IndiaLawPolitics

બાગેશ્વર ધામ ના ધીરેન્દ્ર શાસ્ત્રીની મુશ્કેલીમાં વધારો! ધીરેન્દ્ર શાસ્ત્રી સામે FIR નોંધવાની માંગણી!

બાગેશ્વર ધામ ના ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી વિરુદ્ધ મુંબઈની બાંદ્રા પોલીસમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. સાઈ બાબા અંગે આપેલા વિવાદાસ્પદ નિવેદનને કારણે આ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. બાગેશ્વર ધામના આચાર્ય ધીરેન્દ્ર શાસ્ત્રી ફરી એકવાર મુશ્કેલીમાં મુકાયા છે. શિરડીના સાંઈ બાબા પર તેમના નિવેદનને લઈને મુંબઈ પોલીસમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ફરિયાદમાં ધાર્મિક લાગણી દુભાવવા બદલ FIR નોંધવાની માંગ કરવામાં આવી છે.

શિવસેના (ઉદ્ધવ ઠાકરે જૂથ)ના નેતા રાહુલ કણાલે પોલીસને પત્ર લખીને બાગેશ્વર ધામના પીઠાધીશ્વર ધીરેન્દ્ર શાસ્ત્રી વિરુદ્ધ FIR નોંધવાની માંગ કરી છે. બાગેશ્વર ધામ ધીરેન્દ્ર શાસ્ત્રીએ સાંઈ બાબા વિશે કરેલી ટિપ્પણીથી શિવસેનાના નેતા નારાજ છે. બીજી તરફ મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસના નજીકના ગણાતા કેબિનેટ મંત્રી રાધાકૃષ્ણ વિખે પાટીલે પણ ધીરેન્દ્ર શાસ્ત્રીના નિવેદન સામે સખત વાંધો વ્યક્ત કર્યો છે. તેણે કહ્યું કે ‘તેમને (ધીરેન્દ્ર શાસ્ત્રી)ને બાબાને સવાલ કરવાનો શું અધિકાર છે?

જાણો શું છે વિવાદ?
ધીરેન્દ્ર શાસ્ત્રીએ પોતાના એક નિવેદનમાં કહ્યું છે કે ‘આપણા ધર્મના શંકરાચાર્યે સાઈ બાબાને દેવતાનું સ્થાન આપ્યું નથી. શંકરાચાર્યનું પાલન કરવું એ દરેક સનાતનીનો ધર્મ છે કારણ કે તેઓ આપણા ધર્મના પ્રધાન છે. કોઈ પણ સંત…પછી તે આપણા ધર્મના હોય કે અન્ય કોઈ…તે સંત, યુગપુરુષ અને કલ્પપુરુષ હોઈ શકે પણ ભગવાન નહીં.’ તેમણે કહ્યું હતું કે ‘સાઈ બાબા સંત બની શકે છે, ફકીર બની શકે છે પરંતુ ભગવાન ન બની શકે.

બાગેશ્વર ધામ સરકાર ના ધીરેન્દ્ર શાસ્ત્રી આ પહેલાં 0ણ વિવાદાસ્પદ નિવેદન આપી ચુક્યા છે અને પહેલાં પણ તેમના સામે વિરોધની લાગણીઓ ઉઠી ચુકી છે. પરંતુ આ વખતે વિરોધ વધારે ઘેરો બને તેવી શક્યતાઓ છે. કારણ કે સમગ્ર મહારાષ્ટ્ર જેમને માને છે પૂજે છે તેવા સાંઇ બાબા વિશે ધીરેન્દ્ર શાસ્ત્રીએ વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. અને હવે રાજકીય પાર્ટીઓ બાગેશ્વર ધામ ના ધીરેન્દ્ર શાસ્ત્રીના નિવેદન સામે લાલ આંખ કરી રહ્યા છે.

બાગેશ્વર ધામ ના ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી વિરુદ્ધ મુંબઈની બાંદ્રા પોલીસમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. સાઈ બાબા અંગે આપેલા વિવાદાસ્પદ નિવેદનને કારણે આ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. બાગેશ્વર ધામના આચાર્ય ધીરેન્દ્ર શાસ્ત્રી ફરી એકવાર મુશ્કેલીમાં મુકાયા છે. શિરડીના સાંઈ બાબા પર તેમના નિવેદનને લઈને મુંબઈ પોલીસમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ફરિયાદમાં ધાર્મિક લાગણી દુભાવવા બદલ FIR નોંધવાની માંગ કરવામાં આવી છે.

Related Articles

Back to top button
આજનું રાશિફળ!