IndiaPolitics

બંગાળમાં અમિત શાહ બોલાવશે મોટો સપાટો! મમતાને પડશે મોટો ફટકો!

ભારતીય જનતા પાર્ટી અત્યારે લોકસભા પહેલાં દરેક રાજ્યમાં પોતાની સરકાર ઈચ્છી રહી છે. જ્યાં ચૂંટણી આવે ત્યાં ચૂંટણી જીતીને અને જ્યાં અન્ય શામ દામ દંડ ભેદની નીતિરીતિ આપનાવવી પડેતો એવી રીતે પણ લોકસભા પહેલાં દરેક રાજ્યોમાં પોતાનો દબદબો હોય એવું ઈચ્છી રહી હોય એમ લાગી રહ્યું છે. ભાજપ માટે સૌથી અઘરું કોઈ રાજ્ય હોય તો તે છે બંગાળ. બંગાળમ લોકસભા ચૂંટણીમાં ખુદ અમિત શાહ દ્વારા ભાજપ ની કમાન સંભાળવામાં આવી હતી છતાં પણ 18 લોકસભા બેઠક મળી હતી.

અમિત શાહ
ફોટો સોશિયલ મીડિયા

હવે ભાજપ નું ફોક્સ બંગાળ જીતવાનું છે એટલે બંગાળના નેતાઓને બંગાળમ વિશેષ જવાબદારીઓ આપવામાં આવી છે. આજ જવાબદારી હેઠળ મિથુન ચક્રવર્તી બંગાળ પહોંચ્યા છે. ભાજપના નેતા અને અભિનેતા મિથુન ચક્રવર્તીએ ફરી એકવાર દાવો કર્યો છે કે TMCના 21 ધારાસભ્યો તેમના સંપર્કમાં છે. દુર્ગા પૂજા પહેલા કોલકાતા પહોંચેલા મિથુને શનિવારે બીજેપી ઓફિસમાં પ્રેસ કોન્ફરન્સ કરી હતી. તેમણે પત્રકારો સામે દાવો કર્યો, “TMCના 21 ધારાસભ્યો હજુ પણ મારા સંપર્કમાં છે, મેં આ પહેલા પણ કહ્યું હતું અને ફરી કહું છું. હું મારા શબ્દ પર અડગ છું. બસ સમયની રાહ જુઓ.”

અમિત શાહ, મમતા બેનરજી
ફોટો સોશિયલ મીડિયા

મિથુને ટીએમસીના નેતાઓને ભાજપમાં જોડાવવામાં આવી રહેલી મુશ્કેલીઓ વિશે પણ જણાવ્યું. તેમણે કહ્યું, “હું પાર્ટીના વાંધાઓથી વાકેફ છું. ટીએમસીના નેતાઓને પાર્ટીમાં લેવા સામે વાંધો છે. ઘણા નેતાઓ કહે છે કે અમે સડેલા બટાકા નહીં લઈએ. મેં કહ્યું છે કે હું એ જ ભૂલનું પુનરાવર્તન નહીં કરું.” ગયા વર્ષે યોજાયેલી પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણી પહેલા ભાજપમાં સામેલ થયેલા મિથુને જુલાઈમાં એવો પણ દાવો કર્યો હતો કે સત્તારૂઢ તૃણમૂલ કોંગ્રેસના 38માંથી 21 ધારાસભ્યો તેમની સાથે સીધા સંપર્કમાં હતા.

અમિત શાહ, ભાજપ, બંગાળ
ફોટો: સોસીયલ મીડિયા

તમને જણાવી દઈએ કે, દુર્ગા પૂજામાં ભાજપે પશ્ચિમ બંગાળ માટે ખાસ પ્લાન બનાવ્યો છે. આ જ પ્લાનને પૂર્ણ કરવા માટે મિથુન ચક્રવર્તી કોલકાતા પહોંચી ગયા છે. પ્રેસ કોન્ફરન્સ દરમિયાન મિથુનની સાથે બીજેપી રાજ્ય એકમના અધ્યક્ષ સુકાંત મજુમદાર સહિત અનેક નેતાઓ હતા. પશ્ચિમ બંગાળ વિધાનસભામાં વિપક્ષના નેતા શુભેન્દુ અધિકારીએ દાવો કર્યો છે કે TMC તેનો પાંચ વર્ષનો કાર્યકાળ પૂર્ણ કરી શકશે નહીં. ભાજપને મુસ્લિમ વિરોધી ગણાવવા પર મિથુને કહ્યું, “ભાજપને મુસ્લિમ વિરોધી ગણાવવું એ માત્ર એક ષડયંત્ર છે, જ્યારે વાસ્તવમાં એવું કંઈ નથી.”

બંગાળ, અમિત શાહ, મમતા બેનરજી
ફોટો સોશિયલ મીડિયા

ટીએમસીએ ભાજપના નેતાઓના દાવાને નકારી કાઢ્યા છે, અને કહ્યું છે કે તેના નેતાઓ વેચાય એવા નથી. તૃણમૂલ કોંગ્રેસના પ્રદેશ મહાસચિવ કુણાલ ઘોષે ભાજપ પર વળતો પ્રહાર કરતા કહ્યું કે, આ પ્રકારનું નિવેદન લોકોને મૂર્ખ બનાવવાનો પ્રયાસ છે. તેને વાસ્તવિકતા સાથે કોઈ લેવાદેવા નથી. મને લાગે છે કે આવી ટીપ્પણીઓથી ભાજપમાં આંતરકલહ વધશે. ટીએમસીના ધારાસભ્યો ભાજપના નેતાઓની જેમ વેચાવાના નથી.

મમતા બેનરજી, ગૃહમંત્રી અમિત શાહ, અમિત શાહ,Amit Shah
ફોટો સોશિયલ મીડિયા

આ પણ વાંચો:

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ જનસદ ગુજરાતી ન્યૂઝ The Jansad સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Related Articles

Back to top button
આજનું રાશિફળ!