BusinessIndiaPolitics
Trending

આજે મહાન અર્થશાસ્ત્રી મનમોહન સિંહ ચિદમ્બરમ ભાજપમાં હોત! આ નેતા હતાં સક્રિય

મોદી સરકારના કાર્યકાળ દરમિયાન આર્થિક નીતિઓની નિષ્ફળતા અંગે સવાલો ઉભા થયા છે. છેલ્લા કેટલાક મહિનાઓની વાત કરીએ તો નાણાકીય નિષ્ણાતો પરિસ્થિતિને વધારેને વધારે ભયાનક ગણાવી રહ્યા છે. નીતિ આયોગના ઉપાધ્યક્ષ રાજીવ કુમારે પણ કહેવું પડ્યું હતું કે ભારતનું અર્થતંત્ર 70 વર્ષના સૌથી ખરાબ તબક્કામાંથી પસાર થઈ રહ્યું છે. પૂર્વ આર.બી.આઈ ગવર્નર રઘુરામ રાજન પણ આ બાબતે મોદી સરકારના કાન આમળી ચુક્યા છે. તો તેમના બાદ આર.બી.આઈ ગવર્નર ઊર્જિત પટેલ પણ રાજીનામું આપી ચુક્યા છે. સવાલ એ છે કે હવે ભાજપ પાસે કોઈ સારા અર્થશાસ્ત્રી નથી? નોંધનીય છે કે અટલ બિહારી વાજપાઈ સરકારના કાર્યકાળ દરમિયાન પણ આવી પરિસ્થિતિઓ અને પ્રશ્નો ઉભા થયા હતાં. આવી સ્થિતિમાં, સવાલ એ ઉભો થાય છે કે શું ભાજપ પાસે આર્થિક બાબતોનું ધ્યાન રાખવા માટે મનમોહન સિંહ અને પી. ચિદંબરમ જેવો કોઈ સારો અને મજબુત કમાન્ડર નથી?

ભાજપમાં ભંગાણ
ફોટો સોશિયલ મીડિયા

જો વરિષ્ઠ પત્રકારના દાવા પર વિશ્વાસ કરીએ તો, આર્થિક મોરચે ભાજપ સાથેની આ મુશ્કેલી નવી નથી પરંતુ એકદમ જૂની છે. પત્રકારે દાવો કર્યો છે કે અટલ બિહારી વાજપેયીની સરકારમાં પણ સારા નાણાં પ્રધાનનો અભાવ હતો. આવી સ્થિતિમાં પાર્ટીના નેતા પ્રમોદ મહાજને મનમોહન સિંહ અને પી ચિદમ્બરમને નાણા પ્રધાન બનાવવાની ઓફર કરી હતી. પરંતુ, તે બંનેએ પાર્ટી બદલવાની ના પાડી અને પ્રમોદ મહાજન તરફથી મળતી ઓફર ઠુકરાવી દીધી હતી. વરિષ્ઠ પત્રકાર દાવો કરે છે કે ભાજપ નેતા પ્રમોદ મહાજને વિપક્ષી પાર્ટી માંથી ટેલેન્ટ હંટના ઘણા પ્રયત્નો કર્યા હતાં. આના માટે તેમની ટોપ પ્રાયોરિટી પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ અને પી. ચિદંબરમ હતાં પરંતુ તેમણે પાર્ટી બદલવાની ના પાડી હતી.

મનમોહન સિંહ, ચિદમ્બરમ, manmohan singh, chidambaram
ફોટો સોશિયલ મીડિયા

‘નેશનલ હેરાલ્ડ’માં પ્રકાશિત એક લેખમાં, વરિષ્ઠ પત્રકાર અને ‘હિન્દુ હૃદય સમ્રાટ: કેવી રીતે શિવસેનાએ મુંબઈને કાયમ માટે બદલ્યું’ ના લેખક, સુજાતા આનંદન દાવો કરે છે કે, જ્યારે અટલ બિહારી વાજપેયી 90ના દાયકાના અંતમાં સરકાર રચવાના હતા. તે સમય દરમિયાન પણ તેમની પાસે આવી પ્રતિભાનો અભાવ હતો, જે આર્થિક બાબતોમાં સારી રીતે કુશળ હોય અને દેશની આર્થિક વ્યવસ્થાને સારી રીતે સંભાળી શકે. નરસિંહરાવના યુગ દરમિયાન આર્થિક ઉદારીકરણથી દેશને જે દિશા તત્કાલીન નાણાં પ્રધાન મનમોહન સિંહે દેશના અર્થતંત્રને આપી હતી તે વારસાને આગળ ધપાવવાનો પડકાર અટલ સરકાર સમક્ષ ઉભો થયો હતો.

મનમોહન સિંહ, ચિદમ્બરમ, manmohan singh, chidambaram
ફોટો સોશિયલ મીડિયા

પરંતુ તેમની પાર્ટીની અંદર આ માટે લાયક વ્યક્તિની ગેરહાજરીમાં ભાજપ નેતા પ્રમોદ મહાજને અન્ય પક્ષોમાંથી ટેલેન્ટ હંટના પ્રયત્નો વધુ તીવ્ર બનાવ્યા હતા. પત્રકાર સુજાતા આનંદ નેશનલ હેરાલ્ડમાં લખે છે, “ભાજપની નજર પી.વી. નરસિંહા રાવ સરકારમાં નાણા પ્રધાન રહેલા મનમોહન સિંહ પર હતી અને તેમને લાગતું હતું કે તેઓ સરળતાથી મનમોહન સિંહને ભાજપમાં લાવી શકશે. કારણકે તેઓ માનતા હતા કે મનમોહનસિંહ અમલદાર છે અને તેઓ કટ્ટર કોંગ્રેસી પણ નથી. સુજાતા આગળ લખે છે, “જ્યારે મનમોહન સિંહ વેચાવા તૈયાર ન હોવાનું જાણવા મળ્યું ત્યારે પ્રમોદ મહાજન નિરાશ થયા હતા.”

મનમોહન સિંહ, ચિદમ્બરમ, manmohan singh, chidambaram
ફોટો સોશિયલ મીડિયા

સુજાતાએ દાવો કર્યો છે કે આ મુદ્દો ફક્ત મનમોહન સિંહ સુંધી જ અટક્યો નહીં! ભાજપના નિશાના પર આગળના વ્યક્તિ પી. ચિદંબરમ હતા. તે સમય દરમિયાન ચિદંબરમે કોંગ્રેસમાંથી અલગ થઈને પોતાની નવી પાર્ટી તમિલ મનિલા કોંગ્રેસ બનાવી હતી. પત્રકારે દાવો કર્યો છે કે, “ભાજપની બીજી પસંદગી પી. ચિદંબરમ હતા, જેમણે કોંગ્રેસ સાથે છેડો ફાડી પોતાની નવી પાર્ટી તમિળ મનિલા કોંગ્રેસ શરૂ કરી હતી, પ્રમોદ મહાજન ત્યારે વધારે નિરાશ થયા હતા જ્યારે વિશ્વાસ મત દરમિયાન ચિદંબરમે અટલ સરકાર વિરુદ્ધ ભાષણ આપ્યું હતું.”

મનમોહન સિંહ, ચિદમ્બરમ, manmohan singh, chidambaram
ફોટો સોશિયલ મીડિયા

જ્યારે ભાજપને મનમોહનસિંહ અને પી. ચિદંબરમ તરફથી નિરાશા મળી ત્યારે ભાજપે પોતાની પાર્ટીના જ યશવંત સિંહાને નાણાં મંત્રાલયની કમાન સોંપી. જોકે, આર્થિક નિષ્ણાતો પણ સિંહાને ભાજપના નાણાં પ્રધાન તરીકે નિષ્ફળ સૈનિક જ માને છે. મોદી સરકારની પાછળની અને હાલની સરકારના કાર્યકાળમાં પણ આર્થિક મોરચે પડકાર સૌથી વધુ રહ્યો છે. નીતિ આયોગ દ્વારા પણ જણાવવામાં આવ્યું કે દેશનું અર્થતંત્ર 70 વર્ષના સૌથી ખરાબ સમય માંથી પસાર થઈ રહ્યું છે.

મનમોહન સિંહ, ચિદમ્બરમ, manmohan singh, chidambaram
ફોટો સોશિયલ મીડિયા

પત્રકાર સુજાતા આનંદનનું માનીએ તો ભારતીય જનતા પાર્ટી સાથે આ પડકાર હંમેશાથી છે. તેમણે જણાવ્યું કે, જ્યારે કોંગ્રેસ મહારાષ્ટ્ર અને કેન્દ્ર બંને જગ્યાએથી સત્તાની બહાર થઈ ત્યારે મહારાષ્ટ્રમાં પણ આર્થિક વિભાગને લઈને ભાજપ અને શિવસેના વચ્ચે ઘણી માથાપચ્ચી થઈ હતી. તે સમયે બંને પક્ષના નેતાઓએ ખુલ્લેઆમ સ્વીકાર્યું હતું કે તેમની પાસે મંત્રાલયો માટે યોગ્ય અને વિશેષ પ્રતિભા નથી. એટલું જ નહીં શિવસેનાના નેતા પ્રમોદ નાવલકરે પ્રામાણિકપણે સ્વીકારીને જાહેરમાં કહ્યું હતું કે અમારી પાસે મુખ્યમંત્રી પદ સાંભળવા માટે શરદ પવાર જેવી ક્ષમતા વાળો કોઈ વિકલ્પ નથી. અહી ક્લિક કરીને અમારા ફેસબુક પેજને ફોલો કરો વધારે ન્યુઝ માટે

ચિદંબરમ
ફોટો: સોસીયલ મીડિયા

ઉલ્લેખનીય છે કે, આજે પણ દેશની આર્થીક સ્થિતિ કથળી રહી છે જેનું એક માત્ર કારણ મોદી સરકાર પાસે કોઈ સારા અર્થશાસ્ત્રી નથી જે મનમોહન સિંહ અને પી. ચિદમ્બરમની જેમ દેશની નાડ પારખીને આર્થીક સુધારા કરી શકે. કેટલાક આર્થીક સલાહકારોએ મોદી સરકારને વણમાંગી સલાહ પણ આપી હતી કે, અહમ અહંકાર ત્યાગીને દેશ હિતમાં મનમોહન સિંહ અને ચિદમ્બરમ જેવા મહાન અર્થશાસ્ત્રીઓની સલાહ લેવી જોઈએ. સુત્રોનું માનીએ તો રઘુરામ પણ સરકાર સાથે ટકરાવને કારણે જ ફરીથી આર.બી.આઈ. ના ગવર્નર બનવા માંગતા નોહતા.

Related Articles

Back to top button
આજનું રાશિફળ!