ગુજરાતમાં ચૂંટણીનું બ્યુગલ વાગવાને હવે ગણતરીના દિવસો જ બાકી છે. ચૂંટણીની તારીખો ગમે ત્યારે જાહેર થઈ શકે છે. ભારતીય જનતા પાર્ટી (BJP) 1995 થી સતત ગુજરાતમાં સત્તા પર છે. આમ છતાં ગુજરાતમાં એક ડઝન જેટલી વિધાનસભા બેઠકો એવી છે કે જે સત્તામાં હોવા છતાં ભાજપ છેલ્લા દોઢ દાયકાથી જીતવામાં નિષ્ફળ રહી છે. જો કે, આ જ સમયગાળામાં રાજ્યમાં લગભગ ચાર ડઝન બેઠકો એવી છે જ્યાં મુખ્ય વિપક્ષી પાર્ટી કોંગ્રેસ પણ જીતની રાહ જોઈ રહી છે. ભાજપ કોંગ્રેસ સાથે સાથે આ વખતે આમ આદમી પાર્ટી પણ ગુજરાત વિધાનસભા ચૂંટણી જંગમાં ઉટવાની તૈયારી કરી ચુકી છે.
આ બેઠકો પર ભાજપની મેળ પડતો નથી
ચૂંટણી પંચની વેબસાઈટ પરથી મળેલી માહિતી મુજબ ગુજરાતમાં 1998થી 2017 દરમિયાન યોજાયેલી પાંચ વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ જે બેઠકો જીતી શકી ન હતી તેમાં બનાસકાંઠા જિલ્લાની દાંતા, સાબરકાંઠામાં ખેડબ્રહ્મા, અરવલ્લીમાં ભિલોડા, રાજકોટની જસદણ,ખેડા જિલ્લાના ધોરાજી, મહુધા, આણંદનું બોરસદ, ભરૂચના ઝઘડિયા અને તાપી જિલ્લાના વ્યારાનો સમાવેશ થાય છે. જેમાં દાંતા, ખેડબ્રહ્મા, ભિલોડા, ઝગડિયા અને વ્યારા અનુસૂચિત જનજાતિ માટે અનામત બેઠકો છે જ્યારે જસદણ, ધોરાજી, મહુધા અને બોરસદ સામાન્ય કેટેગરીમાં આવે છે.
વલસાડ જિલ્લાની કપરાડા પણ આવી જ એક અનામત (અનુસૂચિત જનજાતિ) બેઠક છે, જે 1998 પછી યોજાયેલી કોઈપણ વિધાનસભા ચૂંટણીમાં ભાજપ જીતી શકી નથી. આ બેઠક 2008ના સીમાંકન બાદ અસ્તિત્વમાં આવી હતી. 2012ની વિધાનસભાની ચૂંટણીમાં અહીંથી કોંગ્રેસના જીતુભાઈ હરીભાઈ ચૌધરીનો વિજય થયો હતો. સીમાંકન પહેલાં, આ બેઠક મોટા પોંઢા તરીકે અસ્તિત્વમાં હતી. કપરાડા બેઠક 2008માં તેનો મોટાભાગનો સમાવેશ કરીને અસ્તિત્વમાં આવી હતી અને 1998થી આ બેઠક પર કોંગ્રેસનો કબજો છે. જસદણ વીંછીયાની પેટ ચૂંટણીમાં કોંગ્રેસના પૂર્વ નેતા કુંવરજી બાવાળીયા ભાજપ માં જોડાઈ ગયા અને ભાજપમાં જીતી ગયા છે. ભાજપ પોતાના કોઇ ઉમેદવારને જીતાડી શકી નથી.
સીમાંકન પહેલા ખેડા જિલ્લામાં કાથલાલ વિધાનસભા બેઠક હતી. આઝાદી પછી યોજાયેલી તમામ ચૂંટણીઓમાં આ બેઠક પર કોંગ્રેસનો કબજો રહ્યો હતો. 2010ની પેટાચૂંટણીમાં પહેલીવાર ભાજપે આ સીટ જીતી હતી. તે સમયે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા. જો કે, સીમાંકન પછી, કાથાલાલ બેઠકનું અસ્તિત્વ બંધ થઈ ગયું અને કપડવંજ સાથે વિલીન થઈ ગયું. આમ છતાં 2012 અને 2017ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ અહીંથી જીતી હતી. કપડવંજ બેઠક 2007ની ચૂંટણીમાં કોંગ્રેસે જીતી હતી, પરંતુ અગાઉની ત્રણ ચૂંટણીમાં આ બેઠક પર ભાજપનો દબદબો હતો.
ભાજપ માટે પડકાર
ભાજપ જે બેઠકો જીતી શક્યું નથી તેમાંથી મોટાભાગની બેઠકો અનુસૂચિત જનજાતિ વર્ગ માટે અનામત છે. ગુજરાતની 182 સભ્યોની વિધાનસભામાં અનુસૂચિત જનજાતિ માટે 27 અને અનુસૂચિત જાતિ માટે 13 બેઠકો અનામત છે. હાલમાં ભાજપ આ બેઠકો પર વધારે ફોક્સ કરી રહ્યું છે અને આ બેઠકો જીતવા માટે એડીચોટી નું જોરલગાવી રહ્યું છે. ભાજપ માટે શરૂઆતથી જ આ વેઠકો અઘરી સાબિત થઈ રહી છે આ બેઠકો પાર કોંગ્રેસનો દબદબો રહ્યો છે. આ વખતે ભાજપ આ બેઠકો પર પોતાનો દબદબો સાબિત કરવા માટે જબરદસ્ત મહેનત કરી રહ્યું છે.
ગુજરાત વિધાનસભાની ચૂંટણી આ વર્ષના અંત સુધીમાં થવાની છે. ગેમ ત્યારે ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે જાહેરનામું બહાર પડી શકે છે. ગુજરાતમાં ભાજપનું વર્ચસ્વ 1990ના દાયકાથી સતત વધી રહ્યું છે અને 1995 (2017 સિવાય) પછી યોજાયેલી તમામ વિધાનસભા ચૂંટણીઓમાં કોંગ્રેસનું પ્રદર્શન અત્યંત નિરાશાજનક રહ્યું છે. વરસગ 2017 એ ભાજપ માટે નિરાશાજનક અને કોંગ્રેસ માટે જબરદસ્ત મોરલ બુસ્ટ સાબિત થયું હતું. પરંતુ આ સમયગાળા દરમિયાન યોજાયેલી ચૂંટણીમાં લગભગ ચાર ડઝન બેઠકો એવી હતી, જે કોંગ્રેસ ક્યારેય જીતી શકી ન હતી. અને આ વખતે કોંગ્રેસ આ બેઠકો પર વધારે ફોક્સ કરી રહ્યું છે.
આ બેઠકો પર કોંગ્રેસનું પ્રદર્શન ખરાબ રહ્યું હતું.
જેમાં મુખ્યત્વે અમદાવાદ જિલ્લાની દસક્રોઈ, સાબરમતી, એલિસબ્રિજ, અસારવા, મણિનગર અને નરોડા, સુરત જિલ્લાના માંડવી, માંગરોળ, ઓલપાડ, મહુવા અને સુરત ઉત્તર, વડોદરા જિલ્લાની વડોદરા, રાવપુરા અને વાઘોડિયા, નવસારી જિલ્લાની નવસારી, જલાલપોર અને નવસારીનો સમાવેશ થાય છે. ભરૂચ જિલ્લાની ગણદેવી, અંકલેશ્વર, ખેડા જિલ્લાની નડિયાદ, પંચમહાલની સેહરા, સાબરકાંઠાની ઇડર, મહેસાણામાં વિસનગર, બોટાદ જિલ્લાની બોટાદ, જૂનાગઢ જિલ્લાની કેશોદ, પોરબંદરની કુતિયાણા, રાજકોટની ગોંડલ અને સુરેન્દ્રનગર જિલ્લાની વઢવાણ બેઠકોમાં ભાજપ તરફી મતદાન થયું છે. આમાંની મોટાભાગની બેઠકો સામાન્ય શ્રેણીમાં આવે છે, જ્યારે કેટલીક અનુસૂચિત જાતિ અને જનજાતિ માટે અનામત છે. આ બેઠકો પર કોંગ્રેસ જીતી શકી નથી તો ક્યાંક ને ક્યાંક થોડી કાચી પડી હતી.
આટલા લાંબા સમયથી સત્તામાં હોવા છતાં જે રીતે ભાજપ ગુજરાતના મોટાભાગના શહેરી વિસ્તારોમાં એકતરફી જીત મેળવી રહ્યું છે તે જ પ્રકારે રાજ્યની અનામત બેઠકોમાં પણ તે જીત મેળવી શકી નથી. સત્તાથી દૂર હોવા છતાં કોંગ્રેસે આ બેઠકો પર ભાજપને ટક્કર આપી છે. કદાચ આ જ કારણ છે કે ભૂતકાળમાં ભાજપે જે પાંચ ‘ગુજરાત ગૌરવ યાત્રાઓ’ના રૂટની પસંદગી કરી છે તેમાં આદિવાસી બહુલ વિસ્તારો પર વિશેષ ધ્યાન આપવામાં આવ્યું છે. 1985માં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીના નેતૃત્વમાં કોંગ્રેસે 149 બેઠકો જીતી હતી. કોંગ્રેસની સફળતાનો શ્રેય સોલંકીની “ખામ” થિયરીને આભારી છે. ગુજરાતમાં આજે પણ કોઈપણ એક પક્ષની જીતની આ સૌથી વધુ બેઠકો છે.
આ પણ વાંચો:
- અરવિંદ કેજરીવાલ ની જબરદસ્ત જાહેરાત! મોદી શાહના ગઢમાં પાડશે ગાબડું!
- ગુજરાત માં કોંગ્રેસની બેઠકો પર UP, MPના નેતાઓ કરશે આ કામ! ભાજપનો જબરદસ્ત પ્લાન!
- ગુજરાતમાં AAP કોંગ્રેસને પછાડશે! ભાજપ ને મોટું નુકશાન! નવા સર્વેમાં કેજરીવાલને મોટો ફાયદો!
- ભારત જોડો યાત્રા ને અભૂતપૂર્વ પ્રતિસાદથી ભાજપમાં ચિંતાના વાદળો! મોદી શાહ બદલશે રણનીતિ
- કોંગ્રેસ ગુજરાતમાં ચૂપચાપ નથી! ચૂંટણીમા આ ખાસ રણનીતિ અપનાવી છે! ભાજપ આપમાં ફફડાટ!
- ભાજપ ને મોટો ઝટકો! ધારાસભ્યએ આપ્યું રાજીનામું! ભાજપના સાથી ધારાસભ્યોની સંખ્યા ઘટી!
- મોટી જીતના દાવા વચ્ચે ભાજપ સતત નબળી તો કોંગ્રેસ સતત મજબૂત થઈ! જાણો ગણિત
- હિમાચલ પ્રદેશ વિધાનસભા ચૂંટણીના પરિણામોનો ટ્રેન્ડ બદલશે! ભાજપ હરકતમાં! ઓપિનિયન પોલ
- અશોક ગેહલોત એ મોદી મંત્રીના કર્યા વખાણ! મોટા ચોકઠાંના એંધાણ?? મોટું રાજકીય ઘમાસાણ?
- ભાજપ મંત્રીના ભત્રીજાની ગુંડાગીરી! બંધ રેસ્ટોરન્ટ ન ખોલવા પર કર્મચારીઓ પર ચડાઈ કાર!?
- આમ આદમી પાર્ટી ગુજરાત અધ્યક્ષ ગોપાલ ઇટાલિયા સામે હવે સ્મૃતિ ઈરાની આવ્યા મેદાને!
- ગુજરાત કોંગ્રેસ ને મોટો ફટકો! ફરીથી મોટું ભંગાણ! ભાજપ ને મોટો ફાયદો!
- આમ આદમી પાર્ટી ગુજરાત અધ્યક્ષ ગોપાલ ઇટાલિયા ની દિલ્લીમાં ધરપકડ! મોટું ઘમાસાણ!
- ભાજપ ધારાસભ્ય ને દબંગાઈ ભારે પડી! પળવારમાં ઓકાદ ખબર પડી! રાજકીય ઘમસાણ!
- ભાજપ પર મુખ્યમંત્રી ગુસ્સે ભરાયા! રાજકીય ઘમાસાણ શરૂ! લગાવ્યો મોટો આરોપ!
- પ્રધાનમંત્રી મોદી મુખ્યમંત્રીઓને પગપાળા બનાવી દે છે! યુપી ગુજરાત મુખ્યમંત્રીનો વીડિયો વાઇરલ!
- અલ્પેશ ઠાકોર ની જાન લીલા તોરણે પાછી આવશે! હુંકાર ભરતાં ભાજપ નેતા! રાજકારણ ઘેરાયું!
- ગોપાલ ઇટાલિયા નો મહિલાઓ બાબતનો વીડિયો ભાજપ નેતાએ કર્યો વાઇરલ! રાજકીય ઘમાસાણ!
- કેજરીવાલ ને ગુજરાતમાં રોકવા ભાજપનું મોટું ઓપરેશન! દિલ્લીમાં નેતાઓને સોંપ્યું મોટું કામ!
- વસુંધરા રાજે એ કર્યું શક્તિ પ્રદર્શન! મોદી શાહ ને દિલ્લી મોકલ્યો ‘સંદેશ’! ભાજપમાં ઘમાસાણ!
- સસ્પેન્ડેડ ભાજપ ના ધારાસભ્યએ ભાજપ હાઇકમાન્ડને નોટિસનો જવાબ આપ્યો! રાજકીય ઘમાસાણ
- EDએ મુખ્યમંત્રી ની નજીકના કેટલાક અધિકારીઓના સ્થળો પર દરોડા પાડ્યા! રાજકારણ ગરમાયું!
- કોંગ્રેસની ભારત જોડો યાત્રાથી ભાજપ હાઇકમાન્ડ નારાજ! ભાજપ વાપરશે બ્રહ્માસ્ત્ર!?
- ગોપાલ ઇટાલીયા બાબતે સૌરાષ્ટ્ર પહોંચેલા રાઘવ ચઢ્ઢા એ બળતામાં ઘી હોમ્યુ!
- પાટીલ અને કેજરીવાલ વચ્ચે હવે હર્ષ સંઘવી ની એન્ટ્રી! ગુજરાતમાં રાજકીય તડાફડી!
- ગોપાલ ઇટાલિયા સામે ભાજપ નોંધાવશે ફરિયાદ! ગુજરાતના રાજકારણમાં ભૂકંપના એંધાણ!
- ભાજપના મંત્રીઓ આવે ત્યારે જ રસ્તાનું સમારકામ થાય છે: ભાવનગર યુવરાજ રાજકીય ગરમાવો!