IndiaWorld

પાકિસ્તાન ની નાપાક હરકત! કર્યું યુદ્ધવિરામનું ઉલ્લંઘન! વૈશ્વિક અસ્થિરતા વચ્ચે નાપાક હરકત!

પાકિસ્તાન અમુક અમુક સમયે પોતાની હલકી કક્ષાની માનસિકતા બતાવતું હોય છે. અને વારે તહેવારે ભારત પર ગોળીબાર કરતું રહેતું હોય છે અને જ્યારે ભારત વળતો જવાબ આપે ત્યારે આખાય વિશ્વમાં રોવા બેસી જાય છે.આ પાકિસ્તાનની વર્ષો જૂની રાજકીય ટેકટિક રહી છે. આ વખતે ફરી પાકિસ્તાન દ્વારા યુદ્ધવિરામનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે. પરંતુ ભારતીય સીમા સુરક્ષા દળ દ્વારા પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપવામાં આવ્યો છે. બીએસએફ જવાનોએ આપ્યો જડબાતોડ જવાબ. જમ્મુ-કાશ્મીરના જમ્મુમાં પાકિસ્તાને ફરી એકવાર યુદ્ધવિરામનું ઉલ્લંઘન કર્યું છે. પાકિસ્તાન રેન્જર્સે જમ્મુના અરનિયા સેક્ટરમાં બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF)ની પેટ્રોલિંગ પાર્ટી પર ગોળીબાર કર્યો હતો.

15 ઓગસ્ટ, ભારતીય સેના
(Photo: IANS/DPRO)

જમ્મુ-કાશ્મીરના જમ્મુમાં પાકિસ્તાને ફરી એકવાર યુદ્ધવિરામનું ઉલ્લંઘન કર્યું છે. પાકિસ્તાન રેન્જર્સે જમ્મુના અરનિયા સેક્ટરમાં બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF)ની પેટ્રોલિંગ પાર્ટી પર ગોળીબાર કર્યો હતો. તૈયાર બીએસએફ જવાનો તરફથી પણ જડબાતોડ જવાબ આપવામાં આવ્યો હતો. BSFએ કહ્યું કે મંગળવારે સવારે પાકિસ્તાન રેન્જર્સે જમ્મુના અરનિયા સેક્ટરમાં પેટ્રોલિંગ કરી રહેલા ભારતીય જવાનો પર કોઈ કારણ વગર ફાયરિંગ કર્યું. જેના જવાબમાં બીએસએફ દ્વારા પણ જડબાતોડ જવાબ આપવામાં આવ્યો હતો. BSFએ પણ પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલા ગોળીબારનો જડબાતોડ જવાબ આપ્યો હતો.

મળતી માહિતી મુજબ, આ ઘટનામાં બીએસએફના કોઈ જવાનને નુકસાન થયું નથી. ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાન અવારનવાર સરહદ પર પોતાની નાપાક હરકતો કરે છે. પરંતુ તૈયાર બીએસએફ જવાન હિંમતભેર લડે છે. પાકિસ્તાની સૈનિકોએ ઉશ્કેરણી વિના બોર્ડર સિક્યુરિટી ફોર્સ (બીએસએફ) ના જવાનો પર ગોળીબાર કર્યો અને જમ્મુ અને કાશ્મીરમાં આંતરરાષ્ટ્રીય સરહદ પર મંગળવારે સવારે યુદ્ધવિરામ કરારનું ઉલ્લંઘન કર્યું, એક અધિકારીએ જણાવ્યું હતું.

જમ્મુ કાશ્મીર
ફોટો: સોસીયલ મીડિયા

બીએસએફએ પણ જમ્મુ જિલ્લાના અરનિયા સેક્ટરમાં ગોળીબારનો “યોગ્ય જવાબ” આપ્યો હતો, એમ તેમણે જણાવ્યું હતું. બીએસએફના સબ ઈન્સ્પેક્ટર જનરલ એસ. પી.એસ સંધુ એ કહ્યું, “આજે સવારે, BSF પેટ્રોલિંગ પર પાકિસ્તાની સૈનિકો દ્વારા ઉશ્કેરણી વિનાના ગોળીબારનો જમ્મુના એલર્ટ બીએસએફ જવાનો દ્વારા જવાબ આપવામાં આવ્યો હતો,”

Related Articles

Back to top button
આજનું રાશિફળ!