દિલ્લીમાં વિધાનસભા ચુંટણીના બ્યુગલ ફૂંકાઈ ગયા છે. સાથે આચારસંહિતા પણ લાગી ચુકી છે. આમ આદમી પાર્ટી દ્વારા ૭૦ માંથી ૭૦ વિધાનસભા સીટ પર ઉમેદવારો જાહેર કરી દીધા છે. ત્યારે ભાજપ દ્વારા ૫૭ સીટ પર અને કોંગ્રેસ દ્વારા ૫૪ સીટ પર ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા છે એટલે કે મુખ્ય અને અગત્યની ગણવામાં આવતી સીટ પર હજુ ઉમેદવારો જાહેર કરવાના બાકી છે. આમ આદમી પાર્ટી દ્વારા ઉમેદવારોનું લિસ્ટ વહેલું જાહેર કરી દેવામાં આવતાં રાજનૈતિક પંડિતો દ્વારા કેજરીવાલ ના આ પગલાંને આત્મઘાતી સમજી રહ્યા છે. કારણ કે કેજરીવાલ ના આ પગલના કારણે ભાજપ અને કોંગ્રેસને સરળતા થશે કે કોને ટિકિટ આપવી અને કોને ના આપવી.
આમ આદમી પાર્ટી દ્વારા ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા બાદ ભાજપ દ્વારા ૫૭ ઉમેદવારોનું પ્રથમ લીસ્ટ જાહેર કરવામાં આવ્યું છે અને ત્યારબાદ કોંગ્રેસ દ્વારા પણ ઉમેદવારોનું પ્રથમ લિસ્ટ જાહેર કરવામાં આવ્યું જેમાં ૫૪ જેટલા ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા છે. બાકીનું લિસ્ટ આજે આવી જશે તેવું માનવામાં આવી રહ્યું છે. જો કે અરવિંદ કેજરીવાલ દ્વારા મુકવામાં આવેલા ઉમેદવારો મજબૂત તો છે જ પરંતુ ભાજપ અને કોંગ્રેસ દ્વારા ઉતારવામાં આવેલા ઉમેદવારો પણ કડી ટક્કર આપે તેમ છે. ભાજપનું લિસ્ટ જોઈએ તો આમ આદમી પાર્ટીને ઘણી જગ્યાએ મજબૂત ટક્કર મળી રહી છે. ભાજપ હાલની ૩ સીટ થી વધારે સીટ મેળવશે એ નક્કી છે.
કોંગ્રેસનું લિસ્ટ જોઈએ તો કોંગ્રેસ દ્વારા યુવાનોને વધારે મહત્વ આપ્યું છે. તેમાં પણ મહિલાઓને વધારે મહત્વ આપ્યું છે. જેમાં અલકા લાંબા, આકાંક્ષા ઓલા, શિવાની ચોપડા, રાધિકા ખેરા જેવા તેજ તરાર અને જમીનથી જોડાયેલી મહિલાઓને ટિકિટ આપીને કોંગ્રેસ દ્વારા કેજરીવાલનો ખેલ બગડવાનો માસ્ટરસ્ટ્રોક રમવામાં આવ્યો છે. આ માહિલા નેતાઓ પાર્ટીની પ્રવક્તા પણ રહી ચુકી છે. ગત વિધાનસભામાં કેજરીવાલ ની પાર્ટીને ૭૦ માંથી ૬૭ સીટ મળી હતી અને ભાજપને ૩ સીટ તો કોંગ્રેસને શૂન્ય સીટ મળી હતી પરંતુ આવખતે ચિત્ર બદલાઈ જશે એવું રાજકીય પંડિતો દ્વાર માનવામાં આવી રહ્યું છે.
રાજકીય પંડિતોની વાત માનીએ તો આવખતે ઉમેદવારોનું લિસ્ટ જોતા અરવિંદ કેજરીવાલ ની આમ આદમી પાર્ટીને ભાજપ અને કોંગ્રેસ બંને જબરદસ્ત ટક્કર આપી રહ્યા છે. ભાજપ પાસે ૩ સીટ છે જેમાં વધારો થઈ શકે છે તો કોંગ્રેસ પાસે શૂન્ય સીટ છે તો કોંગ્રેસ માટે જે મળે તે બોનસ સમાન છે. આ વખતની વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટી ફરીથી ૬૭ સીટ પર વિજય મેળવી શકશે નહીં પરંતુ તેમની સીટોમાં મોટો ઘટાડો જોવા મળી શકે છે અને તેનો ફાયદો ભાજપ કરતાં કોંગ્રેસને વધારે થઈ શકે છે કારણ કે કોંગ્રેસ પાસે હાલ એકપણ સીટ નથી.
ઉલ્લેખનીય છે કે, દિલ્લી વિધાનસભા ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ દ્વારા એડીચોટીનું જોર લગાવવામાં આવી રહ્યું છે. પરંતુ રાજનૈતિક પંડિતો દ્વારા એક વાત નક્કી માનવામાં આવે છે દિલ્લીમાં ફરીથી આમ આદમી પાર્ટીની સરકાર બની શકે છે પરંતુ કેજરીવાલ માની રહ્યા છે એટલી સીટો સાથે નહીં બને. જેનો મોટો ફાયદો કોંગ્રેસને મળી શકે છે અને કોંગ્રેસ ફરીથી દિલ્લીમાં મજબૂત બનવા જઈ રહી છે. લોકલ મુદ્દા સાથે શીલા દીક્ષિત દ્વારા દિલ્લી માટે કરવામાં આવેલા કામ અને “ફિરસે કોંગ્રેસ વાલી દિલ્લી” ના સ્લોગન સાથે કોંગ્રેસ મેદાનમાં છે. ભાજપ નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવેલા કામો સાથે મેદનમાં ઉતર્યું છે. પણ સામે મોંઘવારી અને બેરોજગારી મોટો મુદ્દો જે ભાજપને નડી શકે છે.