
ભાજપ દ્વારા રાજ્યસભા ચૂંટણી ને રસાકસી વાળી બનાવી દેવામાં આવી છે. એટલે કે શાંત પાણીમાં કાંકરીચાળો કરવામાં આવ્યો છે. ભાજપ દ્વારા સત્તાવાર રીતે પહેલા બે નેતાઓને ટીકીટ આપવામાં આવી હતી પરંતુ ત્યારબાદ અંતિમ સમયે નરહરિ અમીન ને પણ ટિકિટ આપવામાં આવી હતી. જ્યારે કોંગ્રેસ માંથી ભરત સોલંકી અને શક્તિસિંહ ગોહિલ ના નામ પર મહોર મારવામાં આવી હતી. અમિત શાહની રણનીતિ મુજબ નરહરિ અમીનને કોંગ્રેસના પાટીદાર ધારાસભ્યો તોડવા માટે જ ટિકિટ આપવામાં આવી હોય તેવું લાગી રહ્યું છે. જે રણનીતિ અંતર્ગત અમિત શાહ દ્વારા એક તીર ત્રણ શિકાર કરવાની રાજરમત છે.

એક કાંકરે ત્રણ પક્ષી પડવાની અમિત શાહની રણનીતિ
રાજ્યસભા ચૂંટણી માં નરહરિ અમીન ને જાહેર કરવા પાછળનો મુખ્ય ઉદ્દેશ કોંગ્રેસના પાટીદાર ધારાસભ્યોને સાધવાનો છે. જેના દ્વારા રાજ્યસભા તો જીતી જ જવાય સાથે સાથે પાટીદાર સમાજ જે ભાજપથી વિમુખ થયો છે તેને પાછો ભાજપ તરફી લાવવાનો અને કોંગ્રેસ વિરુદ્ધ કરવાનો છે. તેમજ વિધાનસભામાં કોંગ્રેસનું બળ ઓછું કરવાનો પણ મુખ્ય આસય છે. આ બાબતે નરહરિ અમીન ને પણ સૂચનાઓ આપવામાં આવી છે કે કોંગ્રેસના પાટીદાર ધારાસભ્યોને સાધીને તેમને ક્રોસવોટિંગ માટે મનાવો અને 2-3 ધારાસભ્યોને ગૃહમાં ઘેર હાજર રાખવા માટે મનાવો. જે કામે નરહરિ અમીન લાગી ગયા છે. આમ અમિત શાહ દ્વાર એક કાંકરે ત્રણ પક્ષીનો શિકાર કરવાની યોજના છે.

રાજ્યસભા ચૂંટણી કોંગ્રેસની પાણી પહેલા પાળ
પરંતુ કોંગ્રેસ દ્વારા પાણી પહેલા જ પાળ બાંધી લેવામાં આવી છે અને રાજ્યસભા ચૂંટણી ને ધ્યાને લઈને ધારાસભ્યો ફરતે કિલ્લાબંધી કરવાની શરૂ કરી દેવામાં આવી છે. કોંગ્રેસ દ્વારા પાટીદાર ધારાસભ્યોને સાચવવાની જવાબદારી પણ કોંગ્રેસના પાટીદાર નેતા પરેશ ધાનાણીના શિરે આવી છે. પરેશ ધાનાણીએ મીટિંગમાં ગેરહાજર રહેલા ધારાસભ્યો સાથે ટેલિફોનિક ચર્ચાઓ પણ કરી છે. અને પાટીદાર ધારાસભ્યો ફરતે પાક્કી કિલ્લાબંધી કરી લેવામાં આવી છે. આ બેઠકો જીતાડવાની જવાબદારી પરેશ ધાનાણી અને અમિત ચાવડાની છે જે મુજબ બંને નેતાઓ રાત ઉજાગરા કરવા માટે તૈયાર થઈ ગયા છે. તો ધારાસભ્યો માટે સેફ પ્લેસ પણ શોધવામાં આવી રહ્યા છે. અહી ક્લિક કરીને અમારા ફેસબુક પેજને ફોલો કરો વધારે ન્યુઝ માટે

જણાવી દઈએ કે આગામી 26મી માર્ચે ગુજરાતમાં રાજ્યસભાની ચાર બેઠકોની પેટાચૂંટણી યોજાનાર છે, જેમાં કોંગ્રેસના શક્તિસિંહ ગોહિલ અને ભરત સોલંકીને ચૂંટણી મેદાને છે. બંને સીટ જીતાડવા માટે ધારાસભ્યોને સેફ પ્લેસ ઓર લાઇ જવામાં આવ્યા છે. આજે 10-15 જેટલા ધારાસભ્યોને જયપુર ખસેડવામાં આવ્યા છે. ધરસભ્યોના બે જૂથ પડી દેવામાં આવ્યા છે એક જૂથ શક્તિસિંહનું અને બીજું જૂથ ભરત સોલંકીનું. અને આ બંને જુથના ધારાસભ્યોને અલગ અલગ રાખવામાં આવશે. જેમાં જયપુર અને ઉદયપુરની પસંદગી કરવામાં આવી છે.

રાજસ્થાન કે છતીસગઢ ?
આ ઉપરાંત છત્તીસગઢના મુખ્યમંત્રી ભુપેશ બધેલે પણ કોંગ્રેસ નેતાઓ સાથે વાતચીત કરી છે અને ધારાસભ્યોને છત્તીસગઢમાં રાખવા માટેનું પણ આમંત્રણ આપ્યું છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે ધારાસભ્યોને રાજ્ય બહાર લઈ જવામાં આવશે અને રાજ્યસભા ચૂંટણી ના મતદાનના દિવસના અગાઉ એટલે કે 25 મીએ મોડી રાત્રે ગાંધીનગર અમદાવાદ માં કોઈક અજ્ઞાત સ્થળે લઈને આવવામાં આવશે અથવા 26મી એ સવારે વહેલા લાવવામાં આવશે. આ રણનીતિ મુજબ ધરસભ્યોનો એક જથ્થો તો એરપોર્ટથી રાજ્ય બહાર જાવા માટે નીકળી ગયો છે. સૂત્રો મુજબ જેમને રાજસ્થાનમાં જયપુર ખાતે ખસેડાયા છે.

ભાજપ દ્વારા નરહરિ અમીને ત્રીજા ઉમેદવાર તરીકે જાહેર કરવાં આવતા કોંગ્રેસ દ્વારા પોતાના પાટીદાર ધારાસભ્યો પર વોચ ગોઠવી દેવામાં આવી છે. કરણ કે કોંગ્રેસને ભય છે કે, બે ત્રણ ધારાસભ્યો ક્રોસવોટિંગ કરી શકે છે તે જોતાં કોંગ્રેસના ધારાસભ્યોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે એટલે કે કોંગ્રેસ દ્વારક પાણી પહેલા જ પાળ બાંધી લેવામાં આવી છે. ત્યારે 15-20 જેટલા સિનિયર ધારાસભ્યો ગુજરાતમાં જ રહેશે કારણકે વિધાનસભા સત્ર ચાલી રહ્યું છે અને હાજરી આપવી આવશ્યક છે. કોંગ્રેસ દ્વારા મજબૂત કિલ્લાબંધી કરવાં આવી છે ગત બે વખત ભાજપ કોંગ્રેસના ધારાસભ્યોને તોડવામાં સફળ થયું હતું. જેમાં અલ્પેશ ઠાકોર જેવા નેતાઓ પણ સામેલ હતા.
- આ પણ વાંચો
- કેમ નરહરિ અમીન ને અમિત શાહે રાજ્યસભા ઉમેદવાર બનાવ્યા? આ છે મોટી રાજરમત!
- રાજ્યસભા ચૂંટણી અમિત શાહનો માસ્ટરસ્ટ્રોક આવીરીતે જીતશે ત્રીજી સીટ!
- ગુજરાત કોંગ્રેસ માં ભૂકંપથી હાઈકમાંડમાં હડકંપ! જાણો!
- આગુજરાતીએ મધ્યપ્રદેશ કમલનાથ સરકાર ના પાયા હચમચાઈ નાખ્યા! જાણો!
- કમલનાથ નો માસ્ટરસ્ટ્રોક! ડી કે શિવકુમારની એન્ટ્રી! ભાજપમાં ફફડાટ!
- મધ્યપ્રદેશ માં સિંધિયાના રાજીનામાં બાદ પણ પિચર હજુ ક્લિયર નથી! જાણો!