GujaratPolitics

મોટી રાજરમત! સૌરાષ્ટ્રમાં આપ અને કોંગ્રેસ ને પછાડવા ભાજપ રમશે આ મોટો દાવ!

ગુજરાત વિધાનસભા ચૂંટણીની જાહેરાતને હવે વેઢે ગણાય એટલા દિવસ રહ્યા છે ત્યારે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ ધમધોકાર પ્રચાર કરી રહ્યા છે આ બંને વચ્ચે ભાજપ મોટી રાજ રમત રમવા તૈયાર થઈ ગઈ છે. ભાજપ માટે ગુજરાત એક પ્રયોગશાળા સમાન છે. હવે ભાજપ એક મોટો પ્રયોગ કરવા જઈ રહી છે જે સફળ થશે તો ગુજરાતમાં ભાજપ સૌથી મજબૂત બનીને ઉભરી આવશે અને આગામી વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના સુપડાસાફ થઈ જશે. ભાજપ માટે કશું અઘરું નથી અને કશું અશક્ય નથી એ વાત જો આ પ્રયોગ સફળ થાય તો સ્પષ્ટ થઈ જશે. આમ તો ભાજપ અખતરા અને પ્રયોગ માટે જાણીતી છે.

હાર્દિક પટેલ, મુખ્યમંત્રી રૂપાણી, ભાજપ, પેટા ચૂંટણી, પાટીલ, જીતું વાઘાણી
ફોટો સોશિયલ મીડિયા

ભાજપ ગુજરાતમાં પહેલા અખતરો કરે છે અને પછી જ અન્ય રાજ્યોમાં. ભાજપ સમયાંતરે પોતાની વ્યૂહરચના મુજબ અખતરા કરતું રહે છે થોડા સમય અગાઉ ગુજરાતમાં ભાજપે સમગ્ર મંત્રી મંડળ સહિત મુખ્યમંત્રી બદલી નાખ્યા હતા. મુખ્યમંત્રી રૂપાણી સહિત તેમની સમગ્ર કેબિનેટને વેરવિખેર કરીને નવો જ ચહેરો મુખ્યમંત્રી તરીકે અને નવાજ ચહેરાઓ કેબિનેટ મંત્રી તરીકે મુક્યા હતા. બસ ભાજપ આવો જ એક પ્રયોગ કરવા જઈ રહી છે. ભાજપ એક મોટી રાજરમતને વાસ્તવિકતા બનાવવા જઈ રહ્યું છે જે બાદ આગામી વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના સુપડા સાફ થઈ જશે. જો કે ભાજપ આ રણનીતિમાં કેટલી સફળ થાય છે તેના પર મોટો આધાર છે.

પાટીલ, ભાજપ, પ્રધાનમંત્રી મોદી, PM Modi, CR Patil, Gujarat BJP
ફોટો સોશિયલ મીડિયા

જણાવી દઈએ કે ભાજપ પોતાનું ફોક્સ સૌરાષ્ટ્ર પર વધારી રહ્યું છે. સૌરાષ્ટ્રમાં કોંગ્રેસ હાલમાં મજબૂત સ્થિતિમાં છે અને દક્ષિણમાં આમ આદમી પાર્ટી પોતાની પકડ મજબૂત કરવા મથી રહી છે. સૌરાષ્ટ્રમાં પાટીદાર વોટ અને પાટીદાર બહુમત ધરાવતી બેઠકો છે જે અંકે કરવા ભાજપે ચોક્કસ રણનીતિના પગલે તત્કાલીન મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ને મેદાન એ જંગ માં ઉતારી શકે છે. સૌરાષ્ટ્ર કબ્જે કરવા ભાજપ એક ચોક્કસ રણનીતિ તૈયાર કરી રહ્યું છે જેમાં ભુપેન્દ્ર પટેલ ભાજપનો મુખ્ય ચહેરો હશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને ભાજપ સૌરાષ્ટ્રમાંથી ઉમેદવારી કરાવી શકે તેવો સૌરાષ્ટ્રના ખ્યાતનામ સમાચારપત્ર તરફથી દાવો કરવામાં આવી રહ્યો છે.

પાટીલ, પ્રધાનમંત્રી મોદી, PM Modi, CR Patil, Gujarat BJP
ફોટો સોશિયલ મીડિયા

જણાવી દઈએ કે હાલમાં જ પૂર્વ મુખ્યમંત્રી અને ભાજપ નેતા વિજયભાઈ રૂપાણીને પંજાબના પ્રભારી બનાવવામાં આવ્યા છે એટલે લગભગ લગભગ નક્કી છે કે વિજય રૂપાણી આવનારી વિધાનસભા ચૂંટણી લડશે નહીં. સૌરાષ્ટ્રમાં રાજકોટ પશ્વિમ સીટ પર પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી ધારાસભ્ય છે એટલે તેમની બેઠક રાજકોટ પશ્વિમ ખાલી પડશે એ નક્કી જ છે. તેમના સ્થાને અન્ય કોઈને ટીકીટ આપ્યા વગર ભુપેન્દ્ર પટેલને ત્યાંથી લડાવવામાં આવી શકે છે.

મમતા બેનર્જી
ફોટો: સોસીયલ મીડિયા

કારણ કે રાજકોટ પશ્ચિમ બેઠક પર પણ પાટીદારોનું પ્રભુત્વ છે. જોકે હાલમાં અન્ય પાટીદાર અગ્રણીઓ પણ આ બેઠક પર દાવેદારી કરી રહ્યા છે. તેમજ વિજય રૂપાણી પણ કહી ચુક્યા છે કે પાર્ટી ટીકીટ આપશે અને લડવાનું કહેશે તો પોતે ચૂંટણી લડશે. વિજય રૂપાણીના આ નિવેદન પાછળની મોટી રાજકીય વાત છુપાયેલી છે તેઓ પોતાના માટે અથવા પોતાને ટીકીટ ના મળે તો પોતાના માણસ ને ટીકીટ મળે એ બાબતે પ્રયત્ન કરી રહ્યા છે.

હાર્દિક પટેલ,ગુજરાત ભાજપ, સીઆર પાટીલ, મુખ્યમંત્રી રૂપાણી, હાર્દિક પટેલ, પેટા ચૂંટણી, પાટીલ, ભાજપ
ફોટો સોશિયલ મીડિયા

એક સમાચારના રિપોર્ટ મુજબ ભાજપ રાજકોટ પશ્ચિમ માટે નવા ઉમેદવારની શોધ કરી રહ્યું છે ત્યારે હવે ભાજપ સૌરાષ્ટ્ર કબ્જે કરવા તત્કાલીન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને સૌરાષ્ટ્ર માંથી મેદાન એ જંગ માં ઉતારે તેવી પુરે પુરી શક્યતાઓ છે. ભુપેન્દ્ર પટેલની સૌરાષ્ટ્રમાં એન્ટ્રીથી ભાજપ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસને સૌરાષ્ટ્ર માં રોકવા સફળ થશે જ થશે પરંતુ પાટીદાર સમાજને પણ એક નવો પાટીદાર ચહેરો આપશે. જેનો મતલબ સાફ છે સૌરાષ્ટ્રમાં ભાજપ પાટીદાર સમાજમાં પોતાનો ચહેરો મૂકીને પાટીદાર સમાજ માં પણ પોતાને મજબૂત કરવા માંગે છે. જો અને તો માં ભાજપની રણનીતિ સફળ થાય તો આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ માટે સૌરાષ્ટ્રમાં રાજકારણ કરવું અઘરું સાબિત થશે.

પ્રેસકોન્ફરન્સ, મોદી સરકાર
ફોટો: સોસીયલ મીડિયા

આ પણ વાંચો:

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ જનસદ ગુજરાતી ન્યૂઝ The Jansad સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Related Articles

Back to top button
આજનું રાશિફળ!