GujaratIndiaPolitics

ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ઝટકો! ભાજપને અત્યાર સુંધીનો સૌથી મોટો ફાયદો!

ગુજરાત વિધાનસભા ની ચૂંટણીને જૂજ દિવસો જ બાકી રહ્યા છે. ત્યારે દેશની રાષ્ટ્રીય પાર્ટીના રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં આટાફેરા વધી ગયા છે. દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ તો લગભગ લગભગ દર મહિને 2-3 વાર ગુજરાતનો પ્રવાસ ખેડી રહ્યા છે તો ભાજપ ના રાષ્ટ્રીય પ્રમુખ, ભાજપ ગુજરાત પ્રભારી, દેશના ગૃહમંત્રી અમિત શાહ અને પ્રધાનમંત્રી મોદી સહિતના અનેક નેતાઓ ગુજરાત વિધાનસભાની ચૂંટણી ને લઈને સતત ગુજરાત પ્રવાસ યોજી રહ્યા છે. ભાજપ આપ ની સક્રિયતા વધતાં કોંગ્રેસે પણ પોતાની સક્રિયતા વધારી દીધી છે. કોંગ્રેસ પ્રભારી તો ગુજરાતમાં જ ફુલટાઇમ એક્ટિવ થઈ ગયા છે. અને છેલ્લા છ સાત મહિનાઓથઈ સંગઠન મજબૂત કરવા મથી રહ્યા છે. પરંતુ પરિણામ અલગ જ છે.

ભરૂચ શહેરથી 19 કિમી દૂર આવેલા બાંબુસર ગામમાં યોજાયેલા કાર્યક્રમમાં ભાજપના મહાસચિવ દિગ્વિજય સિંહ ચુડાસમા, ભાજપ લઘુમતી પાંખના નેતાઓ સલીમ ખાન પઠાણ અને મુસ્તફા ખોડાએ ​​પણ હાજરી આપી હતી. ગુજરાતમાં કોંગ્રેસના ભૂતપૂર્વ ગઢ ગણાતા ભરૂચના વિવિધ ગામોના કોંગ્રેસના કાર્યકરો સહિત 300 થી વધુ મુસ્લિમો બુધવારે (20 સપ્ટેમ્બર) ભાજપમાં જોડાયા હતા. ભાજપના ધારાસભ્ય અરૂણસિંહ રાણાએ બાંબુસર ગામના સરપંચ ગુલામ પટેલ સહિત નવા સભ્યોનું ભાજપ ના ખેસ પહેરાવી સ્વાગત કર્યું હતું. ગુજરાત વિધાનસભા પહેલાં ભાજપ ને ફાયદો થયો છે.

ભરૂચ જિલ્લાના લગભગ એક ડઝન મુસ્લિમ બહુલ ગામોના 300 જેટલા મુસ્લિમો ભાજપમાં જોડાયા હતા. આ તમામ લોકોએ માત્ર ભાજપના ખેસ જ પહેર્યા નથી, પરંતુ તેમના ગામોના પ્રવેશદ્વાર પર ભાજપનો ઝંડો પણ લહેરાવ્યો છે. કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયેલા તમામ કાર્યકરોનું ભાજપના ધારાસભ્ય અરુણસિંહ રાણાએ સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે રાણાએ કહ્યું કે તેઓ ખુશ છે કે આ લોકોએ કોંગ્રેસ છોડીને ભાજપની નીતિ અને ઈરાદામાં વિશ્વાસ દર્શાવ્યો છે.

અરુણ સિંહ રાણાએ કહ્યું, “હું રોમાંચિત છું કે મુસ્લિમોએ ભાજપમાં જોડાવા માટે અમારો સંપર્ક કરવાનું શરૂ કર્યું છે. ભરૂચ કોંગ્રેસનો ગઢ હતો અને હવે લોકો વિકાસ ઈચ્છતા હોવાથી કોંગ્રેસ પક્ષ છોડી ભાજપમાં જોડાયા છે. ધારાસભ્ય અરુણસિંહ રાણાએ પોતે સ્વીકાર્યું કે હવે મુસ્લિમ બહુમતી ધરાવતા ગામો બાંબુસર, વાલેડિયા, વાલેજ, સેગવા, ખાન, છીફોણ, લુવારા, જનોદ સમરોદ, કોઠી ગામોમાં પણ ભાજપનો ઝંડો લગાવવામાં આવ્યો છે. આ તમામ ગામોના લોકો પણ હવે ભાજપના ‘સબકા સાથ સબકા વિકાસ અને સબકા વિશ્વાસ’ના સૂત્ર પર ભરોસો કરી રહ્યા છે.

ભરૂચ જિલ્લામાં પાંચ વિધાનસભા બેઠકો છે, વાગરા, ભરૂચ, અંકલેશ્વર, ઝઘડિયા અને જંબુસર, જેમાં કોઈ મુસ્લિમ પ્રતિનિધિ નથી. તે જ સમયે, ભરૂચ કોંગ્રેસના પ્રમુખ પરિમલ સિંહ રાણાએ જણાવ્યું હતું કે, “અમારી માહિતી મુજબ, જેઓ ભાજપમાં જોડાયા છે તેઓ કોંગ્રેસના કાર્યકરો છે. અમે એ જાણવાનો પ્રયાસ કરી રહ્યા છીએ કે તેની પાછળનું કારણ શું છે. અમે જિલ્લા કોંગ્રેસ સમિતિમાં એક ટીમ બનાવી છે જે કોંગ્રેસના કાર્યકરોના પ્રશ્નો સાંભળશે અને અમે કેટલાક ઉકેલો શોધી કાઢીશું.

રાણાએ કહ્યું કે જે લોકો ભાજપમાં જોડાયા છે તેમાં કહાન ગામના સરપંચ મુબારક બોદર, માચ ગામના પૂર્વ સરપંચ યાકુબ કાલા અને બાંબુસરના ડેપ્યુટી સરપંચ હાફિઝ ફરીદનો સમાવેશ થાય છે. તેમણે કહ્યું, “આ તમામ નેતાઓ તેમના સમર્થકો સાથે કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા છે. તેઓ લાંબા સમયથી કોંગ્રેસના મતદાર હતા. કોંગ્રેસના દિગ્ગજ નેતા અહમદ પટેલ હતાં ત્યાં સુંધી એમનો ગઢ સુરક્ષિત હતો પરંતુ હવે ભાજપે ત્યાં મોટી સેંધ મારી છે જે કોંગ્રેસને આગામી ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં નડી શકે છે.

ગુજરાત કોંગ્રેસ
ફોટો: સોશિયલ મીડિયા

આ પણ વાંચો:

મુખ્યમંત્રી રૂપાણી, પ્રધાનમંત્રી મોદી, PM Modi, CR Patil, Gujarat BJP
ફોટો સોશિયલ મીડિયા

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ જનસદ ગુજરાતી ન્યૂઝ The Jansad સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Related Articles

Back to top button
આજનું રાશિફળ!