IndiaPolitics

ભાજપ પર મુખ્યમંત્રી ગુસ્સે ભરાયા! રાજકીય ઘમાસાણ શરૂ! લગાવ્યો મોટો આરોપ!

હાલ દેશમાં ચૂંટણીનો માહોલ છે ત્યારે વિપક્ષ શાસિત રાજ્યોમાં ED, IT, અને CBI ના દરેડ પડી રહ્યા છે. આ બાબતે કેટલાય નેતાઓ દ્વારા ખુલ્લું કહેવામાં આવ્યું છેકે આ દારોડાઓ ભાજપ સરકારના ઈશારે પડી રહ્યા છે. વિપક્ષી પાર્ટીઓના રાજ્યોમાં જ દરોડા પડતાં લોકો માં પણ આ બાબત ઘર કરી ગઈ છે કે,ED,IT અને CBI ભાજપ ના ઈશારે જ કામ કરે છે. આ બાબતે પહેલાં માનતા બેનરજી એ પણ અવાજ ઉઠાવ્યો હતો અને ત્યારબાદ અરવિંદ કેજરીવાલ દ્વારા પણ અવાજ ઉઠાવવામાં આવ્યો હતો જે કે બંને રાજ્યોમાં ED, IT અને CBI એ તેમની પાર્ટીના નેતાઓના ત્યાં મહેમાનગતી માણી હતી.

છત્તીસગઢની રાજધાની રાયપુર સહિત રાજ્યના ઘણા શહેરોમાં સવારથી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ના દરોડા પાડવામાં આવ્યા હતાં. EDની ટીમે રાયપુર, ભિલાઈ, દુર્ગ, મહાસમુંદ, રાયગઢમાં આઈએએસ અધિકારીઓ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ સહિતના નેતાઓના સ્થળો પર દરોડા પાડ્યા હતાં. રાજ્યના ઘણા મોટા અધિકારીઓના સ્થળો પર દરોડા પાડવામાં આવ્યા હતાં. ગઈ કાલે સવારે 5 વાગ્યાથી એક ડઝન અધિકારીઓના સ્થળો પર સર્ચ કરવામાં આવી રહ્યું હતું. છત્તીસગઢમાં EDના દરોડાથી ગુસ્સે થયેલા સીએમ ભૂપેશ બઘેલે ભાજપ પર કટાક્ષ કર્યો છે. તેમનું કહેવું છે કે ભાજપ સીધી રીતે લડી શકવા સક્ષમ નથી, તેથી તે ઈડી અને ઈન્કમટેક્સ દ્વારા લડવાનો પ્રયાસ કરી રહી છે.

છત્તીસગઢ
ફોટો: સોશિયલ મીડિયા

છત્તીસગઢ મુખ્યમંત્રી એ કહ્યું કે, મેં પહેલેથી જ કહ્યું છે કે તેઓ ફરીથી આવશે. આ છેલ્લું નથી. જેમ જેમ ચૂંટણી નજીક આવશે તેમ તેમ તેમનો પ્રવાસ વધુ વધશે. ધાકધમકી સિવાય કંઈ કરવાનું નથી. જો કે, છત્તીસગઢમાં કેન્દ્રીય એજન્સીઓ દ્વારા દરોડા પડવાની ઘટના નવી નથી. આ પહેલા પણ બઘેલના OSD સૌમ્ય ચૌરસિયાના અનેક સ્થળો પર દરોડા પાડવામાં આવ્યા છે. કલેક્ટર રાનુ સાહુ અને કોલસાના વેપારી સૂર્યકાંત તિવારીની પણ અનેક રાઉન્ડ સુધી પૂછપરછ કરવામાં આવી છે. આજે 11મી ઓક્ટોબરે સવારથી જ આ તમામ જગ્યાઓ પર દરોડા પાડવામાં આવી રહ્યા છે.

છત્તીસગઢ
ફોટો: સોશિયલ મીડિયા

કેન્દ્રીય એજન્સીએ રાયપુર તેમજ રાયગઢ, દુર્ગ અને મહાસમુંદમાં અનેક સ્થળોએ દરોડા પાડ્યા હતા. સરકારી અધિકારીઓની સાથે સાથે બઘેલની નજીકના વેપારીઓને પણ નિશાન બનાવવામાં આવ્યા હતા. કેન્દ્રીય એજન્સીનો દાવો છે કે નક્કર માહિતી મળ્યા બાદ જ દરોડા પાડવામાં આવી રહ્યા છે. તેમની પાસે માહિતી છે કે છત્તીસગઢમાં મોટાપાયે છેતરપિંડી થઈ રહી છે. સરકારના નાક નીચે અધિકારીઓ તોડફોડ કરી રહ્યા છે. આ સમગ્ર મામલામાં આવા અનેક ઉદ્યોગપતિઓ પણ સામેલ છે જેઓ કોંગ્રેસ સરકારની નજીક છે. એજન્સીનો દાવો છે કે તેમનું પગલું સંપૂર્ણપણે કાયદાના દાયરામાં છે.

જણાવી દઈએ કે, જ્યારે દિલ્લી માં કેજરીવાલ ના નજીકના નેતાઓ ના ત્યાં દરોડા પડ્યા હતા ત્યારે કેજરીવાલ દ્વારા મહત્વપૂર્ણ નિવેદન આપવામાં આવ્યું હતું. તેમણે કહ્યું હતું કે, આ ધર્મયુદ્ધ છે, મહાભારત જેવું છે. જ્યારે મહાભારત શરૂ થયું ત્યારે કૃષ્ણ ઊંઘમાં હતા, દુર્યોધન અને અર્જુન બંને કૃષ્ણ પાસે મદદ માંગવા પહોંચ્યા, અર્જુન પગ પાસે અને દુર્યોધન માથા પાસે બેઠા હતા. અર્જુને કહ્યું કે મારે આ યુદ્ધમાં કૃષ્ણ જોઈએ છે, દુર્યોધને કહ્યું કે મને સેના આપો. આજે આ લોકો પાસે સંપૂર્ણ સત્તા છે, ED, CBI, IT, પૈસા છે. કૃષ્ણ આપણી સાથે છે. કેજરીવાલના નિવેદન બાદ રાજકીય ઘમાસાણ મચ્યું હતું.

આ પણ વાંચો:

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ જનસદ ગુજરાતી ન્યૂઝ The Jansad સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Related Articles

Back to top button
આજનું રાશિફળ!