક્રિકેટ વર્લ્ડકપ ની પ્રથમ મેચ યોજાવા જઇ રહી છે. આ મેચ માટે અત્યારથીજ તૈયારીઓ થઈ જાવા લાગી છે.

કેટલાક ઘરે સ્ટેડિયમ જેવો માહોલ બનાવીને તો કેટલાક ક્લબોમાં પહોંચીને આ ઐતિહાસિક રરસકાસી ભર્યા જંગને માણવા જાવા તૈયાર થઈ ગયા છે.

ભારત પાકિસ્તાન મેચ પહેલા એક ઐતિહાસિક અને રેકોર્ડ બની જવા પામ્યો છે. ભારત પાકિસ્તાન મેચ હોય એટલે સ્વાભાવિક છે કે બંને દેશોમાં ઉત્સાહ અને જુનુંન હોય હોય ને હોય જ. પરંતુ ભારતમાં આ ઉત્સાહ વધારે જોવા મળી રહ્યો છે

વાત એમ છે કે, ભારત પાકિસ્તાનની મેચ જોવા માટે બંને દેશ માંથી લાખો લોકો પહોંચી રહ્યા છે પણ આમાં ભારતે બાજી મારી લીધી છે. ક્રિકેટ વર્લ્ડકપ ની સૌથી વધારે પ્રોફિટ આપતી મેચ હોય તો તે છે ભારત પાકિસ્તાન.

હા ૧૬મી જૂને માન્ચેસ્ટરના ઓલ્ડ ટ્રેફર્ડ ક્રિકેટ સ્ટેડિયમમાં યોજાવા જઇ રહી છે ભારત અને પાકિસ્તાન વચ્ચે વર્લ્ડ કપની સૌથી રોમાંચક મેચ. આ ક્રિકેટ વર્લ્ડકપ ની ભારત પાકિસ્તાનની પહેલી મેચ છે. એટલે લોકોમાં જોશ અને જુનુંન હોય એ સ્વાભાવિક છે.

16મી જૂને યોજનારી ભારત પાકિસ્તાન મેચની લગભગ ૬૬ ટકા જેટલી ટિકિટો ભારતીય લોકોએ અત્યારથી જ ખરીદી લીધી છે! જ્યારે પાકિસ્તાની ક્રિકેટ ચાહકોના ભાગમાં માત્રને માત્ર ૧૮ ટકા જેટલીજ ટિકિટો આવી છે! છેને અદભુત અકલ્પનિય! અને આ એક રેકોર્ડ પણ છે.

દર વખતે ટી20 વર્લ્ડકપ હોય કે વનડે ક્રિકેટ વર્લ્ડકપ ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાનારી કોઈ પણ મેચ હોય તેની ટિકિટના ભાવ આસમાને જ હોય છે આ વખતે પણ 16મી જૂને યોજાનારી આ મેચ માટે ટિકિટોના ભાવમાં જબરદસ્ત તેજી છે તેમજ બ્લેકના ભાવમાં પણ જબરજસ્ત ઉછાળો જોવા મળી રહ્યો છે