IndiaPolitics

ભાજપ સરકાર હોવા છતાં ભાજપ સાંસદે કોંગ્રેસ નેતાની મદદ માંગી! કોંગ્રેસ નેતાએ જીત્યું દિલ!

લોકડાઉન ના કારણે સમગ્ર દેશમાં તાળાબંધી થઈ ગઈ છે. ભારતે આંતરરાષ્ટ્રીય અને આંતરરાજ્ય સમગ્ર ફ્લાઇટ બંધ કરી દીધી છે. તો પહેલીવાર ટ્રેનો પણ સમગ્ર ભારતમાં બંધ થઈ ગઈ છે. ટોટલી વાહનવ્યવહાર ઠપ કરી દેવામાં આવ્યો છે. સમગ્ર મિલ, ફેક્ટરીઓ બંધ કરી દેવામાં આવી છે. જ્યારે માત્ર હોસ્પિટલ, મેડિકલ દુકાનો, જરૂરી ચીજવસ્તુઓની દુકાનો વગેરે જેવી જીવન જરૂરિયાતની વસ્તુઓ માત્ર ઉપલબ્ધ છે હાલ. આવા સમયે એક રાજ્ય માંથી આવેલા બીજા રાજ્યના લોકો માટે ગંભીર પ્રશ્ન બન્યો છે. તેઓ પોતાના રાજ્યમાં પાછા જઈ શકતા નથી અને જ્યાં છે ત્યાં રોજી રોટી બંધ થઈ જવાથી ભૂખ્યા રહેવાનો વારો આવ્યો છે. ભાજપ સરકાર ને કોંગ્રેસ નેતાઓ મદદ કરી રહ્યા છે અને એકતાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે.

ભાજપ સરકાર, દીપેન્દ્રસિંહ હુડ્ડા, deepender hooda, રાહુલ ગાંધી, Rahul Gandhi, કોરોના વાયરસ, coronavirus
ફોટો સોશિયલ મીડિયા

આવા સમયે સરકાર, સામાજિક સંસ્થાઓ, સેવાભાવી લોકો અને રાજનેતાઓ આવા લોકોની મદદ આવી રહ્યા છે. ભારતની બે સૌથી મોટી પાર્ટી અને એકબીજાની સૌથી કટ્ટર હરીફ ગણવામાં આવતી પાર્ટીના બે નેતાઓએ આવા સમયે એકતાનું મોટું ઉદાહરણ પુરુ પાડ્યું છે. બંને નેતાઓ અલગ અલગ પાર્ટીના એટલે કે ભાજપ અને કોંગ્રેસ ના હોવા છતાં એક બીજાને મદદ કરી રહ્યા છે. આ બાબતે રાજનીતિ પણ થઈ પરંતુ કોંગ્રેસ નેતાના જવાબે દિલ જીતી લીધું. આ પહેલા પણ રાહુલ ગાંધી દ્વારા દેશના તમામ રાજકીય નેતાઓને રાજકીય હુંસાતુંસી છોડીને એક થવાની અપીલ કરવામાં આવી હતી. જેનો અમલ કોંગ્રેસ નેતાઓ દ્વારા વગર સંકોચે કરવામાં આવી રહ્યો છે.

ભાજપ સાંસદે માંગી કોંગ્રેસ નેતાની મદદ

ભાજપ સરકાર, દીપેન્દ્રસિંહ હુડ્ડા, deepender hooda, રાહુલ ગાંધી, Rahul Gandhi, કોરોના વાયરસ, coronavirus
ફોટો સોશિયલ મીડિયા

વાત એમછે કે, ભાજપના ઝારખંડના સાંસદ નિશિકાંત દુબે દ્વારા એક વાર નહીં પરંતુ વારંવાર હરિયાણા કોંગ્રેસ નેતા દીપેન્દ્રસિંહ હુડ્ડા પાસે મદદ માંગી અને કોંગ્રેસ નેતા દીપેન્દ્રસિંહ હુડ્ડા દ્વારા તાત્કાલિક કોઈપણ જાતના વિચાર કર્યા વગર દર વખતે મદદ પહોંચાડવામાં આવી. નિશિકાંત દુબે દ્વારા હરિયાણામાં ભાજપ સરકાર હોવા છતાં વિપક્ષ કોંગ્રેસ પાર્ટી નેતા દીપેન્દ્રસિંહ હુડ્ડા ને મદદ કરવા માટે વિનંતી કરમાં આવી અને કોંગ્રેસ નેતા દ્વારા વગર કોઈ રાજકિય લાભ લીધા વગર મદદ કરવામાં આવી. ભાજપ સાંસદ નિશિકાંત દુબે દ્વારા તેમની લોકસભા કોન્સ્ટિટ્યૂએન્સીના કેટલાક લોકો હરિયાણા ફસાયા હતા તેમની મદદ માટે કોંગ્રેસ નેતા દીપેન્દ્રસિંહ હુડ્ડાનો સંપર્ક કરવામાં આવ્યો હતો.

ભાજપ સરકાર, દીપેન્દ્રસિંહ હુડ્ડા, deepender hooda, રાહુલ ગાંધી, Rahul Gandhi, કોરોના વાયરસ, coronavirus
ફોટો સોશિયલ મીડિયા

આ પહેલી વાર નથી પરંતુ અનેકવાર નિશિકાંત દુબે દ્વારા હરિયાણામાં ભાજપ સરકાર હોવા છતાં કોંગ્રેસ નેતા દીપેન્દ્રસિંહ હુડ્ડાનો સંપર્ક કરવામાં આવ્યો હતો અને દરેક વખતે કોઈપણ શો બાજી કર્યા વગર દીપેન્દ્રસિંહ હુડ્ડા દ્વારા મદદ પહોંચાડવામાં આવી હતી. પરંતુ બંને પાર્ટીમાં કેટલાક રાજકીય અસંતુષ્ટ વ્યક્તિઓ દ્વારા રાજનીતિ થઈ રહી હતી તેને પણ અવગણીને કોંગ્રેસ નેતા દ્વારા ભાજપ સાંસદ જણાવેલ વ્યક્તિઓને મદદ તાત્કાલિક પહોંચાડી હતી. આ બાબતે ભાજપ નેતા ને કોઈએ પૂછ્યું કે હરિયાણામાં ભાજપ સરકાર છે છતાં કોંગ્રેસ નેતાની મદદ કેમ માંગી ત્યારે ભાજપ સાંસદે કહ્યું કે દીપેન્દ્રસિંહ હુડ્ડા મારા મિત્ર છે.

કોંગ્રેસ નેતા ના જવાબે જીત્યા દિલ

હરિયાણા, ભાજપ સરકાર, દીપેન્દ્રસિંહ હુડ્ડા, deepender hooda, રાહુલ ગાંધી, Rahul Gandhi, કોરોના વાયરસ, coronavirus
ફોટો: સોસીયલ મીડિયા

તો કોંગ્રેસ માં પણ ભાજપ નેતા દ્વારા માંગવામાં આવતી મદદ બાબતે હલચલ થતાં કોંગ્રેસ નેતા દીપેન્દ્રસિંહ હુડ્ડા એ પોતાના જવાબ દ્વારા લોકોના દિલ જીતી લીધા અને જણાવ્યું કે, આ સમય કોંગ્રેસ વિરુદ્ધ ભાજપ, સત્તાપક્ષ વિરુદ્ધ વિપક્ષનો નથી. આ સમય માનવતા વિરુદ્ધ કોરોના નો છે. ભારત વિરુદ્ધ કોરોના નો છે. આ સમય રાજનીતિનો નથી આ સમય દેશધર્મ નિભાવવાનો છે. પોતાની ક્ષમતા અનુસાર સેવા કરવાનો છે. દીપેન્દ્રસિંહ હુડ્ડાના જવાબે દેશની જનતાના દિલ જીતી લીધા છે. કોંગ્રેસ પૂર્વ પ્રમુખ રાહુલ ગાંધી પણ બાબતે જણાવી ચુક્યા છે કે, પ્રધાનમંત્રી મોદી અને મારે મતભેદ છે પરંતુ આ સમય દેશમાટે કામ કરવાનો છે. રાજનીતિ પછી દેશહિત પહેલાં.

ભાજપ સરકાર, દીપેન્દ્રસિંહ હુડ્ડા, deepender hooda, રાહુલ ગાંધી, Rahul Gandhi, કોરોના વાયરસ, coronavirus
ફોટો સોશિયલ મીડિયા

ઉલ્લેખનીય છે કે, સમગ્ર દેશમાં કોરોનાએ કોહરામ મચાવ્યો છે. રોજે રોજ કોરોના સંક્રમણના પોઝિટિવ કેસો વધતા જઇ રહયા છે. ભારતમાં હાલમાં 14,792 જેટલા પોઝિટિવ કેસો છે જ્યારે 488 લોકોના મોત થઈ ચૂક્યા છે. પરંતુ વિશ્વના અન્ય દેશો કરતાં ભારતમાં કોરોનાની ગતિ ધીમી છે તે ભારત માટે રાહતના સમાચાર છે. હાલ સમગ્ર વિશ્વમાં 2,276,063 જેટલા કોરોના વાયરસ સંક્રમણના પોઝિટિવ કેસો છે જ્યારે 156,114 લોકોના મોત નીપજી ચુક્યા છે સૌથી વધારે અમેરિકામાં 37,175 જેટલા નાગરિકના મોત થઈ ચૂક્યા છે અને આંકડો સતત વધી રહ્યો છે. સમગ્ર વિશ્વની જેમ આપણાં દેશમાં પણ લોકડાઉનની પરિસ્થિતિ છે. અહી ક્લિક કરીને વધારે gujarati news માટે અમારા facebook પેજ Jansad ગુજરાતી ને ફોલો કરો

Related Articles

Back to top button
આજનું રાશિફળ!