
શંકરસિંહ વાઘેલાના દીકરા મહેન્દ્રસિંહ ભાજપ માં જોડતા બાપુએ આપ્યું અલ્ટીમેટમ
લોકસભાની ચુંટણીમાં ફરી 26 સીટ જીતવાના ઈરાદા સાથે ભાજપે પહેલા કોંગ્રેસના દિગ્ગજ ગણાતા કોળી નેતા કુંવરજી બાવાળીયાનું પોલિટિકલ શોર્ટ મારીને ઓપરેશન કરી નાખ્યું અને હવે ક્ષત્રિય વોટબેંક કબ્જે કરવાના ઈરાદા સાથે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને પૂર્વ કોંગ્રેસ નેતા શંકરસિંહ વાઘેલાના પુત્ર મહેન્દ્રસિંહ વાઘેલાને કેસરિયો ખેસ પહેરાવીને ભાજપમાં સામેલ કરી લીધા છે. એટલુંજ નહીં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસ પાર્ટીના પૂર્વ નેતા શંકરસિંહ વાઘેલાના દીકરા મહેન્દ્રસિંહ વાઘેલાને લોકસભા લડાવવાની પણ તૈયારી કરી લીધી છે. પહેલાતો શંકરસિંહ વાઘેલાના દીકરા મહેન્દ્રસિંહ વાઘેલાને ગાંધીનગર અને સાબરકાંઠા લોકસભાની બેઠક અાપવાના કરેલા વાયદાઅોથી શંકરસિંહની સહમતી હોવાનું તમામને લાગ્યું હતું, પરંતુ હવે શંકરસિંહ બાપુએ પ્રેસ કોન્ફરન્સ કરી દીકરા સામે બળવો કરતાં ગુજરાતના રાજકારણમાં અેક નવો વળાંક આવ્યો છે અને રાસકાસીનો માહોલ એકજ દિવસમાં બની જાવા પામ્યો છે.
વાત શું છે?
વાત એમ છે કે, મહેન્દ્રસિંહે પિતા શંકરસિંહને પૂછ્યા વિના કેસરિયો ખેસ ધારણ કરતાં શંકરસિંહ બાપુ પોતાના સ્વભાવની જેમ બળવાના મૂડમાં અાવી ગયા છે. શંકરસિંહ બાપુએ ધમકી અાપી ત્યાં સુંધી કહી દીધું છે કે, અેક સપ્તાહમાં ભાજપમાંથી રાજીનામું નહીં અાપે તો બાપ-દિકરાના સંબંધો પૂર્ણ થઈ જશે. ભાજપે તેમને વિશ્વાસમાં લીધા વિના મહેન્દ્રસિંહને કેસરિયો પહેરાવી દીધો છે. વધુમાં બાપુએ જણાવ્યું કે, મહેન્દ્રસિંહે ભાજપમાં જોડાતા પહેલા કાર્યકરોની મરજી જાણવી જોઈએ. જો કાર્યકરો ભાજપમાં જોડાવાની ના પાડે તો મહેન્દ્રસિંહે ભાજપમાંથી રાજીનામું આપી દેવું પડશે અને જો મહેન્દ્રસિંહ એવું નહીં કરે તો પિતા-પુત્રના સંબંધ પુરા થઇ જશે તેવી ગર્ભિત ચીમકી પણ શંકરસિંહે સગા દીકરાને આપી છે.
બાપુની જાહેરાત
શંકરસિંહ વાઘેલાએ બીજી મોટી જાહેરાત એ કરીકે, પોતે 2019ની ચૂંટણી પહેલા રાજનીતિમાં સક્રિય થશે અને એમનો રાજનૈતિક સન્યાસ પૂર્ણ થશે. ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે રાજ્યસભાના ઇલેક્શન વખતે શંકરસિંહ વાઘેલાએ તેમના ટેકેદાર ધારાસભ્યો સાથે કોંગ્રેસ પાર્ટી સામે બળવો કરીને કોંગ્રેસ સાથે છેડો ફાડયો હતો તેમની સાથે કોંગ્રેસ માંથી આવેલા બધાય ધારાસભ્યો ભાજપમાં જોડાયા હતા પણ શંકરસિંહ બાપુ કે તેમનો પુત્ર મહેન્દ્રસિંહ વાઘેલા ભાજપમાં જોડાયા નહોતાં.