આજે અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ગુજરાતના અમદાવાદના મોટેરા સ્ટેડિયમમાં આવી રહ્યા છે. તમેઆ વાંચતા હશો ત્યાં સુંધી ટ્રમ્પ ગુજરાતમાં આવી પહોંચ્યા હશે. છેક સુંધી મુખ્યમંત્રી રૂપાણી સહિતના નેતાઓ મંત્રીઓ ધારાસભ્યો ભીડ ભેગી કરવાના કામમાં લાગેલા છે. દિવસ રાત એક કરીને લોકોને લાવવાની વ્યવસ્થા કરવાં આવી છે અને આ તમામ વ્યવસ્થાની દેખરેખ ખુદ મુખ્યમંત્રી રૂપાણી જોઈ રહ્યા હતા. પરંતુ મુખ્યમંત્રી રૂપાણી ની મહેનત પાણીમાં જતી હોય તેવું લાગી રહ્યું છે.
કોંગ્રેસ નેતા અર્જુન મોઢવાડીયાએ સવાલ ઉઠાવ્યા છે કે, રાતોરાત ડોનાલ્ડ ટ્રમ્પ નાગરિક અભિવાદન સમિતિ આવી ક્યાંથી? કોણે ફંડ આપ્યું કેટલા રૂપિયા આપ્યું એ કશું ક્લિયર નથી! સરકારી એજન્સીઓ આ કાર્યક્રમને સફળ બનાવવામાં લાગી છે તો સરકારી જ કાર્યક્રમ ગણવો જોઈએ કે નહીં એ પણ એક કન્ફ્યુઝન છે. ગુજરાતના ઘર આંગણે કાર્યક્રમ છે તો મુખ્યમંત્રી એ સાથે રહેવું જોઈએ. ડોનાલ્ડ ટ્રમ્પ ગુજરાતમાં આવે છે તો ગુજરાતના મુખ્યમંત્રી એ સાથે રહેવું જોઈએ પરંતુ મુખ્યમંત્રી ખુદ ઓડિયન્સમાં રહેશે! આગ્રામાં જાઇ રહ્યા છે તો આગ્રામાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સાથે રહેશે તો ગુજરાતમાં કેમ મુખ્યમંત્રી સાથે ના રહી શકે!?
તેમણે કહ્યું કે, આ કેવો પ્રોગ્રામ છે આ એક કન્ફ્યુઝન છે અને સરકાર કન્ફ્યુઝન ક્લિયર નથી કરી શકતી, આ સત્તાવાર વિઝિટ છે તો આ વિઝિટ દરમિયાન કયા એગ્રીમેન્ટ થશે અને આપણાં દેશને શું ફાયદો થશે એ પણ કશું ક્લિયર કરવામાં આવ્યું નથી. તો આ આખો કાર્યક્રમ નરેન્દ્ર મોદીની પર્સનાલીટી થ્રુ ડોનાલ્ડ ટ્રમ્પ કેમના આગળ વધે અને બંનેને આ કાર્યક્રમનો રાજકીય લાભ કેવી રીતે મળે એજ મુખ્ય મકસદ છે. આમાં દેશ હિત માટે કોઈ જગ્યા નથી, આવું પહેલી વાર થઈ રહ્યું છે અને આ દુઃખદ છે.
અર્જુન મોઢવાડીયાએ કહ્યું કે, ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે નરેન્દ્ર મોદીએ મને કહ્યું છે કે 7 મિલિયન લોકો આવશે પરંતુ મોદીજીને હું પૂછું છું કે, મોદીજી 7 મિલિયન લોકોને તમે કેવી રીતે લાવશો? મોટેરા સ્ટેડિયમની કેપેસિટી માત્ર એક લાખ લોકોની છે. બીજી વાત અહીંયા અમદાવાદમાંથી નહીં પરંતુ 13 જીલ્લાઓ માંથી લોકોને લાવવામાં આવી રહ્યા છે. ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો, કલેક્ટર, ડીએસપી લાગેલા છે. જે સરકારી કોલેજ છે તેમને પણ કહેવામાં આવ્યું છે કે વિદ્યાર્થીઓને કંપલસરી લાવવામાં આવે શિક્ષકોને પણ આવવા માટે કહ્યું છે. તો આમ લોકોને જબરદસ્તીલાવવામાં આવી રહ્યા છે.
કોંગ્રેસ નેતાએ આરોપ લગાવતાં કહ્યું કે, તમે કહો છો કે નાગરિક અભિવાદન સમિતિ પ્લાનિંગ કરી રહી છે પરંતુ આખી સરકાર લાગેલી છે આ કાર્યક્રમ પાછળ. મુખ્યમંત્રી ખુદ કહે છે કે, હું પોતે હોસ્ટ છું તો હોસ્ટ કોણ છે? અમદાવાદમાં આ કાર્યક્રમ થઈ રહ્યો છે તો કાર્યક્રમ દરમિયાન બંને દેશો વચ્ચે ક્યાં એગ્રીમેન્ટ થશે એ પણ જણાવવામાં આવ્યું નથી. માટે આ માત્રને માત્ર રાજકીય અને ફોટો ઈવેન્ટ્સ બનાવી રહ્યા છે. જે ના બનાવવો જોઇએ. આજ સુંધી કોઈએ આવો ફોટો ઈવેન્ટ્સ નથી બનાવ્યો. આપણે સાથે મળીને ટ્રમ્પને આવકાર આપીએ એમાં કોઈ વાંધો નથી પરંતુ ટ્રમ્પને સાચું અમદાવાદ દેખાડીએ. અમદાવાદનો રિવરફ્રન્ટ બતાવો તો સાથે સાથે કચરાનો ડમ્પ લાગ્યો છે તે પણ બતાવો અને કહો કે આ પણ અમારો મુખ્ય પ્રશ્ન છે એ બાબતે પણ અમને મદદ કરો.
મુખ્યમંત્રી ને આડે હાથ લેતા અર્જુન મોઢવાડીયાએ જણાવ્યું કે, જો મુખ્યમંત્રી રૂપાણી હોસ્ટ હોય તો જાહેર કરવું જોઈએ કે તે જ આ કાર્યક્રમના હોસ્ટ છે પરંતુ જાહેર તો એ થઈ રહ્યું છે કે, ડોનાલ્ડ ટ્રમ્પ નાગરિક અભિવાદન સમિતિ હોસ્ટ છે. અને જો મુખ્યમંત્રી રૂપાણી હોસ્ટ છે તો હોસ્ટે તો અમદાવાદ બતાવવા માટે ડોનાલ્ડ ટ્રમ્પની સાથે જ રહેવું જોઈએ આ પરંપરા છે અને યજમાને જ દરેક પ્રોગ્રામની રૂપરેખા નક્કી કરવી જોઈએ એની જગ્યાએ મુખ્યમંત્રી રૂપાણી તો ઓડિયન્સમાં છે. આ તો ના માત્ર મુખ્યમંત્રીનું પરંતુ ગુજરાતનું પણ અપમાન છે. આવું તો ક્યારેય થયું નથી. એટલે આખો કાર્યક્રમ કન્ફ્યુઝનમાં છે કોણ શું કરી રહ્યું છે એ કોઈને ખબર જ નથી. પણ જે પણ હોય લોકોને ભેગા કરવામાં અને ખર્ચો કરવામાં સરકાર લાગેલી છે.
- આ પણ વાંચો
- રૂપાણી સરકાર ને મોટો હાશકારો! ટ્રમ્પના આગમન ટાણે વધેલું ટેંશન થયું ઓછું! જાણો!
- સીએમ રૂપાણી સામે બાંયો ચડાવતા નેતાઓ હાલ તેમની ગોળગોળ ફરી રહ્યા છે! જાણો!
- ભાજપે 2014માં જીતેલી બેઠક કોંગ્રેસ આંચકી લેશે? અમિત શાહના ટેન્શનમા વધારો!
- ઉદ્ધવ સરકાર ના વળતાં પાણી! મોટો વિવાદ જન્મ્યો! મોટા ભંગાણની શક્યતા! જાણો!
- કેજરીવાલ ના ધડાકા બાદ અમિત શાહના ટેંશનમાં વધારો! રેલા ગુજરાત સુંધી પહોંચશે!
- જીતવાની સાથે અરવિંદ કેજરીવાલ નું પરાક્રમ! મોદી શાહ ભાજપના ટેન્શનમાં વધારો!