GujaratPolitics

રાજ્યસભા ચૂંટણી વખતે નાટક કરનાર છોટુ વસાવા અને તેમના પુત્રએ હવે નવું નાટક શરૂ કર્યું!?

ગુજરાતમાં ખાલી પડેલી ચાર રાજ્યસભા બેઠક માટે મતદાન યોજાવાનું હતું અને કોંગ્રેસના આઠ જેટલા ધારાસભ્યોએ ભાજપના સામ,દામ, દંડ અને ભેદની રાજનીતિ આગળ રાજકીય દમ તોડ્યો હતો એટલે કોંગ્રેસ માટે ચાર માંથી બે બેઠક જીતવા માટે હવે ધારાસભ્યોનું સંખ્યાબળ હતું નહીં. કોંગ્રેસ પાસે તેમના જુના ગઢબંધન સાથી છોટુ વસાવા અને અપક્ષ ધારાસભ્ય જે કોંગ્રેસના સમર્થનના સહારે વિધાનસભા ચૂંટણી જીત્યા હતા તેમની પાસે ગયા વગર કોઈ રસ્તો નોહતો. અપક્ષ ધારાસભ્ય જીગ્નેશ મેવાણી દ્વારા કોંગ્રેસને વોટ આપશે તેવી સ્પષ્ટતા કરવામાં આવી હતી અને કોઈપણ જાતના નાટક વગર પોતે સમયસર કોંગ્રેસને વોટ આપી ગયા હતા.

છોટુ વસાવા, chhotu vasava, ગુજરાત, રાજ્યસભા, ગુજરાત રાજ્યસભા
ફોટો સોશિયલ મીડિયા

પરંતુ છેલ્લા સમય સુંધી બીટીપી અધ્યક્ષ છોટુ વસાવા તેમજ તેમના પુત્રએ ભાજપ અને કોંગ્રેસ એમ બંને પાર્ટીના નેતાઓ સાથે બેઠક કરી હતી પરંતુ અંતે રાજ્યસભા ચૂંટણીમાં વોટ ના આપીને ભાજપને આડકતરી રીતે મદદ કરી હતી. આ હાઇવોલ્ટેજ ડ્રામા આખો દિવસ ચાલ્યો હતો. છોટુ વસાવા આવા નાટકો કરવા માટે જાણીતા છે. જે શરૂઆતથી જ કરતા આવ્યા છે. એહમદ પટેલને જ્યારે રાજ્યસભા ચુંટણીમાં વોટની જરૂર હતી ત્યારે પણ આવા કઈંક ડ્રામા છોટુ વસાવા કરી ચુક્યા છે. અને તેઓ આવા કોઈકને કોઈક ગતકડાઓ કરીને ન્યુઝ મીડિયામાં બનેલા રહે છે.

છોટુ વસાવા, chhotu vasava, ગુજરાત, રાજ્યસભા, ગુજરાત રાજ્યસભા
ફોટો સોશિયલ મીડિયા

ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ સાથે ગઢબંધન કરીને પાંચ બેઠકો પર છોટુ વાસવાની બીટીપીએ ચૂંટણી લડી હતી જેમાંથી બે બેઠક પર ચૂંટણી જીત્યા હતા. કોંગ્રેસ હાઈકમાન્ડે છોટુ વાસવાને એવી બેઠક આપી હતી જ્યાં કોંગ્રેસનો જનાધાર હતો અને કોંગ્રેસ મજબૂત હતી જેનો ફાયદો છોટુ વાસવાને મળ્યો હતો અને છોટુ વસાવા સાથે તેમનો પુત્ર પણ ચૂંટાઈ આવ્યો હતો. પરંતુ કોંગ્રેસને જરૂર હોય તેવા સમયે નાટક કરવામાં માહેર છોટુ વસાવા પ્રેશર મારીને કોંગ્રેસ હાઈકમાન્ડ પાસે પોતાની શરતો માનવી લે છે. પરંતુ આ વખતે કરેલા કાંડ બાદ કોંગ્રેસી કાર્યકરો દ્વારા છોટુ વસાવા સાથે સંપૂર્ણપણે છેડો ફાડવાની રજુઆત છેક હાઈકમાન્ડ સુંધી કરવામાં આવી છે.

રાજ્યસભા, છોટુ વસાવા, chhotu vasava,
ફોટો સોશિયલ મીડિયા

આ તામામ વચ્ચે છોટુ વસાવા અને તેમના પુત્રએ મીડિયામાં રહેવા તેમજ આદિવાસીઓમાં પોતાનું વર્ચસ્વ બનેલું રહે અને લોકોની સહાનુભુતિ મળતી રહે તે માટે નવું નાટક શરૂ કર્યું છે. રાજ્યસભામાં આડકતરી રીતે ભાજપને મદદ કરવાના દ્રોહના કારણે આદિવાસીઓમાં પોતાની પકડ ધીમે ધીમે ગુમાવી બેઠેલા છોટુ વસાવા અને તેમના પુત્રએ આદિવાસીઓની સહાનુભૂતિ મેળવવા માટે નવું નાટક શરૂ કર્યું છે. હવે બંને પિતા પુત્ર માટે આદિવાસી વિસ્તારમાં રાજકારણ કરવું અઘરૂ બન્યુ છે. આ સંજોગો વચ્ચે ધારાસભ્ય છોટુ વસાવાએ જાનને જોખમ હોવાની દહેશત વ્યક્ત કરી પોલીસ રક્ષણ માંગ્યુ છે. ક્યાંકને ક્યાંક રાજનૈતિક પંડિતો આને આદિવાસીઓની સહાનુભુતિ મેળવવા માટેનો એક રાજકીય સ્ટંટ માને છે.

રાજ્યસભા, છોટુ વસાવા, chhotu vasava,
ફોટો સોશિયલ મીડિયા

કોંગ્રેસ સાથે ગઢબંધન હોવા છતાં અને કોંગ્રેસના સાથ સહકાર સાથે જ ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં બે બેઠક જીત્યા હોવા છતાં રાજ્યસભાની ચૂંટણીમાં બીટીપીના ધારાસભ્યોએ મતદાન ના કરીને આડકતરી રીતે ભાજપને સમર્થન આપ્યુ હતું. ભાજપ વિરોધી જનમત છતાં છોટુ વસાવાએ ભાજપને મદદ કરી આ કારણોસર નર્મદા અને ભરૂચ મતવિસ્તારમાં આદિવાસીઓ રોષે ભરાયાં છે. ભાજપના રાજમાં હજુ પણ આદિવાસીઓની કેટલીક સમસ્યાઓ વણઉકેલાયેલી છે. ભાજપ સરકાર સામે લડવાના બદલે છેલ્લા સમય સુંધી બીટીપીએ હાઇવોલ્ટેજ ડ્રામા કર્યો અને અંતે ભાજપના ખોળે બેસવાનો નિર્ણય કર્યો હતો. આદિવાસીઓમાં રોષ જોતા હવે છોટુ વસાવા તેમની સહાનુભુતિ મેળવવા માટે તેમની જાનને જોખમ હોવાનો રાજકીય સ્ટંટ કરી રહ્યા છે તેવું રાજનૈતિક પંડિતો સ્પષ્ટ માની રહ્યા છે.

આ બાબતે બીટીપીના ધારાસભ્ય છોટુ વસાવાએ રાજ્યપાલને તેમજ દેશના રાષ્ટ્રપતિને પણ પત્ર લખીને પોલીસ રક્ષણની માંગ કરી છે. ધારાસભ્ય છોટુ વસાવાએ રાજ્યપાલ અને રાષ્ટ્રપતિને પત્ર લખીને પોતાની જાનને જોખમ હોવાની દહેશત વ્યક્ત કરી છે. તેમજ આ પત્રમાં તેમણે જણાવ્યું છે કે, અમારા જીવને જોખમ છે અને જો આ બાબતને અવગણવામાં આવી તો ભવિષ્યમાં અમારી સાથે જે થશે તેની સંપૂર્ણ જવાબદારી પ્રશાસનની રહેશે. આ પત્ર બંને ધારાસભ્ય છોટુ વસાવા અને તેમના પુત્ર મહેશ વસાવાએ પોતાના સત્તાવાર લેટરપેડ પર લખ્યા છે.

આ પણ વાંચો

અહી ક્લિક કરીને વધારે Gujarati News માટે અમારા Facebook પેજ The Jansad ગુજરાતી ને ફોલો કરો

Related Articles

Back to top button
આજનું રાશિફળ!