ગુજરાત વિધાનસભા ચૂંટણી ગમે ત્યારે જાહેર થઈ શકે છે. કહેવાય છે કે આગામી 2 નવેમ્બરે ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું જાહેરનામું બહાર પડી શકે છે. ત્યારે આમ આદમી પાર્ટી અને ભાજપ તૈયારીઓમાં લાગી ગયા છે. કોંગ્રેસમાં આંતરિક રાજકારણ ચરમસીમા પર છે પરંતુ કોંગ્રેસ સાઇલેન્ટ કેમ છે તે હજુ સુંધી કોઈ ભાળ મેળવી શક્યું નથી. આમ આદમી પાર્ટી ગુજરાતના ખૂણે ખૂણે જબરદસ્ત પ્રચાર કરી રહી છે દિલ્લી અને પંજાબના મુખ્યમંત્રી ગુજરાતનો પ્રવાસ વારંવાર ખેડી રહ્યા છે.
ભાજપ પણ પ્રધાનમંત્રી મોદી અને ગૃહમંત્રી અમિત શાહ ની રેલીઓ સભાઓ કરાવવા લાગ્યું છે. ભાજપ ની સ્ટ્રેટેજી શું છે એ માત્ર ને માત્ર અમિત શાહ અને નરેન્દ્ર મોદી જ જાણે છે. ભાજપ ને ખબર જ છે કે તેમના માટે ગુજરાત કેટલુ મહત્વનું છે.
ભલે સંગઠન અને સરકારમાં ભાજપ મજબૂત હોય પણ ક્યાંકને ક્યાંક જનતામાં ભાજપ સામે રોષ છે જ. આ વાત ભાજપ સારી રીતે જાણે છે એટલે જ ભાજપ તેના દરેક કાર્યકરો પાસે તનતોડ મહેનત કરાવી રહ્યું છે એટલું જ નહીં દિલ્લીના મંત્રીઓ, દેશના ખૂણે ખૂણાના દરેક નેતાઓને કામે લગાડી દીધા છે. આમ તો દર વખતની જેમ આ વખતે પણ ગુજરાતની કમાન અમિત શાહ અને નરેન્દ્ર મોદી એ ખુદ પોતાના હાથમાં લીધી છે.
પ્રધાનમંત્રીના ગુજરાત પ્રવાસ બાદ અમિત શાહ દ્વારા ગુજરાત ભાજપણ સંગઠન હોદ્દેદારોની મિટિંગ લીધી હતી અને આગળની રણનીતિ ઘડી હતી. ભાજપ માટે ગુજરાત એ નાક સમાન છે જો ગુજરાત હારે તો ભાજપ ને તેનું નુકશાન સમગ્ર દેશમાં ભોગવવું પડે. એટલે બાય હુક કે બાય કુક ભાજપ ગુજરાત જીતવા મરણીયા પ્રયાસ કરશે.
હાલમાં ગુજરાત જીતવા માટે ભાજપે સૌરાષ્ટ્રમાં મજબૂત પક્કડ બનવવી પડે એમ છે. કારણ કે વર્ષ 2017ની ચૂંટણીમાં કોંગ્રેસ સૌરાષ્ટ્રમાં સૌથી વધારે મજબૂતાઈથી ઉભરી આવી હતી. જે જોતા ભાજપ દ્વારા સૌરાષ્ટ્રમાં વધારે ફોક્સ અને મહેનત કરવામાં આવી રહી છે. આમ આદમી પાર્ટી પણ ગુજરાતમાં સૌરાષ્ટ્રનું મહત્વ સમજે છે એટલે કેજરીવાલ પણ સૌરાષ્ટ્ર પર વધારે ધ્યાન આપી રહ્યા છે.
બીજી તરફ કોંગ્રેસ પણ સૌરાષ્ટ્રમાં વધારે મજબૂત થવા દિવસ રાત એક કરી રહી છે પરંતુ ભાજપે આ વખતે સૌરાષ્ટ્રમાં ઘેરી લીધી છે. ગત વિધાનસભા ચૂંટણીમાં ભાજપ કરતા કોંગ્રેસને સૌથી વધારે બેઠક સૌરાષ્ટ્રમાં મળી હતી. વર્ષ 2017ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં 54 બેઠકમાંથી 23 ભાજપને અને 30 કોંગ્રેસને મળી હતી. તેમજ કેટલાય જિલ્લાઓ માં તો કોંગ્રેસ સ્પષ્ટ બહુમતી માં હતું.
ભાજપે માસ્ટર પ્લાન હેઠળ સૌરાષ્ટ્રમાં પ્રધાનમંત્રી મોદીની રેલી પહેલાં અને પછી અમિત શાહ ના પ્રવાસ દરમિયાન કોંગ્રેસના મોટા મોટા ગઢ ધ્વસ્ત કરવાની રણનીતિ બનાવી છે જેના હેઠળ સૌરાષ્ટ્રમાં જેમણે પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલના દીકરા જેવા નેતાને હરાવ્યા હતા એવા હર્ષદ રિબડીયાની વિકેટ લઈને કોંગ્રેસને અચંબિત કરી નાખી છે. હર્ષદ રીબડીયા વર્ષ 2014 અને 2017 એમ બે ટર્મથી વિસાવદર બેઠક પરથી ભારે મતોથી ચૂંટણી જીત્યા છે.
હવે તેમણે કોંગ્રેસમાંથી રાજીનામુ આપી દીધું છે અને ભાજપ માં જોડાઈ ગયા હતા. એટલું જ નહીં પાટીદાર આંદોલન ના મોટા મોટા નેતાઓને ભાજપે પોતાની પાર્ટીમાં શામેલ કરી નાખ્યા છે. સૌરાષ્ટ્રમાં ખાસ આ અભિયાન હેઠળ નાના મોટા કેટલાય નેતાઓને ભાજપે પાર્ટીમાં શામેલ કરી નાખ્યા છે.
સૌરાષ્ટ્રની મહત્વની 28 બેઠક પર ભાજપની નજર છે.જે બેઠકો કોંગ્રેસ સ્પષ્ટ બહુમતી થી જીતી હતી તે અને જે બેઠક કોંગ્રેસ એકદમ પાતળી સરસાઈથી જીતી છે તે બેઠકો પર ભાજપ ની બાજ નજર છે. એક તરફ ભાજપ આ બેઠકો પર મજબૂત જીતે એવા અને સ્વચ્છ છબીના નેતાઓ શોધી રહી છે અને ગેમતેમ કરીને કોંગ્રેસના ગઢમાં મોટું ગાબડું પડવાની ફિરાકમાં છે. બીજીતરફ પાટીદાર અનામત આંદોલન કરનારા તેમજ અનેક પાટીદાર અગ્રણીઓ જેઓ ભાજપ માં નથી અને ક્યાંકને ક્યાંક ભાજપ વિરોધી હતાં તેઓને પણ મનાવીને અમિત શાહ ના ઈશારે ભાજપમાં જોડયા છે.
જેથી કોંગ્રેસ જે 30 બેઠક પર મજબૂત સ્થિતિમાં છે ત્યાં પરિવર્તન લાવી શકાય અને ભાજપ ફરી સ્પષ્ટ બહુમતી સાથે 150નો ઐતિહાસિક આંકડો ટચ કરે. ભાજપની આ રણનીતિને કેટલાક રાજકીય પંડિતો અસરકારક માની રહ્યા છે.
આ પણ વાંચો:
- ભાજપ માં ભંગાણ! ચૂંટણી પહેલા ભાજપને વધુ એક ફટકો, પૂર્વ સાંસદે પાર્ટી છોડી!
- મોટો રાજકીય ભૂકંપ! 22 ધારાસભ્યો ભાજપ માં જોડાશે! મોટો રાજનૈતિક વળાંક!
- અમિત શાહ ની મહારણનીતિ! કેજરીવાલ કોંગ્રેસ ભરશે પાણી! ગુજરાત માં રાજકીય પરિવર્તન
- પીએમના મિત્ર 70માં સફરજન ખરીદી 300માં વેચી ખેડૂતોનું શોષણ કરી રહ્યા છે
- ભાજપ ના મંત્રીએ મહિલાને જાહેરમાં થપ્પડ મારી! મહિલા ફરિયાદ લઈને આવી હતી.
- ગુજરાત વિધાનસભા ચૂંટણી! ગૃહમંત્રી અમિત શાહ એ આપી ચેતવણી!
- ચૂંટણી પહેલાં કોંગ્રેસને મોટો ઝટકો! ગૃહ મંત્રાલયે કરી મોટી કાર્યવાહી! રાજકારણ ગરમાયું!
- ‘જુમલા કિંગ’ ની ‘ઇવેન્ટબાઝી’ છે રોજગાર મેળો! પીએમ મોદી 16 કરોડ નોકરી ક્યારે આપશે?
- BJP સાંસદે પોતાની જ સરકાર પર નિશાન સાધ્યું! મોદી શાહ ની લાલ આંખ?
- ગુજરાત વિધાનસભામાં ભાજપ કોંગ્રેસને છે સૌથી મોટો આ ડર! ભાજપે બનાવી રણનીતિ
- ABP C-Voter Survey: ગુજરાત ની લડાઈમાં 12 દિવસમાં બદલાયું રાજકીય ચિત્ર! મોટું ઘમાસાણ!
- મલ્લિકાર્જુન ખડગે ભાજપનું ટેંશન વધારશે! કોંગ્રેસને થશે મોટા ફાયદા!
- અરવિંદ કેજરીવાલ ની પ્રધાનમંત્રી મોદીને મોટી ઓફર! ગુજરાતના રાજકારણમાં ઘમાસાણ!
- પ્રધાનમંત્રી મોદી ગુજરાતની શાળામાં પહોંચતા રાજકારણ ગરમાયું! કેજરીવાલ એ કહ્યું…
- કોંગ્રેસ અધ્યક્ષ બનતાની સાથે જ ખડગેએ સોનિયા ગાંધીને મળવા માંગ્યો સમય! ફગાઈ અરજી!
- એબીપી સી-વોટરનો સૌથી મોટો સર્વે: ભાજપ AAPની લડાઈમાં કોંગ્રેસ ક્યાં? કોણ બનાવશે સરકાર!
- ગુજરાત વિધાનસભા માટે કેજરીવાલ નો માસ્ટર પ્લાન! ભાજપ કોંગ્રેસની લડાઈમાં નહીં પડે??
- મલ્લિકાર્જુન ખડગે બન્યા કોંગ્રેસના નવા અધ્યક્ષ! શશિ થરૂર, રાહુલ ગાંધીનું મોટું નિવેદન!
- કોંગ્રેસે ભાજપના ગઢમાં ભાજપને હરાવ્યું! ભાજપ માં ચિંતાનું મોજું! હાઇકમાન્ડ નારાજ!
- ગુજરાત નો ધમાકેદાર સી-વોટરનો ઓપિનિયન પોલ! કેજરીવાલ મજબૂત છે કે કોંગ્રેસ? જાણો!
- ભાજપ નેતા અને પૂર્વ મંત્રી અધિકારીને 50 લાખની લાંચ આપવા જતાં જેલભેગા!
- ગુજરાત ની આ બેઠકો જે ભાજપ 27 વર્ષમાં જીતી શક્યું નથી! ભાજપ માટે કપરા ચઢાણ!
- કેજરીવાલ એ ભુપેન્દ્ર નરેન્દ્ર સરકારને ઘેરી! મુખ્યમંત્રી ચિંતામાં! સત્તા પરિવર્તનું વાવાઝોડું?
- અરવિંદ કેજરીવાલ ની જબરદસ્ત જાહેરાત! મોદી શાહના ગઢમાં પાડશે ગાબડું!
- ગુજરાત માં કોંગ્રેસની બેઠકો પર UP, MPના નેતાઓ કરશે આ કામ! ભાજપનો જબરદસ્ત પ્લાન!
4 Comments