ગુજરાત વિધાનસભા ચુંટણીઓ ગમે ત્યારે જાહેર થઈ જશે. સૂત્રો મુજબ ડિસેમ્બર સુંધીમાં નવી સરકાર નું ગઠન થઈ પણ જશે. પરંતુ જોવાનું એ રહ્યુ કે નવી સરકાર હશે કોની? ભાજપ 2/3 બહુમતીથી સરકાર બનાવવાની વાતો કરી રહી છે. આમ આદમી પાર્ટી કહે છે ગુજરાતમાં તેઓ પાતળી સરસાઈથી સરકાર બનાવશે તો કોંગ્રેસ કહે છે ગુજરાતમાં આ વખતે પરિવર્તનનો પવન ફૂંકાશે અને કોંગ્રેસ સત્તામાં આવશે. ગુજરાત વિધાનસભા ચુંટણીમાં ત્રિપંખીયો જંગ છે જે ભાજપ માટે સરકાર બનાવવા માટે એકદમ અઘરું છે.
ભાજપ નેતાઓના દાવા છે કે ભાજપ સરકાર બનાવશે, કોંગ્રેસ બીજા નંબર પર રહેશે અને આમ આદમી પાર્ટી માંડ માંડ 2 બેઠક જીતી શકે છે. પરંતુ જમીની હકીકત શું છે એ તો ચુંટણી થાય અને પરીણામ આવે પછી જ ખબર પડે કે કોણ કેટલામાં છે. બીજી તરફ કોંગ્રેસ મજબૂત થવા જઇ રહી છે અને ગુજરાત કોંગ્રેસમાં ખૂબ મોટું પરિવર્તન આવવા જઇ રહ્યું છે. ગુજરાત કોંગ્રેસમાં પૂર્વ સિનિયર નેતાની એન્ટ્રી થઈ શકે છે જેનાથી કોંગ્રેસ વધારે મજબૂત થઈ શકે છે.
જણાવી દઈએ કે, કોંગ્રેસમાં મોટું પરિવર્તન આવવા જઇ રહ્યું છે. ગુજરાતમાં છેલ્લા 27 વર્ષથી સત્તા માટે સંઘર્ષ કરતી કોંગ્રેસમાં મોટું પરિવર્તન આવવા જઇ રહ્યું છે. 27 વર્ષથી વિપક્ષમાં રહટી કોંગ્રેસ વર્ષ 2017 બાદમજબૂત બની ને ઉભરી આવી છે ત્યારે ફરીથી આ ચૂંટણીમાં કોંગ્રેસ 2017 કરતાં વધારે બેઠક મેળવવા અને સત્તા પરિવર્તનના સંકલ્પ સાથે મેદાન એ જંગ માં ઉતરી રહી છે. ત્યારે એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ગુજરાત કોંગ્રેસમાં પરિવર્તનનો પવન ફૂંકાઈ રહ્યો છે.
શંકરસિંહ વાઘેલા ફરી કોંગ્રેસનો હાથ થામી શકે છે. જણાવી દઈએ એ કે, કોંગ્રેસના પ્રવકતા મનીષ દોષી દ્વારા એક પત્રકાર પરિષદનું આયોજનનો પત્ર ફરી રહ્યો છે જેમાં કોંગ્રેસના પૂર્વ નેતા અને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા કોંગ્રેસ નેતા અર્જુન મોઢવાડીયા સાથે પ્રેસ કરવા જઈ રહ્યા છે. આવતી કાલે આ પ્રેસવાર્તા યોજાવા જઈ રહયા છે. આવતી કાલે સવારે 11:45 વાગે હોટલ વેસ્ટન્ડ, એલિસબ્રિજ, અમદાવાદ ખાતે બન્નેનેતાઓ એકસાથે પ્રેસવાર્તા કરશે. જે મોટા જોડાણના સંકેત આપી રહ્યા છે. જે ગુજરાતના રાજકારણમાં મોટું પરિવર્તન સમાન છે.
જો શંકરસિંહ વાઘેલા ફરીથી કોંગ્રેસ નો હાથ થામશે તો કોંગ્રેસને ફાયદો થાય શકે છે. શંકરસિંહ વાઘેલા ના સમર્થકો ઓછા નથી ગુજરાતના ખૂણે ખૂણે શંકરસિંહ વાઘેલાના સમર્થકો છે જેનો લાભ કોંગ્રેસને ફરીથી મળી શકે છે. વાઘેલા દ્વારા ગત ચુંટણી પહેલાં પહેલા કોંગ્રેસ માંથી વિરામ લીધો હતો અને કેટલાક સમય પહેલાં પણ કોંગ્રેસમાં જોડવવાના સંકેત આપ્યાં હતાં જે ફરીથી સંકેત મળી રહ્યા છે. આજે યોજાનારી પ્રેસવાર્તા બાદ જ સમગ્ર પિચર ક્લિયર થશે.