GujaratPolitics

અરવિંદ કેજરીવાલ ની જબરદસ્ત જાહેરાત! મોદી શાહના ગઢમાં પાડશે ગાબડું!

ગુજરાતની ચૂંટણીને હવે થોડા જ દિવસો રહ્યા છે.હિમાચલ પ્રદેશમાં ચૂંટણી જાહેરનામું બહાર પડી ગયું છે.ગુજરાતમાં થોડા ક જ દિવસ માં ચૂંટણી જાહેરનામું બહાર પાડી શકે છે. આમ ગુજરાત અને હિમાચલ પ્રદેશ માં એક સાથે જ ચૂંટણી યોજાય છે એટલે નક્કી જ છે કે હિમાચલ સાથે જ ચૂંટણી યોજાશે અને બન્ને રાજ્યોની મત ગણતરી એક જ દિવસે એટલે કે 8 ડિસેમ્બર ના રોજ યોજાશે જેનો સીધો મતલબ એ છે કે આગામી 8 ડિસેમ્બરે નક્કી થઈ જશે કે ગુજરાતમાં કોણ સરકાર બનવશે. હાલ જે ઓપિનિયન પોલ બહાર આવી રહ્યા છે જેમાં ભાજપ ને સત્તા કબ્જે કરતાં ફરી બતાવાઈ રહી છે તો કોંગ્રેસ અને અરવિંદ કેજરીવાલ ની આપ માં જબરદસ્ત ફાઈટ છે. પરંતુ કેટલીક વાર ઓપિનિયન સર્વે પણ ખોટા સાબિત થાય છે.

આ તમામ વચ્ચે દિલ્લી મુખ્યમંત્રી અને અરવિંદ કેજરીવાલ ગુજરાતમાં ધામધૂમથી પ્રચાર કરી રહ્યા છે. 50 જેટલા ઉમેદવારો પણ જાહેર કરી ચુક્યા છે. ઉમેદવારો જાહેર કરવામાં કેજરીવાલ સૌથી આગળ છે.કેજરીવાલ દ્વારા ભાજપ કોંગ્રેસ પહેલા જ પોતાના 51 જેટલા ઉમેદવારો જાહેર કરી દીધા છે અને તમામ ને કામે લગાડી દીધા છે. કેજરીવાલ ગુજરાતની જનતાની નાદ પારખી ગયા છે એટલે જનતાને જવા જોઈએ છે એની જાહેરાત કરી રહ્યા છે. કોંગ્રેસની જાહેરાત બાદ આમ આદમી પાર્ટીના વડા અને દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે ગુજરાતની ચૂંટણીઓ પહેલા રાજ્ય સરકારના કર્મચારીઓ માટે મોટી જાહેરાત કરી દીધી છે.

અરવિંદ કેજરીવાલ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, જો ગુજરાતમાં તેમની સરકાર બનશે તો તેઓ રાજ્યમાં જૂની પેન્શન યોજના લાગુ કરશે. ઘણા રાજ્યોના સરકારી કર્મચારીઓ જૂની પેન્શન યોજના લાગુ કરવા માટે લાંબા સમયથી આંદોલન કરી રહ્યા છે. રાજસ્થાન અને છત્તીસગઢની કોંગ્રેસ સરકાર અને ઝારખંડની હેમંત સોરેન સરકાર બાદ હવે પંજાબની ભગવંત માન સરકારે પણ તેનો અમલ કરવાની જાહેરાત કરી છે. કેજરીવાલની આ જાહેરાત સીધી ગુજરાતની જનતાને અસર કરે છે કેજરીવાલ અહીંયા જ અટક્યા નહીં. વીજળી, ખાતર જેવા દરેક મુદ્દે અવનવી જાગેરતો કરતાં રહે છે કેજરીવાલ દ્વારા આવી જ એક મોટી જાહેરાત કરવામાં આવી છે જે બાદ ભાજપ માં ગભરામણ થઈ ગઈ છે.

અરવિંદ કેજરીવાલ ની સૌથી મોટી જાહેરાત!

કેજરીવાલ દ્વારા ભાવનગર માં એક જનસભા ને સંબોધિત કરવાં આવી હતી ત્યાં કેજરીવાલ દ્વારા મોટી કહેરાત કરવામાં આવી હતી જે બાદ ગુજરાતના રાજકારણમાં ભૂકંપ આવી ગયો હતો. કેજરીવાલ દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે, “છેલ્લા 27 વર્ષમાં ગુજરાતમાં પાટીદાર આંદોલન, કિસાન આંદોલન, માલધારી આંદોલન, આદિવાસી આંદોલન, કર્મચારી આંદોલન સહિત અનેક આંદોલનો થયા છે. આંદોલન સાથે સંકળાયેલા લોકો સામે ખોટા કેસ દાખલ કર્યા છે. અમે અમારી સરકાર બન્યાના 15 દિવસમાં તમામ કેસ પાછા ખેંચી લઈશું.” કેજરીવાલ ની જાહેરાત બાદ આંદોપાન સાથે સંકળાયેલા તમામ લોકોનું ધ્યાન કેજરીવાલ તરફ ગયું છે.

જણાવી દઈએ કે, આ વખતે ગુજરાતમાં ત્રીપાંખીયો જંગ છે. હમણાંજ ETG રિસર્ચ અને ટાઈમ્સ નાઉ નવભારતના સર્વે આવ્યા છે જે મુજબ ગુજરાતમાં 27 વર્ષથી સરકાર ચલાવી રહેલા ભાજપને જનતા વધુ એક તક આપવા જઈ રહી છે. પાર્ટીને અહીં 125-131 સીટો મળી શકે છે. 2017માં 77 બેઠકો જીતનાર કોંગ્રેસને માત્ર 29-33 બેઠકો જ મળતી જોવા મળી રહી છે. આમ આદમી પાર્ટી 18-22 બેઠકો જીતી શકે છે, જ્યારે અન્યના ખાતામાં 2-4 બેઠકો આવી શકે છે. સર્વે જાહેર થયા બાદ આમ આદમી પાર્ટી કાર્યકરો માં જબરદસ્ત ઉત્સાહનો માહોલ છે. જ્યારે ભાજપ અને કોંગ્રેસ ના કાર્યકરોમાં આ સર્વે બાદ નિરાશા નો માહોલ છે. જો કે ભાજપ ફરીથી સરકાર બનાવવા માં સફળ થશે.

આ પણ વાંચો:

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ જનસદ ગુજરાતી ન્યૂઝ The Jansad સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Related Articles

Back to top button
આજનું રાશિફળ!