ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને આ દિવસોમાં રાજકીય પક્ષો ખૂબ જ સક્રિય છે. દિલ્હી અને પંજાબ બાદ હવે આમ આદમી પાર્ટીનું ફોકસ ગુજરાત પર છે. આ સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની સત્તા ફરી કબજે કરવાની કમાન સંભાળી લીધી છે. તેઓ એક પછી એક ગુજરાતના પ્રવાસે છે. આ દરમિયાન રાજકીય પક્ષો તેમની રેલીઓ અને જાહેર સભાઓમાં એકબીજા વિશે નિવેદનબાજી કરી રહ્યા છે. બીજી તરફ આમ આદમી પાર્ટી પણ સક્રિય થઈ ગઈ છે અને ગુજરાતની કમાન ખુદ ગોપાલ ઇટાલિયા સાથે કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવત માનએ ઉપાડી લીધી છે. ગુજરાતમાં આ વખતે ત્રિપંખીયો જંગ છે એમ શંકાને કોઈ સ્થાન નથી.
ગુજરાતમાં ગને ત્યારે ચૂંટણીઓ જાહેર થઈ શકે છેએ જોતા ત્રણેય પાર્ટીઓ જબરદસ્ત પ્રચાર કરી રહી છે. આ દરમિયાન AAPના રાજ્ય એકમના અધ્યક્ષ ગોપાલ ઇટાલિયા એ પ્રચાર પ્રસાર કરતાં કરતાં જીભ પર કાબુ ગુમાવ્યો હતો અને પ્રધાનમંત્રી મોદી માટે અપશબ્દોનો ઉપયોગ કર્યો છે. ગોપાલ ઈટાલિયાના આ નિવેદન પર ભાજપ હવે AAP પર પ્રહાર કરી રહી છે. લોકો પણ આના પર પ્રતિક્રિયા આપી રહ્યા છે અને આમ આદમી પાર્ટીના અધ્યક્ષને માનસિક નાદાર કહી રહ્યા છે. રવિવાર (09 ઓક્ટોબર, 2022) ના રોજ, આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષે પીએમ નરેન્દ્ર મોદી વિરૂદ્ધમાં નિવેદનબાજીની તમામ હદો વટાવી દીધી હતી.
ગુજરાત આમ આદમી પાર્ટીના અધ્યક્ષ ગોપાલ ઇટાલિયા ના આ નિવેદનોથી ભાજપ આક્રમક બની ગયું છે અને તેની સખત નિંદા કરી રહ્યું છે. ભાજપે પણ આ મામલે એફઆઈઆર નોંધવાની વાત કરી છે. ભાજપ આ બાબતે હવે લડી લેવાના મૂડમાં દેખાઈ રહી છે. ગોપાલ ઇટાલિયા ના નિવેદનને ભાજપે ગુજરાતની અસ્મિતા સાથે જોડીને આમ આદમી પાર્ટીને ઘેરી લીધી છે. પહેલાં દિલ્લી સરકારમાં મંત્રીના નિવેદન પર આમ આદમી પાર્ટી સહિત કેજરીવાલને જબરદસ્ત ઘેરી હતી અને હવે ભાજપ ને આમ આદમી પાર્ટી સામે અન્ય એક મુદ્દો મળી ગયો છે.
તેના પર બીજેપી નેતા અમિત માલવિયાએ ગોપાલ ઈટાલિયાનો વીડિયો ટ્વીટ કર્યો છે. જેમાં ગોપાલ ઇટાલિયા એ પીએમ મોદીની ગુજરાતની મુલાકાતોને ‘નોટંકી’ ગણાવી છે અને અપશબ્દોનો ઉપયોગ કર્યો છે. ગોપાલે એમ પણ કહ્યું કે આ પહેલા કોઈ વડાપ્રધાને આવી નોટંકી કરી નથી. ગોપાલ ઈટાલિયાના નિવેદન પર અમિત માલવિયાએ કહ્યું કે, કેજરીવાલના જમણા હાથ અને AAP ગુજરાતના અધ્યક્ષ ગોપાલ ઈટાલિયા કેજરીવાલના સ્તર પર આવી ગયા છે. પીએમ મોદીને ગાળો આપી. આવા અપશબ્દોનો ઉપયોગ કરવો અને ગુજરાતના ગૌરવ અને ધરતી પુત્રનું અપમાન કરવું એ દરેક ગુજરાતીનું અપમાન છે જેણે તેમને અને ભાજપને 27 વર્ષથી મત આપ્યા છે.
Gopal Italia, Kejriwal’s right hand man and AAP Gujarat’s President, stoops to Kejriwal’s level, calls Prime Minister Modi “नीच”।
— Amit Malviya (@amitmalviya) October 9, 2022
Using such profanities and abusing Gujarat’s pride and son of the soil is an insult to every Gujarati, who has voted for him and the BJP for 27 years. pic.twitter.com/5J2k8Ibmwv
અન્ય એક ટ્વિટમાં તેમણે કહ્યું કે, “વડાપ્રધાનને અપમાનિત કરવા જેટલું અપમાનજનક છે, તેટલું જ ખોટા શબ્દનો ઉપયોગ કરવો તે અપમાનજનક પણ છે, કારણ કે તે મહિલાઓ પ્રત્યે અત્યંત અપમાનજનક છે. આ ભારતની નારી શક્તિનું અપમાન છે. આ માટે લોકો AAP અને અરવિંદ કેજરીવાલને માફ નહીં કરે…” ભાજપ દ્વારા આમ આદમી પાર્ટી ગુજરાતના અધ્યક્ષ ગોપાલ ઇટાલિયાના નિવેદનને રાજકીય રંગ આપુને ગુજરાતની અસ્મિતા સાથે જોડીને આમ આદમી ઓરતીને ઘેરવાના પ્રયત્ન કરી રહ્યું છે. તેમજ ગોપાલ ઇટાલિયા સામે આ બાબતે ફરિયાદ કરવાનું પણ વિચારી રહ્યું છે.
Just as offensive it is to call the Prime Minister “नीच”, it is equally disrespectful to use the “C” word, as it is hugely disrespectful and abusive towards women. It is an insult to India’s Nari Shakti. People won’t forgive AAP and Arvind Kejriwal for it… https://t.co/ktbsWk8w5r
— Amit Malviya (@amitmalviya) October 9, 2022
આ પણ વાંચો:
- ભાજપના મંત્રીઓ આવે ત્યારે જ રસ્તાનું સમારકામ થાય છે: ભાવનગર યુવરાજ રાજકીય ગરમાવો!
- મોટો ખુલાસો! તાંત્રિકની સલાહ પર નામ બદલ્યું, સચિવાલય જવાનું પણ બંધ કર્યું: નિર્મલા સીતારામન
- અમિત શાહ નો ચોંકાવનારો ખુલાસો! કહ્યું મુખ્યમંત્રીએ મને ખૂબ માર્યો હતો!
- વિજય રૂપાણી ભરાયા ગુસ્સે! મોકો મળતાં જ ઝાટકી નાખ્યા! ગુજરાતમાં રાજકીય ઘમાસાણ!
- મોદી શાહ ના ગઢમાં મોટું ગાબડું! જેવું કોંગ્રેસ સાથે કર્યું એવું જ ભાજપ સાથે થયું!
- ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલાં ભાજપ માં મોટું ભંગાણ! કોંગ્રેસને ફાયદો!
- ભાજપ ને મોટો ઝટકો! મોદી શાહ પહેલા કેજરીવાલ ભગવત માન સાથે કરશે શક્તિ પ્રદર્શન!
- ગુજરાત ભાજપ માં ભય નો માહોલ?? વિધાનસભા ચૂંટણી સમયે રાજકીય ગરમાવો!
- કોંગ્રેસના પૂર્વ નેતાએ જ હર્ષદ રિબડીયા નું ઓપરેશન કર્યું અને કમલમ પહોંચાડ્યા!?
- ભાજપ અધ્યક્ષ સીઆર પાટીલના અસ્પષ્ટ નિવેદન બાદ અલ્પેશ ઠાકોર નું વળતું મોટું નિવેદન!
- પાટીલ નું અલ્પેશ ઠાકોર બાબતે રાજકીય નિવેદન! પળમાં હિરો પળમાં ઝીરો જેવું નિવેદન!
- સીઆર પાટીલે પાડ્યો મોટો ખેલ! પ્રધાનમંત્રીની ગુજરાત રેલી પહેલાં આપશે મોટી ગિફ્ટ! કોંગ્રેસ આપને મોટો ફટકો!
- રાજકારણના સૌથી મોટા સમાચાર! પરિવર્તનનો પવન ભાજપ માટે ગુજરાત વિધાનસભા બનાવશે અઘરી?
- સીઆર પાટીલે પાડ્યો મોટો ખેલ! પ્રધાનમંત્રીની ગુજરાત રેલી પહેલાં આપશે મોટી ગિફ્ટ! કોંગ્રેસ આપને મોટો ફટકો!
- સીઆર પાટીલે મુખ્યમંત્રી જાહેર કરી નાખ્યા! ગુજરાત વિધાનસભા ચૂંટણી માહોલ ગરમાયો!
- IB રિપોર્ટમાં મોટો દાવો? ભાજપ-કોંગ્રેસની બંધબારણે ખાનગી બેઠક? રાજકારણમાં ગરમાવો!
- ભાજપમાં ભંગાણ તો કોંગ્રેસમાં સંધાણ! ગુજરાત ના રાજકારણમાં સૌથી મોટું પરિવર્તન!