GujaratIndiaPolitics

રૂપાણી સરકાર ની મુશ્કેલીમાં વધારો! ગુનાહિત બેદરકારી બદલ થશે હાઇકોર્ટમાં રીટ! જાણો!

કોરોના વાયરસની મહામારીના કારણે રાજ્ય, દેશ સહિત સમગ્ર વિશ્વની આર્થિક પરિસ્થિતિ કફોડી બની છે ત્યારે આ પરિસ્થિતિ બાબતે ગુજરાત કોંગ્રેસ અધ્યક્ષ અમિત ચાવડાએ પોતાની પ્રતિક્રિયા આપતાં રૂપાણી સરકાર ઉપર ગંભીર આક્ષેપો કર્યા. તેઓએ કહ્યું કે, કોરોના વાયરસની મહામારી ના કારણે ગુજરાત ભારત દેશ અને વિશ્વ તમામ રીતે ખૂબ હેરાન પરેશાન છે અને આર્થિક રીતે પાયમાલીનો ભોગ બન્યા છે ત્યારે તેના મૂળમાં જઈએ તો 31 ડિસેમ્બર ના રોજ ચીનમાં પહેલી વખત એક અજાણ્યા વાયરસ તરીકે આની નોંધ લેવામાં આવી અને ત્યાર પછી WHO ની સૂચનાથી ભારત દેશમાં 21 જાન્યુઆરીથી દેશના 7 ઍરપોર્ટ પર ચીનથી આવનારા પેસેન્જરોનું મેડિકલ ચેકઅપ અને સ્ક્રીનીંગની શરૂઆત કરવામાં આવી.

રૂપાણી સરકાર, અર્ણવ ગોસ્વામી, અમિત ચાવડા, ગુજરાત કોંગ્રેસ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ, હાર્દિક પટેલ, વિજય રૂપાણી, amit chavda, gujarat congress, gujarat congress president, hardik patel, vijay rupani, અલ્પેશ ઠાકોર
ફોટો: સોસીયલ મીડિયા

ધીમે ધીમે ઍરપોર્ટની સંખ્યા વધારીને 20 કરવામાં આવી અને ત્યારપછી ધીમે ધીમે દેશોનો પણ વધારો કર્યો પહેલા ચીનથી આવનારા પસેનેજરનું જ સ્ક્રીનીંગ થતું હતું ત્યારપછી થાઈલેન્ડ, હોંગકોંગ, સિંગાપુર, મલેશિયા, સાઉથકોરિયા, જાપાન ઇન્ડોનેશિયા આવા અનેક દેશોમાંથી આવતાં પેસેન્જરોનું સ્ક્રીનીંગ મેડિકલ ચેકઅપની કરવાની શરૂઆત કરવામાં આવી. 30મી જાન્યુઆરીના રોજ WHO એ પણ આને ઇન્ટરનેશનલ હેલ્થ ઇમરજન્સી તરીકે જાહેર કર્યું અને અમેરિકાએ પણ 31મી જાન્યુઆરીએ પોતાના દેશમાં પણ હેલ્થ ઇમર્જનસીની જાહેરાત કરી. આ સાથે ભારત દેશમાં પણ 30 જાન્યુઆરી પહેલો કેસ કેરાલામાં ધ્યાનમાં આવી ચુક્યો હતો. અને ત્યાર પછી ફેબ્રુઆરીના પ્રથમ સપ્તાહમાં કેરાલામાં બીજા બે પોઝિટિવ કેસ પણ સામે આવ્યા હતા.

રોગની ગંભીરતાની જાણકારી હતી

રૂપાણી સરકાર, DK Shivakumar, કોરોના, corona, કોરોના મહામારી, રાહુલ ગાંધી, rahul gandhi
ફોટો સોશિયલ મીડિયા WHO

આપણાં દેશના 324 લોકોને જે ચીનમાં ફસાયા હતા તેમને 1લી ફેબ્રુઆરીએ ભારત સરકાર દ્વારા એરઇન્ડિયાના વિમાન મારફતે ભારત પરત લાવવામાં આવ્યા એજ રીતે 2જી ફેબ્રુઆરીએ ફરી બીજા 323 લોકોને ભારત સરકાર ચીન માંથી પાછા ઇન્ડિયામાં લાવ્યા હતા. કહેવાનો મતલબ કે જાન્યુઆરીની શરૂઆતથી ભારત સરકારને WHO ની સૂચનાથી આ રોગની ગંભીરતા અને તેની તીવ્રતાની અને એની આવનારા સમયમાં પડનારી અસરોની સંપુર્ણ માહિતી હતી અને એના જ કારણે 7મી ફેબ્રુઆરી એ ભારત દેશના આરોગ્ય મંત્રી ડૉ.હર્ષવર્ધન દ્વારા દેશની પાર્લામેન્ટમાં આ બાબતની સંપૂર્ણ માહિતી આપવામાં આવી રોગની તીવ્રતા તેની અસરો અને આવનારા સમયમાં શું પરિસ્થિતિ થશે તેની માહિતી વિગતવા દેશની પાર્લામેન્ટમાં આપવામાં આવી હતી.

ભાજપે રાજકીય લાભ ઉઠાવ્યો

રૂપાણી સરકાર, ગુજરાત, કોરોના, કોરોના વાયરસ, coronavirus, WHO, India, કોરોના મહામારી
ફોટો સોશિયલ મીડિયા

WHO એ વલ્ડ વાઈડ હેલ્થ એડવાયઝરી બહાર પાડી હતી તેમાં સ્પષ્ટ જણાવ્યું હતું કે, આ રોગ માનવથી માનવને ફેલાય છે એટલે એક બીજાને મળવાથી પણ આ રોગ થાય છે. એટલે કોઈ જગ્યાએ સામુહિક મેળાવડા ના કરવા, કોમ્યુનિટી ટ્રેનસફોર્મેશન થાય તેવા કાર્યક્રમો ના કરવા તેમજ આ રોગની કોઈ દવા શોધાઈ નથી માટે આ રોગ વધારે ના પ્રસરે એટલે પ્રીકોશનના પગલાં લેવા. 11 ફેબ્રુઆરી એ who એ આ વાયરસને કોવિડ19 એક ઓફિશિયલ નામ આપ્યું અને આખી દુનિયાને એની ગંભીરતા વિશે ખૂબ ચેતવ્યા તેમ છતાં ભારત સરકારે નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમ માટેની જાહેરાત કરી. જાહેરાતના સમયે પણ પરિસ્થિતિ ખૂબ જ ગંભીર હતી તેમ છતાં રાજકીય લાભને ધ્યાનમાં રાખીને પરિસ્થિતિને અનદેખી કરવામાં આવી.

રાતોરાત જાહેરાત અને તૈયારી

રૂપાણી સરકાર, ભાજપમાં ભંગાણ
ફોટો સોશિયલ મીડિયા

રાતોરાત અમદાવાદમાં ડોનાલ્ડ ટ્રમ્પ નાગરિક અભિવાદન સમિતિની જાહેરાત કરવામાં આવી. અમદાવાદના મેયરના નેતૃત્વ હેઠળ આ સમિતિ બની. ગુજરાત ક્રિકેટ એસોસિએશને સ્ટેડિયમની વ્યવસ્થા આપી ગુજરાતની રૂપાણી સરકાર દ્વારા તમામ જાતની મંજૂરીઓ આપવામાં આવી અને લગભગ 100 કરોડ રૂપિયા કરતા પણ વધારે રકમ આની પાછળ ખર્ચ થઈ હોય તેવા આંકડા બહાર આવી રહ્યા છે. ત્યારે ડોનાલ્ડ ટ્રમ્પ 24 ફેબ્રુઆરીએ ગુજરાત અમદાવાદમાં આવવાના હતા પરંતુ એ પહેલા એમની સુરક્ષા માટેની ટિમો પત્રકારો અને તેમની સાથેના વ્યાપારી કે પોલિટિકલ ડેલીગેશનો અને સાથે સાથે હજારોની સંખ્યામાં વિદેશથી લોકો અમદાવાદમાં એ સમયગાળામાં આવ્યા.

WHO ની ગાઈડલાઈનનો ભંગ

રાજસ્થાન, ચીન, ડોનાલ્ડ ટ્રમ્પ, કોરોના મહામારી, ગુજરાત, કોરોના, કોરોના વાયરસ, coronavirus, WHO, India, કોરોના મહામારી, china, ચીન
ફોટો સોશિયલ મીડિયા

આપણે બધાય જાણીએ છીએ કે આ કાર્યક્રમ WHOની ગાઈડલાઈન મુજબનો નોહતો. WHO એ ખૂબ ગંભીરતાથી કહ્યું હતું કે મોટા મેળાવડા ના કરવા. લોકો એકબીજાના સંપર્કમાં આવે તેવા કાર્યક્રમો ના કરવા. અને સોશિયલ ડિસ્ટસિંગ રાખવું તેમ છતાં તેનો ભંગ કરીને 24 ફેબ્રુઆરીએ આ કાર્યક્રમનું આયોજન થયું. આખાય ગુજરાત માંથી લોકોને બસોમાં ખીચોખીચ ભરીને અમદાવાદ સ્ટેડિયમમાં લાવવામાં આવ્યા. આખા સ્ટેડિયમમાં ખીચોખીચ એકલાખ કરતાં પણ વધારે લોકોને અંદર બેસાડવામાં આવ્યા. અને એકલું સ્ટેડિયમ નહીં આખા એરપોર્ટથી સ્ટેડિયમના રૂટ સુંધી. લાખોની સંખ્યામાં લોકોને ભીડના સ્વરૂપે અભિવાદન કરવા માટે રોડ પર ઉભા રાખવામાં આવ્યા.

રૂપાણી સરકાર ની ગુનાહિત બેદરકારી

રૂપાણી સરકાર, ભાજપ નેતા, રાજસ્થાન, ડોનાલ્ડ ટ્રમ્પ,ચીન, china, April Fool Day, અમિત ચાવડા, ગુજરાત કોંગ્રેસ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ, હાર્દિક પટેલ, વિજય રૂપાણી, amit chavda, gujarat congress, gujarat congress president, hardik patel, vijay rupani, કોરોના, કોરોના વાયરસ, coronavirus, રાહુલ ગાંધી
ફોટો સોશિયલ મીડિયા

અને આ કાર્યક્રમમાં જે રીતે ભીડ એકત્રિત થઈ તેના લીધે ચોક્કસ કમ્યુનિટી ટ્રાન્સમિશન વધવાના સંજોગો ઉભા થયા. તેના કારણે ગુજરાતમાં કોરોના વાયરસના પ્રવેશવાની પ્રાથમીક શરૂઆત થઈ. કોવિડ19 ને જે ગંભીરતાથી લેવું જોઇએ એ સરકારે ના લીધું. WHO ની ગાઈડલાઈનનો ભંગ કર્યો અને એના જ કારણે આજે ગુજરાત, દેશ અને આપણે સૌ કોરોનાના ભરડામાં ફસાઈ ચુક્યા છીએ. આ કોઈ અજાણતા થયેલી ભૂલ નથી. આ ક્રિમિનલ નેગલીજન્સ છે.

ગુજરાતની પરિસ્થિતિ

રૂપાણી સરકાર
ફોટો સોશિયલ મીડિયા

આ રોગને કારણે આપણી ગુજરાતની પરિસ્થિતિ શું છે. લગભગ 270 કરતાં વધારે લોકોના મૃત્યુ થઈ ચૂક્યા છે લગભગ 6000 કરતાં વધારે પોઝિટિવ કેસ આજની તારીખમાં છે. જેના માટે આપણી પાસે નથી હોસ્પિટલની વ્યવસ્થા, નથી દવાની વ્યવસ્થા, નથી પૂરતા સંસાધનો કે નથી કોઈ વ્યવસ્થા. આજે લોકડાઉનને કારણે આપણે જે આર્થિક પાયમાલીનો ભોગ બની રહયા છીએ. આપણું અર્થતંત્ર પડી ભાંગ્યું છે. આજે પરપ્રાંતના લોકો પોતાના વતન જવા માટે સંઘર્ષ કારી રહ્યા છે. ધંધા વ્યાપાર પડી ભાંગ્યા છે. ખેતીમાં નુકશાની થઈ છે. આ બધાયની પાછળ જો કોઈ જવાબદાર હોય તો આ નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમ જવાબદાર છે.

નમસ્તે ટ્રમ્પ જવાબદાર થશે કાર્યવાહી

રૂપાણી સરકાર, અમિત ચાવડા, ગુજરાત કોંગ્રેસ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ, હાર્દિક પટેલ, વિજય રૂપાણી, amit chavda, gujarat congress, gujarat congress president, hardik patel, vijay rupani, કોરોના મહામારી
ફોટો સોશિયલ મીડિયા

તેવા સંજોગોમાં નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમ ને કારણે વધેલો રોગચાળો, કોમ્યુનિટી ટ્રાન્સમિશનને કારણે જે અમદાવાદ અને ગુજરાતની વકરેલી પરિસ્થિતિ અને તમામ પાસાઓની ન્યાયિક તપાસ થાય એ માટે નામદાર ગુજરાત હાઇકોર્ટ સમક્ષ રીટ પિટિશન કરવામાં આવશે સાથે સાથે નિષ્ણાત અને તટસ્થ લોકોની એસઆઈટી બનાવી અને સમગ્ર કેસની તપાસ માંગણી કરવામાં આવશે. અને આ કાર્યક્રમને કારણે પ્રજાને મુશ્કેલીમાં મુકનાર ડોનાલ્ડ ટ્રમ્પ અભિવાદન સમિતિ, ગુજરાત ક્રિકેટ એસોસિએશન અને ગુજરાતની રૂપાણી સરકાર ની ગુનાહિત નિષ્કાળજીની દેખીતી અસરોના સિધ્ધાંતને આધાર લઈને નામદાર હાઇકોર્ટમાં રીટ પિટિશન કરવામાં આવશે અને આખી પ્રક્રિયામાં જવાબદાર લોકો સામે કાર્યવાહી કરવાની માંગણી કરવામાં આવશે.  અહી ક્લિક કરીને વધારે gujarati news માટે અમારા facebook પેજ Jansad ગુજરાતી ને ફોલો કરો

Related Articles

Back to top button
આજનું રાશિફળ!