IndiaPolitics

ઉદ્ધવ સરકાર ના વળતાં પાણી! મોટો વિવાદ જન્મ્યો! મોટા ભંગાણની શક્યતા! જાણો!

મહારાષ્ટ્રમાં ગત વર્ષે જ ચુંટણી પૂર્ણ થઈ છે અને મહાડ્રામા બાદ મહારાષ્ટ્રમાં શિવસેના એનસીપી કોંગ્રેસની મહા વિકાસ આઘાડીએ સરકાર બનાવી છે. ભાજપ દ્વારા પણ આ ત્રિપુટીને તોડવાના અથાગ પ્રયત્નો થયા પરંતુ શરદ પવાર મજબૂત દીવાલ બનીને ઉભા રહયા હતા એટલે આ ત્રિપુટી ટકી શકી છે. મહારાષ્ટ્રમાં સરકારનું ગઠન થયા પહેલાથી વિવાદોની હારમાળા સર્જાયેલી છે. ઉદ્ધવ સરકાર નું કેબિનેટ વિસ્તરણ થયું ત્યારે શિવસેના સામે ભાજપ નહીં પરંતુ પોતાના જ ધારાસભ્યોએ બાંયો ચડાઈ હતી.

ઉદ્ધવ સરકાર
ફોટો: સોસીયલ મીડિયા

મહારાષ્ટ્રમાં ઉદ્ધવ સરકાર મંત્રી પરિષદનું પહેલું વિસ્તરણ વિવાદોથી ઘેરાયેલી રહ્યું હતું. મહારાષ્ટ્ર વિકાસ અઘાડીનાં ત્રણેય પક્ષોમાં અંદારો અંદર ખેંચતાણ શરૂ થઈ ગઈ હતી. કોંગ્રેસમાં પહેલાથી અસંતોષ હતો જ્યારે શિવસેનામાં અસંતોસ ખુલેઆમ બહાર આવી રહ્યો હતો. શિવસેનાના કેટલાક મોટા નેતાઓ મંત્રી પદ ના મળવાને કારણે પાર્ટીથી નારાજ દેખાઈ રહ્યા હતા. સૂત્રોના જણાવ્યા મુજબ લગભગ 12 જેટલા ધારાસભ્યો શિવસેના હાઇકમાન્ડથી નારાજ હતા અને પાર્ટી પણ છોડવાના સંકેત આપ્યા હતા. પરંતુ એનસીપી સુપ્રીમો શરદ પવારે મધ્યસ્થી કરતાં મામલો માંડ માંડ થાળે પડ્યો હતો.

મહા વિકાસ અઘાડી
ફોટો સોશિયલ મીડિયા

પણ મહારાષ્ટ્રની ઉદ્ધવ સરકાર માં એક સાંધે ત્યાં તેર તૂટેની પરિસ્થિતિ છે. હજુ પણ આંતરિક ખેંચતાણ એકદમ શાંત થઈ નથી. પરંતુ આ વખતે તો મોટી ખેંચતાણ સામે આવી રહી છે. આ વખતે ખુદ સંકટમોચક જ નારાજ થયા છે. એટલે કે દર વખતે મહાવિકાસ આઘાડીમાં લાગેલી આગને શાંત કરતી વ્યક્તિ જ નારાજ થઈ છે અને આ વ્યક્તિ બીજી કોઈ નહીં ખુદ એનસીપી સુપ્રીમો શરદ પવાર છે. ઉદ્ધવ સરકારના નિર્ણયે શરદ પવારને નારાજ કર્યા છે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે એવો નિર્ણય લીધો છે જેનો કોંગ્રેસ અને એનસીપી અધ્યક્ષ શરદ પવાર જોરશોરથી વિરોધ કરતાં આવ્યા છે.

ઉદ્ધવ સરકાર
ફોટો: સોસીયલ મીડિયા

વાત એમ છે કે, શરદ પવાર ઘણા સમયથી ભીમા કોરેગાંવ હિંસાની તપાસ રાષ્ટ્રીય તપાસ એજન્સી (એનઆઈએ)ને સોંપવાનો વિરોધ કરતાં આવ્યા છે. મહારાષ્ટ્ર સરકાર આ બાબતે કોઈ નિર્ણય લે તે પહેલાં જ કેન્દ્ર સરકારે આ મામલે તપાસ એનઆઈએ ને સોંપી દીધી હતી આ બાબતે ગત મહિને શરદ પવાર ગુસ્સે ભરાયા હતા અને કેન્દ્ર સરકાર સામે આરોપ લગાવ્યો હતો કે, “કેન્દ્ર સરકારે સત્ય ઉજાગર થવાના ડરથી ભીમા-કોરેગાંવ હિંસા કેસની તપાસ એનઆઈએને સોંપી છે. અન્યાય વિરૂદ્ધ બોલવું નક્સલવાદ નથી. મારા મતે સરકારને ડર છે કે તેનો ભાંડો ફૂટી જશે.”

ઉદ્ધવ સરકાર
ફોટો: સોસીયલ મીડિયા

આ બાબતે ગત મહિને ઉદ્ધવ સરકાર પણ શરદ પવારનો સાથ આપ્યો હતો અને કેન્દ્ર સરકારના નિર્ણયનો વિરોધ કર્યો હતો અને રાજ્યના ગૃહમંત્રી અનિલ દેશમુખે કેન્દ્ર સરકારના આ પગલાને અયોગ્ય ગણાવી તેના વિરૂધ કોર્ટમાં જવાની વાત કરી હતી. પરંતુ હવે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ ભીમા કોરેગાંવ કેસની તપાસ એનઆઈએને સોંપવાના કેન્દ્ર સરકારના નિર્ણય પર મહોર મારીને મંજૂરી આપી દીધી છે. મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેના આ નિર્ણય બાબતે ગૃહમંત્રી અનિલ દેશમુખે કહ્યું હતું કે, આખરે અંતિમ નિર્ણય તો મુખ્યમંત્રીનો જ હોય છે. સુત્રોના જણાવ્યા મુજબ ઉદ્ધવ સરકારના આ નિર્નયને એનસીપી પ્રમુખ શરદ પવારે ખોટો નિર્ણય ગણાવ્યો છે.

મહા વિકાસ અઘાડી
ફોટો સોશિયલ મીડિયા

ઉલ્લેખનીય છે કે, ઉદ્ધવ સરકાર માં સબ સલામતની વાતો થાય છે પરંતુ સબ સલામત હોય એવું લાગી રહ્યું નથી. જે શરદ પવાર મહારાષ્ટ્રની મહા વિકાસ આઘાડી સરકાર માટે સંકટ મોચક બનીને સરકારની રક્ષા કરતાં આવ્યા છે દરેક વિવાદને થાળે પડતા આવ્યા છે તે જ હવે નારાજ છે. પરંતુ શરદ પવારને સમજી શકવા એ ખૂબ અઘરું કામ છે આમાં પણ તેમની કોઈ રાજકીય ચાલ હોઈ શકે છે અથવા આ નારાજગી હકીકત પણ હોઈ શકે છે. પરંતુ હાલ આ બાબતે મહારાષ્ટ્રનું રાજકારણ ગરમાયુ છે. એનસીપી અને કોંગ્રેસ બંને ઉદ્ધવ સરકારના આ પગલાં બાબતે હાલ તો નારાજ જણાઇ રહ્યાં છે.

Related Articles

Back to top button
આજનું રાશિફળ!