ચિદમ્બરમ છેલ્લા 100 દિવસથી જેલમાં બંધ હતા. કોંગ્રેસનો આરોપ છે કે સીબીઆઈ, ઇડી, અને આઇટી પાસે કોઈ ઠોસ સબુત વગર અને તેમને પ્રતાડીત કરવા માટે ખોટા કેસ કરીને બદલાની ભાવના સાથે ચિદમ્બરમને જેલ ભેગા કરવામાં આવ્યા હતા. તમામ એજન્સીઓ સરકારના ઈશારે બદલાની ભાવના સાથે કામ કરી રહી છે. કોર્ટ દ્વારા 100 દિવસ બાદ આખરે ચિદમ્બરમને જેલમાંથી જામીન પર મુક્ત કરવામાં આવ્યા છે. અને મુકત થતાની સાથે જ ચિદમ્બરમે ઇકોનોમી અને દેશના અર્થતંત્ર વિશે પ્રેસને સંબોધીત કરી હતી. ચિદમ્બરમ જેલમાં હતાં ત્યારે પણ જ્યારે તેમને કોર્ટમાં લાવવામાં આવતાં ત્યારે તેઓ મીડિયામાં અવારનવાર દેશની કથળતી અર્થવ્યવસ્થા અંગે ચિંતા વ્યક્ત કરતાં હતાં.
હવે ચિદમ્બરમ બહાર આવી ગયા છે. દેશના અર્થતંત્ર વિશે મોદી સરકારને ઘેરવાનો એક પણ અવસર ચૂકતા નથી. તેમજ મોદી સરકારને દેશના અર્થતંત્રમાં સુધારો કરવા માટેના પગલાં પણ સૂચવી રહ્યા છે જે કદાચ મોદી સરકારને ગમશે નહીં. દેશના નાણાંમંત્રી નિર્મલા સીતારામન દ્વારા હજુ સુંધી કોઈ જ એવા મેજર સ્ટેપ લેવામાં નથી આવ્યા કે જેના કારણે દેશના અર્થતંત્રમાં સુધારો આવે. નિર્મલા સીતારમન જાણે અર્થતંત્ર બાબતે કલુલેસ હોય તેમ જણાઈ રહ્યું છે. બીજી તરફ મોદી સરકારના જ સાંસદ અને નેતા સુબ્રમણ્યમ સ્વામી દ્વારા પણ અર્થતંત્ર બાબતે મોદી સરકારની ટીકાઓ કરવામાં આવી રહી છે.
દેશના GDP અંગે જાહેર થયેલા આંકડા બાબતે પણ સુબ્રમણ્યમ સ્વામીએ ભાજપની નીતિરિતી અંગે ટીકાઓ કરી હતી અને નાણાં મંત્રી નિર્મલા સીતારમન પર આંગળી ઉઠાવી હતી. સ્વામીએ તો ત્યાં સુંધી કહી દીધું હતું કે નિર્મલા સીતારામન ઇકોનોમિક્સ અંગે કશું જાણતા નથી. ત્યારે આ બાબતે પૂર્વ નાણાં મંત્રી અને જેમનું બજેટ હંમેશા જનતાલક્ષી અને દેશની ઇકોનોમી સુધારનારૂ રહ્યું છે તેવા ચિદમ્બરમે જણાવ્યું હતું કે, અસલમાં જીડીપી 1.5% છે પરંતુ પ્રધાનમંત્રી મૌન છે, અર્થવ્યવસ્થાને લઈને મોદી સરકાર પાસે કોઈ નીતિ નથી.
તો પૂર્વ પ્રધાનમંત્રી અને મહાન અર્થશાસ્ત્રી મનમોહનસિંહ દ્વાર પણ દેશના અર્થતંત્ર બાબતે મોદી સરકારના કાન આમળવામાં આવ્યા છે. મનમોહનસિંહે એક જાણીતા અખબારમાં લેખ લખી કહ્યું કે સરકાર અને સંસ્થાઓમાં નાગરિકોના વિશ્વાસના અભાવને કારણે અર્થવ્યવસ્થા ધીમી પડી છે. ભારતની અર્થવ્યવસ્થાની સ્થિતિ ખૂબ ચિંતાજનક છે. જીડીપી વૃદ્ધિ દર 15 વર્ષમાં સૌથી નીચલા સ્તરે છે. અને બેરોજગારી 45 વર્ષના સર્વોચ્ચ સ્તરે છે. વીજ ઉત્પાદન 15 વર્ષના સૌથી નીચા સ્તરે આવી ગયું છે. પી. ચિદમ્બરમને જેલ મોકલવા બાબતે પણ તેમણે નિશાન સાધ્યું હતું અને જણાવ્યું હતું કે, મોદી સરકાર અર્થવ્યવસ્થામાં સુધારો કરી રહેલા લોકોને શંકાની નજરે જૂએ છે.
દેશની અર્થવ્યવસ્થા કથળી રહી છે ચારે તરફ મંદી, મોંઘવારી નો માર છે બીજી તરફ રૂપિયો નબળો પડતો જાય છે અને ડોલર વધતો જાય છે ત્યારે સરકારને વિપક્ષ પણ આ બાબતે લોકસભા રાજ્યસભામાં ઘેરી રહ્યું છે. હવે ચિદમ્બરમ પણ દેશની કથળતી અર્થવ્યવસ્થા બાબતે પ્રધાનમંત્રી પર નિશાન સાધી રહ્યા છે. ચિદમ્બરમ જેલની બહાર આવતાંની સાથે જ વિપક્ષ પાસે દેશના અર્થતંત્ર બાબતે વાત કરવા માટે એક મજબૂત અવાજ મળ્યો છે એટલે ભાજપ હવે ચારે તરફથી ભીંસમાં મુકાઈ ગઈ છે. તો ચિદમ્બરમ પણ જેલની બહાર આવતાં વધુ આક્રમક બન્યા છે જે મોદી સરકાર માટે ચિંતાનો વિષય બન્યો છે.
વધી રહેલા ડુંગળી ના ભાવને લઈને પણ ચિદમ્બરમ દ્વારા સરકાર પર કટાક્ષ કરવામાં આવ્યા હતા. નાણાંમંત્રી નિર્મલા સીતારમણના નિવેદનને લઈને દેશમાં નેતાઓ દ્વારા રાજકીય ચર્ચાઓ થવા લાગી છે અને નિવેદનો આપવામાં આવી રહ્યા છે ત્યારે પૂર્વ નાણાંમંત્રી પી. ચિદમ્બરમે પણ નાણામંત્રી નિર્મલા સીતારામન પર શાબ્દિક પ્રહાર કરતાં કહ્યું કે, જે સરકાર ઓછી ડુંગળી ખાવાનું કહે છે તેઓએ જતા રહેવું જોઈએ. ઉલ્લેખનીય છે કે દેશમાં ડુંગળીના ભાવ આસમાને છે અને કિલોએ 100₹ પણ વટાવી દેવા તરફ ગતિ કરી રહ્યા છે ત્યારે સરકાર માટે ડુંગળી પણ ચિંતાનો વિષય બન્યો છે.
- આ પણ વાંચો…
- બિનસચિવાલય પરીક્ષા: આ બે યુવાનોએ લાખો વિદ્યાર્થીઓને ન્યાય અપાવવાનું બીડું ઝડપ્યું… જાણો!
- ગુજરાત ફરી આંદોલનના માર્ગે! વિદ્યાર્થીઓએ આ ચીમકી ઉચ્ચારતા તંત્રએ અડધી રાત્રે કર્યું કઈંક આવું! જાણો!
- તો શું પક્ષપલટુઓની હાલત ના ઘરના ના ઘાટના જેવી થઈ જશે?? જાણો!
- મહારાષ્ટ્ર ભાજપમાં મોટું ભંગાણ! સમર્થકોની બેઠક બોલાવી કહ્યું 10 દિવસમાં નિર્ણય લઈશ. જાણો!