IndiaPolitics

લોકસભા પરિણામ બાદ આ રાજ્યમાં ભાજપની સરકાર પડી શકે છે! જાણો ક્યાં!

સમાચાર છે કે એનડીએના કેટલાક ઘટક દળો લોકસભા ચુંટણી પરિણામ બાદ ભાજપનો સાથ છોડી શકે છે. અને અત્યારના સમયે જ ભાજપ માટે મણીપુરથી ખરાબ સમાચાર આવી રહ્યા છે. મણીપુરમાં ભાજપની સહયોગી પાર્ટી એનપીએફ એ ગઢબંધન તોડી નાખવાની વાત કહી છે.

લોકસભા
ફોટો: સોસીયલ મીડિયા

એનપીએફ નું કેહવું છે કે ભાજપ તેના વિચારો અને સુઝાવને સમર્થન કે મહત્વ આપતું નથી! પાર્ટી આજે નિર્ણય કરશે કે ભાજપ સાથે ગઢબંધન માં રહેવું કે નહિ. આના માટે આજે શનિવારે એનપીએફ એ મહત્વના નેતાઓની એક મીટીંગ પણ બોલાવી છે.

લોકસભા
ફોટો: સોસીયલ મીડિયા

એનપીએફ નું કેહવું છે કે, ભાજપ તેમની પાર્ટીને કોઈ ખાસ મહત્વ નથી આપતી. એનપીએફ એ ભાજપ પર આરોપ લગાવ્યો છે કે ભાજપ ગઢબંધનના સહયોગી દળો સાથે તુચ્છ જેવો વ્યવહાર કરે છે. સમાચાર એજન્સી પીટીઆઈ સાથે વાત કરતા નાગા પીપલ્સ ફ્રન્ટના પ્રદેશ પ્રમુખ અવાંગબુ નેવમઇ એ જણાવ્યું કે, “ગઢબંધન સરકાર બન્યા બાદ ભાજપાએ ક્યારેય પણ ગઢબંધનની મૂળ ભાવનાને નિભાવી નથી કે તેનું સમ્માન નથી કર્યું. એવા ઘણા પ્રસંગો આવ્યા જ્યારે ભાજપના નેતાઓએ અમારા સભ્યોને ગઠબંધન સાથી તરીકે સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો.

પ્રેસકોન્ફરન્સ
ફોટો: સોસીયલ મીડિયા

આ ઉપરાંત તેમણે જણાવ્યું કે ભાજપા એ તેમની સહયોગી પાર્ટીઓને જે વાયદાઓ કર્યા હતા તેને પુરા પણ નથી કર્યા. હવે જો અને તો ની વાત કરીએ. જો એનપીએફ ભાજપને આપેલું સમર્થન પાછું ખેંચે તો મણિપુરમાં ભાજપની સરકાર પડી શકે છે.

લોકસભા
ફોટો: વિકિપીડિયા

હા જો એનપીએફ ભાજપણ આપેલું સમર્થન પાછુ ખેંચી લે છે તો મણિપુરમાં રાજકીય ભૂકંપ સર્જાઈ શકે છે અને અને ભાજપની સરકાર પડી શકે છે. મણિપુરમાં ભાજપા પાસે ૨૧, એનપીએફ ૪, એનપીપી ૪, એલજેપી ૧, અપક્ષ ૧ અને કોંગ્રેસના ૧ સભ્યનું સમર્થન થઈને કુલ ૩૨ જેટલી સીટો છે પણ જો આ માંથી એનપીએફ અલગ થઇ જાય તો ૨૮ સીટ સાથે હાલની ભાજપ સરકાર લઘુમતી માં આવી જાય તેમ છે.

લોકસભા
ફોટો: સોસીયલ મીડિયા

મણીપુરની ૬૦ બેઠકની વિધાનસભામાં કોંગ્રેસ પાસે૨૭ સીટ છે બહુમતી માટે ૩૧ સીટ જોઈએ જો એનપીએફ ૪ સીટ સાથે કોંગ્રેસને સમર્થન આપે તો કોંગ્રેસ સરકાર બનાવે તેવી પરિસ્થિતિનું નિર્માણ થવા પામે. પરંતુ એનપીએફ દ્વારા એવું પણ જણાવવા માવ્યું કે લોકસભા પરિણામ બાદ કોઈ નિર્ણય લેવામાં આવશે.

લોકસભા
ફોટો: સોસીયલ મીડિયા

ઉલ્લેખનીય છે કે, ભાજપ પાસે હાલ નવા સહયોગી દળો શોધવાનો અઘરો ટાસ્ક છે ત્યારે જો એનડીએ માંથી એક પણ પાર્ટી અલગ થાય તો લોકસભા પરિણામ બાદ સરકાર બનાવવી ભાજપ માટે અઘરું સાબિત થશે. એક તરફ કોંગ્રેસ દ્વારા તમામ વિપક્ષોને એક કરવા માટેના જબરદસ્ત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે ત્યારે ભાજપ માંથી તેના સહયોગી દળોની વિદાય એ કોંગ્રેસ અને અન્ય વિપક્ષી દળો માટે ફાયદા સમાન છે.

લોકસભા
ફોટો: સોસીયલ મીડિયા

લોકસભા પરિણામમાં પણ જો ભાજપને સરકાર બનાવવા માટે બહુમતી ના મળે તો ભાજપને પણ તેના સહયોગી દળો સાથે ગઢબંધન સરકાર બનાવવા મજબુર થવું પડે તેમ છે અને તેના માટે તેમને લોકલ પાર્ટીઓના સાથ અને સહકારની આવશ્યકતા છે જો તેમની સાથે સહયોગી દળોજ નહિ હોય તો એનડીએ પણ લોકસભામાં સરકાર બનાવી શકશે નહિ આજ કોંગ્રેસનો માસ્ટર પ્લાન છે ભાજપને સત્તાથી દુર રાખવાનો.

Related Articles

Back to top button
આજનું રાશિફળ!