ગુજરાત વિધાનસભા ચૂંટણી ગમે ત્યારે જાહેર થઈ શકે છે. ત્યારે આમ આદમી પાર્ટી, કોંગ્રેસ અને ભાજપ તૈયારીઓમાં લાગી ગયા છે. કોંગ્રેસમાં આંતરિક રાજકારણ ચરમસીમા પર છે, તો આમ આદમી પાર્ટી ગુજરાતના ખૂણે ખૂણે જબરદસ્ત પ્રચાર કરી રહી છે દિલ્લી અને પંજાબના મુખ્યમંત્રી ગુજરાતનો પ્રવાસ વારંવાર ખેડી રહ્યા છે. ત્યારે ભાજપ સાઇલેન્ટ કિલર તરીકે કામ કરી રહ્યું છે. કોંગ્રેસ અને આપ ને ખબર જ નથી કે ભાજપ શું કરી રહ્યું છે અને ભાજપ ની સ્ટ્રેટેજી શું છે! ભાજપ ને ખબર જ છે કે તેમના માટે ગુજરાત કેટલુ મહત્વનું છે.
ભાજપ તેના દરેક કાર્યકરો પાસે તનતોડ મહેનત કરાવી રહ્યું છે. અને પોતે પણ દરેક નેતાઓને કામે લગાડી દીધા છે. ગુજરાતની કમાન અમિત શાહ અને નરેન્દ્ર મોદી એ ખુદ પોતાના હાથમાં લીધી છે. પ્રધાનમંત્રીના ગુજરાત પ્રવાસ બાદ અમિત શાહ દ્વારા ગુજરાત ભાજપ સંગઠન હોદ્દેદારોની મિટિંગ લીધી હતી અને આગળની રણનીતિ ઘડી હતી. ભાજપ માટે ગુજરાત એ નાક સમાન છે જો ભાજપ ગુજરાત હારે તો ભાજપને તેનું નુકશાન સમગ્ર દેશમાં ભોગવવું પડે. એટલે બાય હુક કે બાય કુક ભાજપ ગુજરાત જીતવા મરણીયા પ્રયાસ કરશે.
હાલમાં ગુજરાત જીતવા માટે ભાજપે સૌરાષ્ટ્રમાં મજબૂત પકડ બનવવી પડે એમ છે. કારણ કે વર્ષ 2017ની ચૂંટણીમાં કોંગ્રેસ સૌરાષ્ટ્રમાં સૌથી વધારે મજબૂતાઈથી ઉભરી આવી હતી. જે જોતા ભાજપ દ્વારા સૌરાષ્ટ્રમાં વધારે ફોક્સ અને મહેનત કરવામાં આવી રહી છે. આમ આદમી પાર્ટી પણ ગુજરાતમાં સૌરાષ્ટ્રનું મહત્વ સમજે છે એટલે કેજરીવાલ પણ સૌરાષ્ટ્ર પર વધારે ધ્યાન આપી રહ્યા છે. બીજી તરફ કોંગ્રેસ પણ સૌરાષ્ટ્રમાં વધારે મજબૂત થવા દિવસ રાત એક કરી રહી છે પરંતુ ભાજપે આ વખતે કોંગ્રેસને સૌરાષ્ટ્રમાં ઘેરી લીધી છે.
ભાજપ એક માસ્ટર પ્લાન હેઠળ સૌરાષ્ટ્રમાં પ્રધાનમંત્રી મોદીની રેલી પહેલાં કોંગ્રેસના મોટા મોટા ગઢ ધ્વસ્ત કરવાની રણનીતિ બનાવી રહી છે જેના હેઠળ સૌરાષ્ટ્રમાં જેમણે પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલના દીકરા જેવા નેતાને હરાવ્યા હતા એવા હર્ષદ રિબડીયાની વિકેટ લઈને કોંગ્રેસને અચંબિત કરી નાખી છે. હર્ષદ રીબડીયા વર્ષ 2014 અને 2017 એમ બે ટર્મથી વિસાવદર બેઠક પરથી ભારે મતોથી ચૂંટણી જીતતા આવ્યા છે. હવે તેમણે કોંગ્રેસમાંથી રાજીનામુ આપી દીધું છે અને ભાજપ માં જોડાવાના સાકેત આપ્યા છે.
જણાવી દઈએ એકે વિસાવદર બેઠક પર ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનું પ્રભુત્વ હતું. જે બેઠક પર કોંગ્રેસ જીતી હતી. વિસાવદર બેઠક 2014માં હર્ષદ રીબડીયાએ કેશુભાઈ પટેલના પુત્ર ભરત પટેલને 10,260 મતોથી હરાવ્યા હતા. ત્યારબાદ વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર કિરીટ પટેલને 23,000 મતોથી હરાવ્યા હતા. જો કે હર્ષદ રિબડીયા આ પહેલા એટલે કે વર્ષ 2014 પહેલાં બે વખત હાર્યા પણ હતા. હવે તેઓ ભાજપ માં જોડાય તેવી ચર્ચાએ જોર જમાવ્યું છે.
કહેવાય છે કે હર્ષદ રિબડીયાને ભાજપ માં જોડાવા કેટલાય સમયથી ઓફર હતી. સૂત્રો મુજબ મળતી માહિતી પ્રમાણે હાલમાં નવરાત્રીનો માહોલ ચાલી રહ્યો છે. ત્યારે હર્ષદ રિબડીયા કનુભાઇ ભાલાળા સહિતના ભાજપના આગેવાનો સાથે ગરબે ઝૂમતા જોવા મળ્યા હતા. એટલે એજ સમયે ગરબા રમતાં જ તેમનો ભાજપ પ્રવેશનો ખેલ પડી ગયો હતો. આ પહેલાં એહમદ પટેલના રાજ્યસભા ચૂંટણી સમયે હર્ષદ રિબડીયા એ કહ્યું હતું કે તેમને 40 કરોડની ઓફર હતી. હવે જોવું રહ્યું ભાજપ હજુ સૌરાષ્ટ્રમાં કેટલી વિકેટ ખેરવે છે.
આ પણ વાંચો:
- સીઆર પાટીલે મુખ્યમંત્રી જાહેર કરી નાખ્યા! ગુજરાત વિધાનસભા ચૂંટણી માહોલ ગરમાયો!
- IB રિપોર્ટમાં મોટો દાવો? ભાજપ-કોંગ્રેસની બંધબારણે ખાનગી બેઠક? રાજકારણમાં ગરમાવો!
- ભાજપમાં ભંગાણ તો કોંગ્રેસમાં સંધાણ! ગુજરાત ના રાજકારણમાં સૌથી મોટું પરિવર્તન!