IndiaPolitics

અમિત શાહ મમતા બેનર્જી આમને સામને! શાહની મામતાને ચેતવણી! ગરમાયુ રાજકારણ! જાણો!

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા બંગાળ અને બિહારમાં ફોક્સ વધારી દેવામાં આવ્યું છે. અમિત શાહ દ્વારા બિહાર અને ઓડિશા બાદ પશ્ચિમ બંગાળમાં જનસંવાદ રેલીને સંબોધન કરી હતી. ભાજપ દ્વારા પ્રથમ વખત વર્ચ્યુઅલ રેલી દ્વારા ચૂંટણી પ્રચાર શરૂ કરવામાં આવ્યો છે. અમિત શાહ દ્વાર બિહાર, ઓડિશા બાદ બંગાળમાં યોજવામાં આવેલી રેલી પણ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા દિલ્હીથી યોજવામાં આવી રહી હતી. અમિત શાહ અને ભાજપ જાણે છે કે તેમના માટે બંગાળ કેટલું મહત્વ ધરાવે છે. બંગાળમાં ભાજપને મજબૂત બનાવવા માટે અમિત શાહ દિવસ રાત એક કરી રહ્યા છે.

અમિત શાહ
ફોટો સોશિયલ મીડિયા

લોકસભા ચૂંટણીમાં ભાજપે બંગાળમાં અત્યાર સુંધીનું સૌથી શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું હતું. જે બાદ હવે બંગાળમાં વિધાનસભા ચૂંટણીઓ આવી રહી છે જેમાં ભાજપ સત્તા મેળવવાનું સ્વપ્ન જોઈ રહી છે. જે સાકાર કરવા માટે અમિત શાહ દ્વારા બંગાળ પર ફોકસ વધારી દેવામાં આવ્યું છે. રાજકીય રીતે બંગાળ ભાજપ માટે અતિ મહત્વનું છે. અમિત શાહે બંગાળમાં વીડિયો કોન્ફ્રરન્સના માધ્યમ દ્વારા યોજેલી રેલીમાં જણાવ્યું હતું કે, બંગાળમાં લોકસભાની 42માંથી જે 18 સીટો જીતી છે, તે તેમના માટે સૌથી મહત્વપૂર્ણ છે. અને આગામી વિધાનસભા ચૂંટણીમાં પણ ભાજપ બંગાળમાં સત્તા પર આવશે.

ભાજપના ચાણક્ય, અમિત શાહ
ફોટો સોશિયલ મીડિયા

રેલીની શરૂઆતમાં અમિત શાહ દ્વારા કોરોના મહામારી અને એમ્ફાન વાવાઝોડાના કારણે મૃત્યુ પામેલા લોકો માટે પ્રાર્થના કરતાં કહ્યું હતું કે, કોવિડ અને એમ્ફાન વાવાઝોડાના કારણે જે પણ લોકોના જીવ ગયા છે, તેમના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરૂ છું. અમિત શાહે કહ્યું હતું કે, હું બંગાળની જનતાને કહેવા માગુ છુ કે, ભલે ભાજપને દેશભરમાં 303 સીટ મળી હોય પણ અમારા માટે અને મારા જેવા કાર્યકર્તા માટે સૌથી મહત્વપૂર્ણ છે બંગાળની 18 સીટ. કેન્દ્રીય યોજનાઓ પર રાજનીતિ કરવાના આરોપ સાથે અમિત શાહે જણાવ્યું હતું કે, મમતા બેનર્જીને લલકાર આપું છું. રાજનીતિ કરવા માટે અનેક મેદાન હોય છે, તમે નક્કી કરી લ્યો, બે બે હાથ થઈ જાય.

અમિત શાહ
ફોટો સોશિયલ મીડિયા

અમિત શાહે જણાવ્યું હતું કે, બંગાળમાં સત્તા બદલાશે અને શપથના એક મિનિટમાં આયુષ્માન ભારત યોજના બંગાળમાં લાગુ થઈ જશે. અમે અહીંયા સોનાર બંગાળ બનાવવા માટે આવ્યા છીએ. આમારી પાર્ટી 10-10 વર્ષ સુધી સત્તામાં બેસીને બીજી પાર્ટી પર આરોપ લગાવનારી પાર્ટી નથી. અમે સત્તા મળતાની સાથે પરિવર્તન લાવવામાં વિશ્વાસ રાખીએ છીએ. અમે પ્રવાસી મજૂરો માટે ટ્રેન દોડાવી તેને શ્રમિક ટ્રેન નામ આપ્યુ, પણ મમતા બેનર્જીએ આ ટ્રેનને કોરોના એક્સપ્રેસ કહીને તમામ મજૂરોનું અપમાન કર્યુ, શાહે કહ્યું કે મજૂરોની આ જ ગાડી મમતા દીદીને બહાર કરી દેશે.

અમિત શાહ
ફોટો સોશિયલ મીડિયા

અમિત શાહે આગળ જણાવ્યું હતું કે, 2014થી 100થી પણ વધારે ભાજપના કાર્યકર્તાઓએ સંઘર્ષ કરતા કરતા પોતાનાો જીવ ખોયો છે. હું તેમના પરિવારને સલામ કરુ છુ.જ્યારે પણ બંગાળની અંદર પરિવર્તનનો ઈતિહાસ લખાશે આ કાર્યકર્તાઓના નામ તેમા લખાશે. અમિત શાહના આરોપ સામે ટીએમસીના નેતા અને મુખ્યમંત્રી મમતા બેનર્જીએ અમિત શાહને જવાબ આપતાં જણાવ્યું કે અમિત શાહ કોરોના મહામારી અને એમ્ફાલ વાવાઝોડા મુદ્દે રાજકારણ કરી રહ્યા છે. બંગાળમાં સરકાર દ્વારા ઉઠાવવામાં આવેલા પગલાંઓને કેન્દ્ર સરકાર અવગણી શકે નહીં. બંગાળ દરેક મોરચે સફળ છે.

અમિત શાહ
ફોટો સોશિયલ મીડિયા

ભાજપ દ્વારા બંગાળ વિધાનસભા ચૂંટણી પહેલા બંગાળમાં 1000 વર્ચુઅલ રેલી કરવાની યોજના બનાવેલી છે. આગામી સમયમાં બંગાળની 294 બેઠકો પર વિધાનસભા ચૂંટણીઓ યોજાવા જાઇ રહી છે. બંગાળમાં ગત વર્ષે યોજાયેલી લોકસભા ચૂંટણીમાં ભાજપને 18 અને સત્તાધારી તૃણમૂલ કોંગ્રેસને 22 બેઠકો મળી હતી. ભાજપ દ્વારા અત્યાર સુંધીનું સૌથી શ્રેષ્ઠ પ્રદર્શન માનવામાં આવે છે અને ભાજપને આશા છે કે રાજ્યની આગામી વિધાનસભામાં સત્તાધારી પક્ષ તૃણમૂલ કોંગ્રેસને હરાવીને ભાજપ સત્તામાં આવશે. જેના અંતર્ગત અમિત શાહ દ્વારા બંગાળ પર ફોકસ વધારી દેવામાં આવ્યું છે.

અહી ક્લિક કરીને વધારે Gujarati News માટે અમારા Facebook પેજ The Jansad ગુજરાતી ને ફોલો કરો

Related Articles

Back to top button
આજનું રાશિફળ!