
પેટાચૂંટણી ના કારણે ગુજરાતમાં હાલમાં રાજકીય ગરમાવો છે. શિયાળો શ્રુઠાવન આરે છે પરંતુ ઉનાળા જેવી ગરમી લાગી રહી છે. તેમ કહીએ તોય ઓછું નથી તેનું કારણ માત્રને માત્ર ગુજરાત વિધાનસભાની ખાલી પડેલી આંઠ બેઠકો પર આગામી મહિને યોજાવા જઇ રહેલી પેટા ચૂંટણી. ત્યારે મુખ્યમંત્રી રૂપાણી ની સામે જ તેમના જ મંત્રીએ બફાટ કર્યો.

જ્યારે જ્યારે ગુજરાતમાં કોંગ્રેસ પાર્ટીના ધારાસભ્યોને પોતાના મત વિસ્તારના વિકાસ કાર્ય માટે ગુજરાત રાજ્ય સરકાર એટલે કે ભાજપ સરકાર તરફથી જરૂરિયાત મુજબની અને યોગ્ય ગ્રાન્ટ ન મળે ત્યારે તેઓ મીડિયા સમક્ષ ગુજરાત સરકાર પર આક્ષેપો કરતા રહે છે. પરંતુ આ વખતે આ બાબતે ખુદ મુખ્યમંત્રી રૂપાણી સરકાર ના મંત્રીએ તેમની સામે જ આ બાબતે નુવેદન આપ્યું.

ગુજરાત રાજ્યની ભાજપ સરકારના જ એક મંત્રીએ આ અંગે એક નિવેદન આપ્યું હતું, જે બાદ ગુજરાત રાજ્યના રાજકારણમાં ભાગદોડ મચી હતી. તેમના આ નિવેદન બાદ કોંગ્રેસ પક્ષના ધારાસભ્યોના આક્ષેપો બરાબર હોવાની સત્તાવાર મહોર લાગી છે. અહીં નોંધનીય છે કે ગુજરાત રાજ્યના વન અને આદિજાતિ પ્રધાને મુખ્યમંત્રી રૂપાણી ની હાજરીમાં જ આ ચોંકાવનારું નિવેદન આપ્યું હતું.

રમણ પાટકર જેઓ ગુજરાત રાજ્યમાં વન અને આદિજાતિ પ્રધાન છે તેમને કપરાડામાં મુખ્યમંત્રી રૂપાણી ની હાજરીમાં આ નિવેદન આપ્યું હતું. કપરાડામાં મુખ્યમંત્રી રૂપાણી ની ઉપસ્થિતિમાં જ વન અને આદિજાતિ પ્રધાનનો મોટો ધડાકો કર્યો હતો. આ ધડાકા બાદ ખુદ મુખ્યમંત્રી પણ ચોંકી ગયા હતા.

અહીં ઉલ્લેખનીય છે કે વન અને આદિજાતિ પ્રધાન રમણ પાટકરે જ કહ્યું હતું કે જ્યારે કોંગ્રેસ પક્ષના જીતુ ચૌધરી હતા, તે સમયે કપરાડાના વિકાસ કાર્ય હેતુથી ગુજરાત સરકાર તેમને ઓછી ગ્રાન્ટ આપતી હતી. જ્યારે તેઓ કોંગ્રેસ પાર્ટીમાં હતા, તે સમયે તેમને કામ કરવામા ખૂબ જ મુશ્કેલીઓ આવતી હતી. તેઓ પહેલા કોંગ્રેસમાં હતા, પણ હાલ તેઓ ભાજપમાં જોડાયા છે તેથી તેઓ હવે સારુ કામ કરી શકશે અને કપરાડાનો વિકાસ થશે. રમણ પાટકરે મુખ્યમંત્રી રૂપાણીની હાજરીમાં આપેલા આ વિવાદિત નિવેદન બાદ ગુજરાત રાજ્યના રાજકરણમા હડકંપ મચ્યો હતો.
વન પ્રધાને સીએમની હાજરીમાં આપ્યું વિવાદિત નિવેદન

ગુજરાત સીએમ વિજય રુપાણીએ ગુજરાતના કપરાડામાં એક જાહેર સભા સંબોધી હતી. જે દરમિયાન સીએમ વિજય રુપાણીએ કોંગ્રેસ પક્ષ પર નિશાન સાધ્યું હતું તથા કહ્યું હતું કે કોંગ્રેસ પક્ષનું કાયમ માટે નામો નિશાન મિટાવવાનું છે. આ રીતે વિપક્ષ પર કડક આક્ષેપો કરતા સીએમ રૂપાણીએ જાહેર સભાને સંબોધી હતી અને કહ્યું હતું કે હવે કોંગ્રેસ પાર્ટીના લોકો પર જનતાને વિશ્વાસ રહ્યો નથી.
કોંગી નેતાઓ પર નથી વિશ્વાસ

સીએમ રૂપાણીએ વિપક્ષ પર આક્ષેપો કરતા કહ્યું હતું કે, કોંગ્રેસ પક્ષ ફક્ત વિરોધ કરવાનો દેખાવો કરે છે. પણ ગુજરાતની જનતા જાણે જ છે કે સમગ્ર ભારતમાં અને ગુજરાત રાજ્યમાં કોંગ્રેસ પુરી રીતે તૂટી ગઈ છે. તો વળી બીજી બાજુ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ બધી બેઠકો પર ભાજપ જ જીતશે, તેવુ કહીને વિશ્વાસ દાખવ્યો હતો.