India

નહીંતર આજે ભારત પણ ઇટલી હોત! જાણો કેવીરીતે રાજસ્થાન મોડેલે દેશ બચાવ્યો!

રાજસ્થાન ની રાજધાની જયપુરથી લગભગ 250 કિલોમીટર દૂર એક જિલ્લો છે ભીલવાડા. કોરોના સંક્રમણના સૌથી વધારે કેસ અહીંયા જ જોવા મળ્યા હતા. શરૂઆતમાં એવું લાગતું હતું કે આ ભારતનું ઇટલી બની જશે. 18 માર્ચ સુંધી અહીંયા કોરોના સંક્રમણના કોઈ કેસ નોહતા પણ 30 માર્ચ આવતાં સુંધી 26 જેટલા લોકોમાં કોરોના સંક્રમણ જોવા મળ્યું. ગેહલોત સરકાર સાથે સ્થાનિક વહીવટી તંત્ર તાત્કાલિક હલચલમાં આવી ગયું અને કરફ્યુ લગાવવાનો રિપોર્ટ મોકલ્યો સરકારની પાસે પણ કરફ્યુ સિવાય બીજો કોઈ જ રસ્તો નોહતો બચ્યો.

રાજસ્થાન, ડોનાલ્ડ ટ્રમ્પ,ચીન, china, April Fool Day, અમિત ચાવડા, ગુજરાત કોંગ્રેસ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ, હાર્દિક પટેલ, વિજય રૂપાણી, amit chavda, gujarat congress, gujarat congress president, hardik patel, vijay rupani, કોરોના, કોરોના વાયરસ, coronavirus
ફોટો સોશિયલ મીડિયા

પરંતુ સમય રહેતા કમ્યુનિટી ટ્રાન્સમિશન રોકવા માટે રાજસ્થાન સરકારે કેટલાક એવા પગલાં ભર્યા કે આજે એની ચારેબાજુ ચર્ચા થઈ રહી છે ખુદ પ્રધાનમંત્રી એ ભીલવાડા મોડલ વિશે વાત કરી અને લગભગ આખાય દેશમાં આ મોડલ લાગુ કરવામાં આવે તેવું બની શકે છે. આવો તો જાણીએ કોરોના સામે ભીલવાડા દેશનું મોડેલ કેવીરીતે બન્યું રાજ્ય સરકાર સાથે સાથે સ્થાનિક વહીવટી તંત્રના પગલાંને જેને લોકોને કોરોના મહામારીથી બચાવ્યું. ભીલવાડામાં 19 માર્ચ ના રોજ એક જ હોસ્પિટલમાં બે ડોક્ટર કોરોના સંક્રમણનો શિકાર બન્યા હતા. આ બંને ડોકટર લગભગ 6,000 જેટલા લોકોના સંપર્કમાં આવ્યા હતા. આ પછી સરકાર સાબદી થઈ ગઈ સ્થાનિક વહીવટી તંત્રને કામે લગાડ્યું.

રાજસ્થાન
ફોટો સોશિયલ મીડિયા

રાજસ્થાન ના ભીલવાડા જિલ્લામાં પહેલો કોરોના કેસ મળ્યા બાદ તાત્કાલીક કરફ્યુ લગાવવામાં આવ્યો. પહેલા જ દિવસે જિલ્લાની તમામ સીમાઓ સિલ કરી દેવામાં આવી. 14 જેટલા એન્ટ્રી પોઇન્ટ પર ચેકપોસ્ટ બનાવી દેવામાં આવી જેથી શહેરમાંથી કોઈ બહાર જાય નહીં કે બહારથી કોઈ અંદર આવે નહીં. રોડવેજ બસોનું સંચાલ સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવ્યું. પ્રાઇવેટ ગાડીઓ પર પણ પ્રતિબંધ લગાવવામાં આવ્યો. એ વિસ્તારોમાંમાં જ્યાં કોરોના સંક્રમિત કેસો મળ્યા છે ત્યાં આવનજાવન સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવી.

રાજસ્થાન
કલેકટર ભીલવાડા, ફોટો સોશિયલ મીડિયા

કોરોના સંક્રમણને કાબુમાં લેવા માટે અને કોરોના નો ચેપ ક્યાં કોના સુંધી પહોંચ્યો છે તે જાણવા માટે સ્ક્રીનીંગ કરવું આવશ્યક હતું. સ્ક્રીનીંગ માટે 2100 જેટલી ટિમ બનાવવામાં આવી જે રોજે રોજ હજારોની સંખ્યામાં સ્ક્રીનીંગ કરતી હતી. જે હજુ પણ ચાલુ છે. સર્વે પૂરો થયા બાદ ફરીથી રીસર્વે કરવામાં આવ્યો. જે કોરોના ચેન બ્રેક થાય ત્યાં સુંધી ચાલુ રહેશે. આમાં 1215 જેટલા લોકો શરદી-તાવ થી પીડિત મળ્યા. ભીલવાડાની લગભગ વસ્તી 28 લાખ જેટલી છે જેમાંથી હાલમાં 24 લાખ લોકોનું સ્ક્રીનીંગ થઈ ચૂક્યું છે. 6 હજાર ટિમો દ્વારા 24 લાખ લોકોનું સ્ક્રીનીંગ માત્ર 9 દિવસમાં પૂર્ણ કરવામાં આવ્યું હતું.

રાજસ્થાન
કલેકટર ભીલવાડા, ફોટો સોશિયલ મીડિયા

પહેલા કોરોના સંક્રમિત વ્યક્તિના સંપર્કમાં આવવા વાળા લોકોની એક યાદી તૈયાર કરવામાં આવી અને તેમના ઘરની બહાર ચોકી પહેરો કરવામાં આવ્યો. ભીલવાડામાં છેલ્લા 10 દિવસમાં 333 ટકા જેટલી ઝડપે કોરોના સંક્રમણ ફેલી રહ્યું હતું પરંતુ રાજ્ય સરકાર અને સ્થાનિક વહીવટી તંત્રની મહેનતના કારણે કોરોના સંક્રમણ પર કાબુ મેળવી લેવામાં આવ્યો હતો. કોરરોના ના સંક્રમિત લોકોના સંપર્કમાં આવેલા લોકોની યાદી તૈયાર કરવામાં આવી હતી અને તે યાદીના 600 જેટલા લોકોને કોરાંટાઇન કરવામાં આવ્યા. મોટી હોટલોને સરકારે પોતાના હસ્તક લઈ લીધી અને તેમાં આ લોકોની વ્યસ્થા કરવામાં આવી.

રાજસ્થાન, ચીન, ડોનાલ્ડ ટ્રમ્પ, કોરોના મહામારી, ગુજરાત, કોરોના, કોરોના વાયરસ, coronavirus, WHO, India, કોરોના મહામારી, china, ચીન
ફોટો સોશિયલ મીડિયા

આ ઉપરાંત લોકો પોતાના ઘરની બહાર ન નીકળે અને સંપૂર્ણપણે સોશિયલ ડિસ્ટસિંગનું પાલન થાય તે માટે કરફ્યુ લગાવવામાં આવ્યો હતો. લોકોને જીવન જરૂરીયાતની વસ્તુ પણ બહાર લેવા જવા માટે નીકળવા દેવામાં આવતા નોહતા. સરકાર અને સ્થાનિક વહીવટી તંત્ર ભીલવાડામાં કરફ્યુ સમયગાળા દરમિયાન લોકોને અગવડ ના પડે એટલે ફળ, શાકભાજી, રાશન વગેરે જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓની હોમ ડિલિવરી કરી રહી હતી. હાલમાં પણ જિલમાં 14 દિવાના કરફ્યુ બાદ 11 દિવસનો મહા કરફ્યુ લગાવવામાં આવ્યો છે પરંતુ લોકોને જીવન જરૂરિયાતી વસ્તુઓ ઘરે બેઠા પહોંચાડવામાં આવી રહી છે.

રાજસ્થાન મુખ્યમંત્રી અશોક ગેહલોતે જણાવ્યું

રાજસ્થાન, અશોક ગેહલોત
ફોટો: સોસીયલ મીડિયા

રાજસ્થાન માં કોરોના વાયરસન સંક્રમણનો પ્રથમ પોઝિટિવ કેસ મળ્યો ત્યારથીજ સમાજ, નેતાઓ, રિટાયર્ડ ડોકટરો, આર્મી, રેલવે, એરફોર્સ, CRPF, CISF, દૂરદર્શન, આકાશવાણીથી વાત કરવામાં આવી અને આ લડાઈ લડવાની પુરી તાકાત સાથે તૈયારી કરવામાં આવી. રાજસ્થાન ની વસ્તી લગભગ 7.5 કરોડ છે અમે અત્યાર સુંધી લગભગ 5 કરોડ કરતાં વધારે લોકોની સ્ક્રીનીંગ કરી નાખી છે. લગભગ 15,000 ટેસ્ટ કરી લીધા છે. એક લાખ બેડ ચિહીંત કરી દેવામાં આવ્યા છે. તેમજ ડોકટર નર્સ માટે 25કરોડ રૂપિયાનું ઇનસેન્ટિવ રાખવામાં આવ્યું છે. સ્વાઈન ફ્લુના સમયમાં બનાવવામાં આવેલી લેબનો અમને ફાયદો થયો.

રાજસ્થાન, અશોક ગેહલોત
ફોટો: સોસીયલ મીડિયા

દરેક સંભાગ મુખ્યલાય પર અમારી લેબ છે જેની ક્ષમતા વધારી દેવામાં આવી આનાથી લોકોમાં સરકાર પ્રત્યે અને આ રોગ સામે લડાઈ લડવાનો વિશ્વાસ જન્મ્યો. 27 હોસ્પિટલોના 1541 કોરાંટાઇન રૂમ, 22 હોસ્ટેલના લગભગ 12,000 કોરાંટાઇન રૂમ બનાવવાના આવ્યા. 25 બેડની 4 હોસ્પિટલોને આઇસોલેશનમાં બદલી નાખવામાં આવી. આજે પણ ત્યાં લગભગ 950 જેટલા લોકો કોરાંટાઇન છે. 7620 જેટલા લોકો હોમ કોરાંટાઇન છે જેમના પર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે. 1.11 કરોડ પરિવારોને રાશન આપવામાં આવી રહ્યું છે. જેમાં ગર્ભવતી મહિલાઓ માટે અલગ વ્યવસ્થા કરવામાં આવી છે. અમે રાજસ્થાનમાં કોઈને ભૂખ્યા નહીં રહેવા દઈએ. આમાં કેટલાક NGO સાથે સાથે ઘણા લોકો સાથ સહકાર આપી રહ્યા છે.

રાજસ્થાન, રાજ્યસભા ચૂંટણી, અશોક ગેહલોત
ફોટો: સોસીયલ મીડિયા

ઉલ્લેખનીય છે કે, જો રાજસ્થાન ના ભીલવાડામાં કોરોના સંક્રમણ પર કાબુ મેળવવામાં ના આવ્યો હોત તો આજે આખો દેશ ઇટલી બની ગયો હોત. કેન્દ્રની મોદી સરકારે પણ આ બાબતનું સંજ્ઞાન લઈને મુખ્યમંત્રી સાથે સજેશન અને વ્યૂહરચના અંગે વાત કરી, સમગ્ર દેશમાં જ્યાં કોરોના સંક્રમણના કેસો વધારે છે ત્યાં આ મોડેલ લાગુ કરવામાં આવી શકે છે. આ ઉપરાંત મુખ્યમંત્રી સાથેની વાતચીતમાં પ્રધાનમંત્રી મોદી દ્વારા આ મોડેલ અને આ લડાઈની સરાહના કરવામાં આવી. ટૂંક સમયમાં કેન્દ્ર સરકાર રાજ્યોને જ્યાં કોરોના સંક્રમણના વધારે કેસો છે ત્યાં આ મોડેલ લાગુ કરવાના આદેશ આપી શકે છે. અહી ક્લિક કરીને વધારે gujarati news માટે અમારા facebook પેજ Jansad ગુજરાતી ને ફોલો કરો

Related Articles

Back to top button
આજનું રાશિફળ!