ભાજપમાં આંતરિક ખેંચતાણ ચરમસીમાએ છે તે સૌ કોઈ જાણે છે. ધારાસભ્યો અને મંત્રીઓ પણ ખુલ્લે આમ સરકાર સામે બાંયો ચડાવી રહ્યા છે. ઓછું હતું તો અલ્પેશ ઠાકોરે પણ સરકાર સામે રાનશીંગુ ફૂંકી દીધું હતું પરંતુ જનતા જાગૃત થઇ ગઈ છે અને અલ્પેશની વાતમાં આવવાને બદલે લોકોએ પોતેજ પોતાની રીતે આંદોલનને આગળ વધારવાનું સાચું સમજ્યું. અને અલ્પેશ ઠાકોર દ્વારા રેલીનું આયોજન કરવામાં અવાયું હતું તેનું સુરસુરીયું થઈ ગયું હતું. વાત અલ્પેશ ઠાકોરની નથી અલ્પેશ ઠાકોર જેવા ભાજપના નેતાઓની છે. ગઈ કાલ સુંધી સીએમ રૂપાણી નો વિરોધ કરતાં નેતાઓ આજ કાલ મુખ્યમંત્રી રૂપાણીની આગળ પાછળ ફરવા લાગ્યા છે. તમને થશે કે મંત્રીમંડળનું વિસ્તરણ થવા જઈ રહ્યું છે પણ ના એવું કશું નથી!
ભાજપમાં હાલ ઉત્સાહનો માહોલ છે અને માહોલ પણ એવો કે દીકરા દીકરીના લગ્ન હોય એવો માહોલ! ભાજપનો દરેક કાર્યકર અમેરિકન પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ અને ફર્સ્ટ લેડી મિલેનિયાના આગતાં-સ્વાગતાંમાં લાગી ગયો છે. માણસો લાવવાની જવાબદારીઓથી માંડીને પાર્કીંગની વ્યવસ્થા સુધ્ધામાં ભાજપના કાર્યકરો લાગી ગયા છે. આ સ્વાગત સમારંભમાં કેટલાક નેતાઓ પણ લાગી ગયા છે તો કેટલાકને આમંત્રણ પણ નથી! તો કેટલાકને માટે બેગાની શાદીમેં અબદુલ્લા દીવાના જેવું છે. જો કે તમામ તૈયારીઓ ઉપરના લેવલ એટલે કે કેન્દ્ર લેવલથી થઈ રહી છે એટલે વિશ્વાસુ અને જૂના નેતાઓ અને કાર્યકરોને જ મહત્વના કાર્યો માટે પસંદ કરવામાં આવ્યા છે. ત્યારે જે મંત્રીઓ નેતાઓને આમંત્રણ નથી તે લોકો લાફો મારી ગાલ લાલ રાખી રહ્યા છે.
આવા નેતાઓ સીએમ રૂપાણી ની ગોળ ગોળ ફરી રહ્યા છે. મુખ્યમંત્રી તો ઠીક અધિકારીઓને પણ ફોન કરીને માનમણા અને વિનંતીઓ કરવામાં આવી રહી છે. સચિવાલયમાં અધિકારીઓ પર રોજે રોજ મંત્રીઓ નેતાઓના ફોનકોલ્સ આવી રહ્યા છે તો કેટલાક સિદ્ધા મળવા પણ પહોંચી રહ્યા છે. કારણ જાણીને આશ્ચર્ય થશે! વાત એમ છે કે, નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમ લઈને દરેક નેતાઓ મંત્રીઓને આ કાર્યક્રમના પાસ આપવામાં આવ્યા નથી અને જે મંત્રીઓ નેતાઓને આમંત્રણ નથી મળ્યા તે લાગતા વળગતા ઓફિસરોને કોલ કરીને પોતાના માટે અને તેમના સગાસંબધીઓ માટે કાર્યક્રમમાં પ્રવેશ મેળવવા માટે પાસ માંગી રહ્યા છે. કેટલાક નેતાઓ દ્વારા આ બાબતે સીધો સીએમ રૂપાણી નો પણ સંપર્ક કરવામાં આવી રહયો છે.
જેમ નવરાત્રીમાં યુવાનો પાસ માટે એક બીજાને ફોન કરીને પૂછે કે પાસની કોઈ વ્યવસ્થા થઈ બસ એજ પરિસ્થિતિનું નિર્માણ હાલમાં ભાજપના નેતાઓ વચ્ચે થઈ રહ્યું છે. આ બાબતે કાર્યકરો નિરાશ જણાઇ રહ્યા છે. ઘર આંગણે આટલો મોટો પ્રસંગ હોય અને પાર્ટી કાર્યકરો પાસે જ પાસ ન હોવાને કારણે સમર્થકોમાં અસંતોષની લાગણી વ્યાપી જવા પામી છે. બીજી તરફ મુખ્યમંત્રી ખુદ આ બાબતે સંજ્ઞાન લઈને કાર્યકરો માટે પાસની વ્યવસ્થા કરવાના પ્રયત્નો કરી રહ્યા છે પરંતુ જગત જમાદાર આવે છે ત્યારે સિક્યુરિટીની તમામ વ્યવસ્થા કેન્દ્ર સરકાર અને અમેરિકન એજન્સીઓ પાસે હોઈ આ કામ થોડું મુશ્કેલ લાગી રહયું છે. પરંતુ સીએમ રૂપાણી દ્વારા બનતા પ્રયત્નો કરવાની બાંહેધરી આપતાં નેતાઓ તેમની ગોળગોળ ફરી રહ્યા છે.
આ બાબતે સીએમ રૂપાણી એ જણાવ્યું હતુ કે, ગુજરાતના કેટલાય ઉદ્યોગપતિઓથી લઈને મોટા માથા વારંવાર પાસ અંગે તપાસ કરી રહ્યા છે પરંતુ હજુ સુધી આ અંગે કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી એટલે અમે તેમને થોડી રાહ જોવાનું જણાવ્યું છે. કાર્યકરોમાં ઉત્સાહ છે અને કાર્યકરો પણ આ કાર્યક્રમને સફળ બનાવવા લાગી ગયા છે તેમના માટે પાસની વ્યવસ્થા અંગે જણાવ્યું હતું કે, કાર્યકર્તાઓને આવા કાર્યક્રમમાં સાથે રાખવામાં આવે તો તેમનો પાર્ટી પર વિશ્વાસ વધે પરંતુ આ કાર્યક્રમ નેશનલ લેવલનો હોવાથી તેનું સંચાલન અમુક નીશ્ચિત મંત્રીઓ જ કરી રહ્યા છે. મતલબ મુખ્યમંત્રી સાહેબે પણ થોભો અને રાહ જુઓ જણાવ્યું હતું. હવે જોવાનું એ રહ્યું કે આ પાસની બાબતને લઈને ભાજપમાં અસંતોષ અને નારાજગી વધે નહીં!
ઉલ્લેખનીય છે કે, જ્યારે જગત જમાદાર આવતાં હોય ત્યારે તેમની એજન્સીઓ લગભગ તમામ પ્રકારની સુરક્ષા વ્યવસ્થા પર કબ્જો કરી લે છે આવામાં ક્યાંય કશું પણ કોઈનું ચાલતું નથી અને સુરક્ષા વ્યવસ્થાના પ્રશ્ર્ન બાબતે કેન્દ્ર સરકાર પણ આમાં હસ્તક્ષેપ કરતી નથી. અમેરિકન એજન્સીઓએ તો છેલ્લા એક મહિનાથી અમદાવાદમાં ધામા નાખ્યા છે. અને ચારે બાજુ કડક ટાઈટ સિક્યુરિટી ગોઠવી છે એક તણખલું પણ આ સિક્યુરિટી ચેકપાસ વગર અંદર જઇ શકે તેમ નથી. એટલે વિચારો ગમે તેવા મોટા નેતા હોય પણ પાસ નહીં હોય તો અંદર જવા તો મળશે જ નહીં એ નક્કી છે બસ એટલે જ સીએમ રૂપાણીની ગોળગોળ ફરી રહ્યા છે કે ક્યાંક પાસનું કઇંક સેટિંગ થઈ જાય!
- આ પણ વાંચો
- ભાજપે 2014માં જીતેલી બેઠક કોંગ્રેસ આંચકી લેશે? અમિત શાહના ટેન્શનમા વધારો!
- ટ્રમ્પ આગમનની ઘડીઓ ગણાઈ રહી છે ત્યારે મુખ્યમંત્રી રૂપાણી પર મોટું સંકટ તોળાઈ રહ્યું છે?!
- ઉદ્ધવ સરકાર ના વળતાં પાણી! મોટો વિવાદ જન્મ્યો! મોટા ભંગાણની શક્યતા! જાણો!
- કેજરીવાલ ના ધડાકા બાદ અમિત શાહના ટેંશનમાં વધારો! રેલા ગુજરાત સુંધી પહોંચશે!
- અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના આગમન ટાણેજ રૂપાણી સરકાર સંકટમાં! જાણો!
- જીતવાની સાથે અરવિંદ કેજરીવાલ નું પરાક્રમ! મોદી શાહ ભાજપના ટેન્શનમાં વધારો!