IndiaPolitics

ચૂંટણી પહેલા કોંગ્રેસ ને મોટો ફટકો, કાર્યકારી અધ્યક્ષ જોડાયા ભાજપમાં જોડાયા!

સમગ્ર દેશમાં ચૂંટણીનું વાતાવરણ છે અને ચૂંટણી નજીક હોવાને કારણે પક્ષ બદલવાની મૌસમ આવી ગઈ છે. ભાજપ નેતાઓ કોંગ્રેસમાં, કોંગ્રેસ નેતાઓ ભાજપ માં ઉલતસુલટ ચાલતું થઈ ગયું છે. અતિમહત્વાકાંક્ષી નેતાઓ પક્ષ અદલ બદલ કરે છે. હિમાચલ પ્રદેશ વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હર્ષ મહાજન ભાજપમાં જોડાયા. આ દરમિયાન મહાજને કહ્યું કે કોંગ્રેસ આંધળી, દિશાહીન અને નેતાહીન બની ગઈ છે.

હર્ષ મહાજન કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલ અને રાષ્ટ્રીય મહાસચિવ વિનોદ તાવડેની હાજરીમાં બીજેપી હેડક્વાર્ટર ખાતે પાર્ટીમાં જોડાયા હતા. પૂર્વ મુખ્યમંત્રી વીરભદ્ર સિંહના નજીકના સાથી હર્ષ મહાજને હિમાચલ પ્રદેશમાં કોંગ્રેસ નેતૃત્વ પર પ્રહાર કરતા કહ્યું કે અહીં પણ દિલ્હી જેવું મા-દીકરાનું શાસન છે. તેમણે પત્રકારોને કહ્યું કે પૂર્વ મુખ્યમંત્રીના અવસાન બાદ કોંગ્રેસમાં કંઈ બચ્યું નથી. તેમણે ‘મજબૂત સરકાર’ પ્રદાન કરવા માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વની પ્રશંસા કરી.

કોંગ્રેસ હવે દિશાવિહીનઃ હર્ષ મહાજન ચાર દાયકાથી વધુ સમયથી કોંગ્રેસ સાથે હતા. મહાજને કહ્યું, “હું લગભગ 45 વર્ષ કોંગ્રેસ માં હતો અને આ સમયગાળા દરમિયાન એકપણ ચૂંટણી હારી નથી. જ્યાં સુધી વીરભદ્ર સિંહ હતા ત્યાં સુધી કોંગ્રેસ હતી અને હવે કોંગ્રેસ દિશાવિહીન બની ગઈ છે. પાયાના સ્તરે ન તો કોઈ વિઝન છે કે ન કોઈ કાર્યકર્તા. તેથી તેમણે પાર્ટી છોડવાનો નિર્ણય લીધો છે. ભાજપમાં જોડાયા બાદ હર્ષ મહાજન જેપી નડ્ડાને મળવા આવ્યા હતા અને તેમની સાથે પીયૂષ ગોયલ પણ હાજર હતા. આ દરમિયાન જેપી નડ્ડાએ હર્ષ મહાજનનું ભાજપમાં સ્વાગત કર્યું અને ભાજપનું ખેસ પહેરાવ્યું.

દરમિયાન કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલે કહ્યું કે આ વર્ષના અંતમાં યોજાનારી ચૂંટણી બાદ ભાજપ હિમાચલ પ્રદેશમાં સત્તા જાળવી રાખીને ઈતિહાસ રચશે. મહાજનનું સ્વાગત કરતા ગોયલે કહ્યું કે તેઓ કોંગ્રેસમાં મહત્વપૂર્ણ હોદ્દા પર રહ્યા છે અને સ્વચ્છ છબી ધરાવે છે. તેમણે દાવો કર્યો કે રાજ્યમાં ફરીથી ભાજપની સરકાર બનશે. ચંબાથી ત્રણ વખત ધારાસભ્યઃ હર્ષ મહાજન 1993થી 2007 સુધી ત્રણ વખત ચંબા વિધાનસભા ક્ષેત્રમાંથી ધારાસભ્ય રહ્યા હતા.

2007થી મહાજને પૂર્વ મુખ્યમંત્રી સ્વર્ગસ્થ વીરભદ્ર સિંહની ચૂંટણીઓ સંભાળી છે. 1993માં પહેલીવાર ધારાસભ્ય બનેલા મહાજન તત્કાલીન સરકારમાં મુખ્ય સંસદીય સચિવ હતા. તેઓ 1986 થી 1996 સુધી પ્રદેશ યુવા કોંગ્રેસના પ્રમુખ હતા. તેઓ 1998માં પ્રદેશ કોંગ્રેસના મુખ્ય દંડક તરીકે ચૂંટાયા હતા. હર્ષ મહાજનને 2003માં કેબિનેટ મંત્રી બનાવવામાં આવ્યા હતા છતાં પણ અતિમહત્વાકાંક્ષા ને કારણે તેમણે પક્ષ બદલ્યો.

આ પણ વાંચો:

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ જનસદ ગુજરાતી ન્યૂઝ The Jansad સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Related Articles

Back to top button
આજનું રાશિફળ!