દિલ્લી અને પંજાબમાં સત્તા કબ્જે કર્યા બાદ આમ આદમી પાર્ટીની નજર ગુજરાત પર છે. અને એટલે જ દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ વારંવાર ગુજરાતનો પ્રવાસ કરી રહ્યા છે. આમ આદમી પાર્ટીએ ન માત્ર ગુજરાત વિધાનસભા ચૂંટણી લડવાની જાહેરાત કરી છે પરંતુ કેટલીક બેઠકો પર તો ઉમેદવારો પણ જાહેર કરી નાખ્યા છે. અરવિંદ કેજરીવાલદ્વારા ગુજરાતમાં મજબૂત સંગઠન અને ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં મજબૂત પ્રદર્શનની આશા સાથે ગુજરાતના સતત આંટાફેરા કરી રહ્યા છે.
ગુજરાત વિધાનસભા ચૂંટણીની જાહેરાત આગામી 2જી નવેમ્બરે જાહેર થશે તેવું કહેવાય રહ્યું છે ત્યારે ગુજરાતની રાજકીય પાર્ટીઓ ચૂંટણી જંગ માટે મુરતિયા શોધી રહી છે. ભાજપ દ્વારા સમગ્ર ગુજરાતમાં 182 બેઠકો પર સેન્સ લેવાની પ્રક્રિયા શરૂ કરી દેવાઈ છે તો કોંગ્રેસ દ્વારા પણ લગભગ લગભગ ઉમેદવારોનું લિસ્ટ તૈયાર છે જે આગામી સકાયમાં જાહેર થઈ જશે. ત્યારે આમ આદમી પાર્ટી માં ઉમેદવારોનું લિસ્ટ જાહેર થયાં બાદ ભંગાણ પડ્યું છે. ઠેર ઠેર વિરોધ કરતા પોસ્ટરો લાગતાં રાજકીય ગરમાવો આવી ગયો છે.
કેજરીવાલ દ્વારા અત્યાર સુંધીમાં લગભગ 70 થી 80 જેટલા ઉમેદવારો જાહેર કરી દેવામાં આવ્યા છે. આમ આદમી પાર્ટી સૌથી પહેલી છે જેણે ગુજરાતમાં અન્ય પાર્ટીઓ કરતા પહેલા અને વહેલા ઉમેદવારો જાહેર કરી દીધા છે. પરંતુ ઉમેદવારો જાહેર કર્તાની સાથે જ આમ આદમી પાર્ટી કાર્યકરોમાં રોષનો માહોલ છે. આમ આદમી પાર્ટીનું ઉમેદવારોનું લિસ્ટ જાહેર થતાંની સાથે જ આમ આદમી પાર્ટીમાં ઠેર ઠેર પોસ્ટરો લાગ્યા છે અને ઉમેદવારોનો વિરોધ શરૂ થઈ ગયો છે. આ પહેલીવાર નથી આ પહેલાં પણ આમ આદમી પાર્ટીમાં ઉમેદવારોને લઈને ઘમાસાણ થઈ ચૂક્યું છે.
જણાવી દઈએ કે, કેજરીવાલ દ્વારા જાહેર કરવામાં આવેલા ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ઉમેદવારોના લિસ્ટ બાદ મોટું ઘમાસાણ મચી જવા પામ્યું છે. રાજકોટના ધોરાજીમાં આમ આદમી પાર્ટીના કાર્યકરોમાં ઘમાસાણ મચી જવા પામ્યું છે. ધોરાજીમાં ચારે બાજુ આમ આદમી પાર્ટી ના ઉમેદવાર વિરુદ્ધ પોસ્ટર લાગ્યા છે. પોસ્ટરમાં લખવામાં આવ્યું છે કે, આમ આદમી પાર્ટી કો બચાવો પાર્ટી કે દલાલો કો ભગાવો. અન્ય એક પોસ્ટરમાં લખ્યું છે કે, પાર્ટી ના કાર્યકરો અને હોદ્દેદારોની એક જ શુર આયાતી ઉમેદવાર ને કરો દુર.
ઉલ્લેખનીય છે કે, રાજકોટ જીલ્લાના ધોરાજીના ઉપલેટામાં વિધાનસભા બેઠક પર આમ આદમી પાર્ટીએ વિપુલ સખીયાને ટીકિટી આપી છે. બસ આજ મૂળ વિવાદનું કારણ છે. આમ આદમી પાર્ટીના કાર્યકરોમાં આ જ ઉમેદવાર વિરુદ્ધ પોસ્ટરો લાગ્યા છે ને રોષની લાગણી છે. પાર્ટી ના કાર્યકરો અને હોદ્દેદારોએ પોસ્ટરમાં લખ્યું છે કે કેજરીવાલ સાહેબ જીંદાબાદ ઉમેદવાર વિપુલ સખીયા મુર્દાબાદ. પરત8ના હોદ્દેદારો અને કાર્યકરો જ ઉમેદવાર વિરુદ્ધમાં ખુલ્લે આમ આવી ગયા છે જે આમ આદમી પાર્ટીમાં આંતરિક વિખવાદ દર્શાવે છે.
આ પણ વાંચો:
- હાર્દિક પટેલ અમિત શાહ વચ્ચે બેઠક! અમિત શાહ ના ઈશારે હાર્દિક પટેલ માટે થશે આ કામ??
- ધારાસભ્યોને ખરીદવાનો પ્રયાસ, મોટો ખુલાસો! ભાજપ પર મોટો આરોપ!
- પ્રધાનમંત્રી મોદી ને મોટો ઝટકો! હિમાચલમાં ભાજપને મોટું જોખમ!
- અરવિંદ કેજરીવાલ નિવેદન આપી ભરાયા! દાવો ખોટો નીકળ્યો! રાજકારણ ગરમાયું.
- ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈને પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી નું મોટું નિવેદન!
- ગુજરાત ચૂંટણી પહેલા અરવિંદ કેજરીવાલ ની મોદી શાહ ને મોટી અપીલ! રાજકારણ ગરમાયું
- ભાજપે ટિકિટ આપી અને 36 કલાકમાં છીનવી લીધી; ભાજપ નેતા એ કર્યો બળવો!
- કોંગ્રેસ ના ગઢમાં ભાજપ પાડશે મોટું ગાબડું! ગુજરાત ચૂંટણી પહેલા વ્યૂહરચના!
- ગુજરાત વિધાનસભા ચૂંટણી! ભાજપની લેન્ડસ્લાઇડ વિકટ્રીમાં આપ નાખશે રોડા! કોંગ્રેસને ફાયદો?
- ભાજપ માં ભંગાણ! ચૂંટણી પહેલા ભાજપને વધુ એક ફટકો, પૂર્વ સાંસદે પાર્ટી છોડી!
- મોટો રાજકીય ભૂકંપ! 22 ધારાસભ્યો ભાજપ માં જોડાશે! મોટો રાજનૈતિક વળાંક!
- અમિત શાહ ની મહારણનીતિ! કેજરીવાલ કોંગ્રેસ ભરશે પાણી! ગુજરાત માં રાજકીય પરિવર્તન
- પીએમના મિત્ર 70માં સફરજન ખરીદી 300માં વેચી ખેડૂતોનું શોષણ કરી રહ્યા છે
- ભાજપ ના મંત્રીએ મહિલાને જાહેરમાં થપ્પડ મારી! મહિલા ફરિયાદ લઈને આવી હતી.
- ગુજરાત વિધાનસભા ચૂંટણી! ગૃહમંત્રી અમિત શાહ એ આપી ચેતવણી!
- ચૂંટણી પહેલાં કોંગ્રેસને મોટો ઝટકો! ગૃહ મંત્રાલયે કરી મોટી કાર્યવાહી! રાજકારણ ગરમાયું!
- ‘જુમલા કિંગ’ ની ‘ઇવેન્ટબાઝી’ છે રોજગાર મેળો! પીએમ મોદી 16 કરોડ નોકરી ક્યારે આપશે?
- BJP સાંસદે પોતાની જ સરકાર પર નિશાન સાધ્યું! મોદી શાહ ની લાલ આંખ?
- ગુજરાત વિધાનસભામાં ભાજપ કોંગ્રેસને છે સૌથી મોટો આ ડર! ભાજપે બનાવી રણનીતિ
- ABP C-Voter Survey: ગુજરાત ની લડાઈમાં 12 દિવસમાં બદલાયું રાજકીય ચિત્ર! મોટું ઘમાસાણ!
- મલ્લિકાર્જુન ખડગે ભાજપનું ટેંશન વધારશે! કોંગ્રેસને થશે મોટા ફાયદા!
- અરવિંદ કેજરીવાલ ની પ્રધાનમંત્રી મોદીને મોટી ઓફર! ગુજરાતના રાજકારણમાં ઘમાસાણ!
5 Comments