India

છત્તીસગઢ દ્વારા ચાઈનાને કરોડોનો ફટકો! અન્ય રાજ્યોના પણ બચાવ્યા કરોડો રૂપિયા!

સમગ્ર વિશ્વને કોરોના મહામારી એ ભરડામાં લઇ લીધું છે ત્યારે ચાઈના હાલ ઇજારાશાહી ભોગવી રહ્યું છે. ચારે બાજુથી ચાઈના ને લાડવા જ લાડવા છે. ચાઈના દ્વારા બનાવવા માં આવેલી કોરોના ટેસ્ટીંગ કીટની સમગ્ર વિશ્વમાં જબરદસ્ત માંગ છે. માત્ર ટેસ્ટીંગ કીટ જ નહીં પરંતુ કેટલાક દેશોને તો ડૉક્ટર મેડિકલ સ્ટાફ દ્વારા ઉપયોગમાં લેવામાં આવતી PPE કીટ પણ ચાઈના બનાવીને પહોંચાડી રહી છે. અને પોતાને મન ફાવે તેવા ભાવ લઈને ધંધો કરી રહી છે. કરણ કે હાલમાં કોઈ દેશો પાસે એટલી ઝડપી ટેકનોલોજી નથી કે તાત્કાલિક ટેસ્ટિંગ કીટ અને PPE કીટ બનાવવા લાગે એટલે તેનો લાભ ચાઈના લઇ રહી છે. પરંતુ છત્તીસગઢ દ્વારા ચાઇનને કરોડો રૂપિયાનો ફટકો લગાડવામાં આવ્યો છે.

આંધ્રપ્રદેશના બચ્યા કરોડો રૂપિયા

છત્તીસગઢ
ફોટો સોશિયલ મીડિયા

હવે ચાઇનાના વળતાં પાણી થાય છે. વાત એ છે છત્તીસગઢ ના આરોગ્ય મંત્રીના ટ્વિટ દ્વારા ચાઇનીઝ કંપનીને કરોડો રૂપિયાનું નુકશાન થયું છે. તો આંધ્ર પ્રદેશ અને હરિયાણાને કરોડોનો ફાયદો. છત્તીસગઢ આરોગ્ય મંત્રી દ્વારા કરવામાં આવેલી ટ્વિટ બાદ ચાઇનીઝ કંપનીને આપવામાં આવેલા ઓર્ડર ટપોટપ કેન્સલ કરવામાં આવી રહ્યા છે. તો આ ટ્વિટ દ્વારા આંધ્ર પ્રદેશને કરોડોનો ફાયદો થયો છે. આંધ્ર પ્રદેશ સરકાર દક્ષિણ કોરિયાની આજ કંપની પાસેથી ટેસ્ટિંગ કિટનો ઓર્ડર આપેલો પરંતુ વચોટીયા મારફતે. જ્યારે આંધ્ર પ્રદેશ મુખ્યમંત્રી જગન રેડ્ડીએ છત્તીસગઢ આરોગ્ય મંત્રી ટી.એસ. સિંહ દેવની ટ્વિટ જોઈ ત્યારબાદ તેઓ હરકતમાં આવ્યા અને વચોટીયા મારફતે આપેલા ઓર્ડર કેન્સલ કરીને આજ કંપનીને ડાયરેકટ ઓર્ડર આપીને કરોડો રૂપિયા બચાવ્યા.

હરિયાણા એ પણ કેન્સલ કર્યો ઓર્ડર

છત્તીસગઢ
ફોટો સોશિયલ મીડિયા

બે દિવસ પહેલાં હરિયાણા પણ ચાઇનીઝ કીટનો ઓર્ડર કેન્સલ કરીને દક્ષિણ કોરિયાની એસડી બાયોસેન્સર પાસેથી રેપીડ ટેસ્ટિંગ કીટ માટે ઓર્ડર આપ્યો છે. હરિયાણાએ 1.1 લાખ જેટલી રેપીડ ટેસ્ટિંગ કિટનો ઓર્ડર કેન્સલ કર્યો છે. હરિયાણાના આરોગ્ય મંત્રી અનિલ વીજ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, અમે દક્ષિણ કોરિયાની કંપનીને 1 લાખ કિટનો ઓર્ડર આપ્યો છે જેમાંથી 25,000 જેટલી કીટ મળી ગઈ છે. જે અમને ચાઇનીઝ કિટની કિંમત કરતાં અડધા ભાવે મળી રહી છે. જણાવી દઈએ કે બે દિવસ પહેલા ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ દ્વારા ચાનીઝ કીટ દ્વારા કરવામાં આવતાં ટેસ્ટિંગને હાલપુરતું રોકવાનું જણાવવામાં આવ્યું હતું જેનું કારણ ટેસ્ટિંગના રિઝલ્ટમાં આવતાં વેરીએસનનું છે.

છત્તીસગઢ આરોગ્યમંત્રીનું ટ્વીટ

છત્તીસગઢ
ફોટો સોશિયલ મીડિયા

છત્તીસગઢના આરોગ્ય મંત્રી ટી.એસ. સિંહ દેવ દ્વારા ત્રણ ચાર દિવસ પહેલા એક ટ્વિટ કરવામાં આવી હતી જેમાં જણાવવામાં આવ્યું હતું કે છત્તીસગઢ સૌથી સસ્તી ને સૌથી ચોક્કસ ટેસ્ટિંગ કીટ ખરીદી રહી છે. તેમણે જણાવ્યું હતું કે, અમે ભારતસ્થિત એક દક્ષિણ કોરિયાઈ કંપની પાસેથી 337+ GST ના બેન્ચમાર્ક મૂલ્ય પર 75,000 જેટલી ઉચ્ચ ગુણવત્તા વાળી રેપીડ ટેસ્ટિંગ કીટ ખરીદી રહ્યા છીએ. આ કિંમત ભારતમાં સૌથી ઓછી છે. આ બધું દક્ષિણ કોરિયામાં આપણાં ભારતીય માનનીય રાજદૂત અને દક્ષિણ કોરિયાના રાજદૂત સાથે અમારી નિરંતર થયેલી વાતચીતના કારણે શક્ય બન્યું. ટિમ છત્તીસગઢનું એક ઉમદા કર્યા છે.”

દેશ સાથે વિશ્વમાં બન્યું રોલ મોડલ

છત્તીસગઢ, રાહુલ ગાંધી, ભૂપેશ બઘેલ, Rahul gandhi, Bhupesh Baghel, કોરોના મહામારી
ફોટો સોશિયલ મીડિયા

છત્તીસગઢ સમગ્ર દેશમાં એક રોલ મોડલ બનીને ઊભરી રહ્યું છે. આ પહેલા પણ સર્કના દેશો દ્વારા છત્તીસગઢ રાજ્યની કોરોના દર્દીઓના આરોગ્ય દેખભાળને લઈને સલાહ માંગવામાં આવી હતી. જે પ્રોગ્રામ પણ કેન્દ્ર સરકાર દ્વારા આયોજિત કરવામાં આવ્યો હતો. છત્તીસગઢ ના માત્ર ભારતમાં પરંતુ ભારતની બહાર પણ રોલ મોડલ બની રહ્યું છે અને ભારતના ડંકા વિદેશોમાં વાગી રહ્યા છે. હાલમાં જ યુનિસેફ દ્વારા પણ છત્તીસગઢ મુખ્યમંત્રી ભુપેશ બઘેલના કામની સરાહના કરવામાં આવી છે અને તેમના કામના વખાણ કરવામાં આવ્યા છે. જે ભારત માટે એક ગર્વની વાત છે.  અહી ક્લિક કરીને વધારે gujarati news માટે અમારા facebook પેજ Jansad ગુજરાતી ને ફોલો કરો

છત્તીસગઢ, રાહુલ ગાંધી, ભૂપેશ બઘેલ, Rahul gandhi, Bhupesh Baghel, કોરોના મહામારી
ફોટો સોશિયલ મીડિયા

Related Articles

Back to top button
આજનું રાશિફળ!