IndiaPolitics

ભાજપની આશા ઠગારી નીવડી! મોઢામાં આવેલો કોળિયો છીનવાયો!

રાજસ્થાનમાં સત્તા માટે સંગ્રામ રમાઈ રહ્યો છે ત્યારે આ લડાઈ હવે ચરમ સીમા પર આવી ગઈ છે. રાજસ્થાનમાં આ લડાઈ હવે મુખ્યમંત્રી બનામ ઉપમુખ્યમંત્રી થઈ ગઈ છે. એટલે કે મુખ્યમંત્રી અશોક ગેહલોત અને ઉપમુખ્યમંત્રી સચિન પાયલોટ બંને અમને સામને આવી ગયા છે. મધ્યપ્રદેશમાં જ્યોતિરાદિત્ય સિંધિયા તેમના 22 જેટલા ધારાસભ્યોને લઈને ભાજપમાં જોડાઈ જતાં 15 વર્ષના વનવાસ બાદ રાજ્યમાં પાછી ફરેલી કોંગ્રેસની કમલનાથ સરકાર પડી ગઈ હતી અને ભાજપની શિવરાજ સરકારે ફરીથી મુખ્યમંત્રી પદના શપથ લીધા હતા. બસ આવો જ ઘાટ રાજસ્થાનમાં સર્જાતા રાજસ્થાન ભાજપ ગેલમાં આવી ગયું હતું. રાજસ્થાન ભાજપ પ્રમુખ પણ આડકતરી રીતે સચિન પાયલોટ તરફી નિવેદન આપતાં હતા.

અશોક ગેહલોત, રાજ્યસભા, રાજ્યસભા ચૂંટણી, નરહરિ અમીન, ગુજરાત કોંગ્રેસ, gujarat congress
ફોટો સોશિયલ મીડિયા

સચિન પાઇલોટના સમર્થકો દ્વારા દાવો કરવામાં આવ્યો હતો કે સચિન પાઇલોટના સમર્થનમાં 30 જેટલા ધારાસભ્યો છે અને રાજસ્થાનની અશોક ગેહલોત સરકાર અલ્પમતમાં છે. ત્યારબાદ રાજસ્થાનમાં કોંગ્રેસ સરકારનું પતન થશે તેવા સમાચારો વહેતા થઈ ગયા હતા. અને ભાજપ મધ્યપ્રદેશ વાળી કરવાના મૂડમાં આવી ગયું હતું. પરંતુ સમય રહેતા કોંગ્રેસ સફાળી જાગી ગઈ હતી. રાજસ્થાનમાં મધ્યપ્રદેશ વાળી થાય તે પહેલાં હાઈકમાન્ડ જાગી ગયું અને રાતોરાત કોંગ્રેસ દ્વારા નેતાઓને રાજસ્થાન મોકલીને મામલો થાળે પાડવાનો પ્રયત્ન કર્યો હતો. જો કે અશોક ગેહલોત દ્વારા બાજી સંભાળી લેતા રાજસ્થાનમાં ભાજપની આશા ઠગારી નીવડી હતી.

કોંગ્રેસમાં મોટું ભંગાણ, રાજસ્થાન, અશોક ગેહલોત
ફોટો: સોસીયલ મીડિયા

તમામ ન્યુઝ મીડિયામાં રાજસ્થાન સરકાર પર સંકટના વાદળો અને સરકાર પાંચ વર્ષનો કાર્યકાળ પૂરો કર્યા વગર પડી જશે તેવી વાતો વહેતી થઈ ગઈ હતી. પરંતુ જાદુગરના કમાલે રાજસ્થાનમાં કોંગ્રેસ સરકાર પડતાં પડતાં બચાવી લીધી છે. અને આ જાદુગર બીજું કોઈ નહીં પરંતુ અશોક ગેહલોત જ છે. આજે અશોક ગેહલોત દ્વારા એક વ્હિપ જાહેર કરવામાં આવ્યો હતો અને તમામ ધારાસભ્યોને ઉપસ્થિત રહેવા જણાવ્યું હતું જેમાં 106 કરતાં વધારે ધારાસભ્યો હજાર રહ્યા હતાં એટલે સરકાર અલ્પમતમાં નથી અને હાલમાં સરકારને કોઈ ખતરો નથી. બીજી તરફ પ્રિયંકા ગાંધી, રાહુલ ગાંધી અને અન્ય સિનિયર નેતાઓ દ્વારા સચિન પાઇલોટને મનાવવાના પ્રયત્નો કરવામાં આવ્યા હતા પરંતુ સચિન પાયલોટ એકના બે ના થયા.

અશોક ગેહલોત, કોંગ્રેસમાં મોટું ભંગાણ, રાજસ્થાન
ફોટો સોશિયલ મીડિયા

અંતે જાદુગર અશોક ગેહલોત દ્વારા સચિન પાયલોટ સમેત બે બાગી ધારાસભ્યોને પદભાર મુક્ત કરવામાં આવ્યા હતા. સચિન પાયલોટને ઉપ મુખ્યમંત્રી પદે અને રાજસ્થાન કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ પદેથી મુક્ત કરવામાં આવ્યા હતા. ત્યારે ભાજપ ગેલમાં આવી ગયું હતું અને સરકાર રચવાના પ્રયત્નોમાં લાગી ગયું હતું પરંતુ ગેહલોત દ્વારા છેલ્લા ઘણા સમયથી આ વાતની જાણ હોવાના કારણે તમામ ધારાસભ્યોને વિશ્વાસમાં લઇ લેવામાં આવ્યા હતા જેના કારણે આજે રાજસ્થાનમાં મધ્યપ્રદેશ વાળી ના થઇ. અને ગેહલોત ફરી એકવાર જાદુગર સાબિત થયા. ગેહલોત દ્વારા સચિન પાયલોટ સમર્થકોને પણ પોતાની તરફ કરી લેવામાં આવ્યા હતા.

અશોક ગેહલોત, કોંગ્રેસમાં મોટું ભંગાણ, રાજસ્થાન
ફોટો સોશિયલ મીડિયા

સચિન પાયલોટ 30 ધારાસભ્યોનું સમર્થની વાત કરતાં હતાં પરંતુ તેમની પાસે માત્ર બે જ ધારાસભ્યોનું સમર્થન હતું બાકી તમામ ધારાસભ્યો અશોક ગેહલોતના સમર્થનમાં હાજર રહ્યા હતા. આ બનાવ બાદ ભાજપના ઉત્સાહમાં ઘટાડાઓ થયો હતો તો સરકાર બચી જતા કોંગ્રેસ કાર્યકરોમાં ઉત્સાહનો વધારો થયો હતો. અશોક ગેહલોત કુશળ રાજનીતિકાર છે અને તેઓને જાદુગર તરીકે પણ ઓળખવામાં આવે છે. કોંગ્રેસના સૌથી મજબૂત નેતા સાથે તેઓ એક મજબૂત રણનીતિકાર પણ છે. ગુજરાતમાં પણ તેમણે જાદુ દ્વારા કોંગ્રેસને બેઠી કરવામાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે.

અશોક ગેહલોત, રાજસ્થાન
ફોટો: સોસીયલ મીડિયા

ગુજરાત વિધાનસભામાં ચૂંટણી 2017માં અશોક ગેહલોત ગુજરાત કોંગ્રેસના પ્રભારી હતા અને તેમની રાજનૈતિક સૂઝબૂઝ અને રણનીતિ ને કારણે છેલ્લા 15-20 વર્ષમાં કોંગ્રેસ સૌથી વધારે બેઠક જીતી અને આટલાં વર્ષોમાં ભાજપ પહેલી વાર બે આંકડામાં સમાઈ ગઈ હતી. ત્યારથી અશોક ગેહલોત ભાજપને વધારે ખટકતા હતા. રાજસ્થાનમાં અશોક ગેહલોતના માસ્ટર પ્લાન ના કારણે સરકાર પડતાં પડતા બચી ગઈ અને ઘીના ઠામમાં ઘી ઢોળાયું. અશોક ગેહલોતને શોધીને રાજકારણમાં લાવનારા ખુદ ઇન્દિરા ગાંધી હતા. કોંગ્રેસમાં અશોક ગેહલોતને ગાંધી પરિવારના સૌથી નજીકના અને વિશ્વાસુ માનવામાં આવે છે.

આ પણ વાંચો

અહી ક્લિક કરીને વધારે Gujarati News માટે અમારા Facebook પેજ The Jansad ગુજરાતી ને ફોલો કરો

Related Articles

Back to top button
આજનું રાશિફળ!