AhmedabadGujaratPolitics

રૂપાણી સરકાર ને મોટો હાશકારો! ટ્રમ્પના આગમન ટાણે વધેલું ટેંશન થયું ઓછું! જાણો!

અમરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની આગમનની ઘડીઓ ગણાઈ રહી છે. તમામ તૈયારીઓ પણ થઈ ગઈ છે. અમેરિકન સુરક્ષા એજન્સીઓ પણ અમદાવાદમાં ધામા નાખી ચુકી છે. ગુજરાત સરકાર દ્વારા તમામ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમના કાફલા માટે હયાત હોટલ અને આજુ બાજુની તમામ હોટલો બુક કારી દેવામાં આવી છે તેમજ આજુ બાજુના તમામ રહીશોના નામ, કામ અને ઓળખ પત્રો સુરક્ષાના ધોરણે એકઠા કરવામાં આવી રહ્યા છે. આ તમામ તૈયારીઓ વચ્ચે ગુજરાત ભાજપની રૂપાણી સરકાર સામે આંદોલનનું મોટું સંકટ આવી પડ્યું હતું અને રૂપાણી સરકાર ચારે બાજુથી ભીંસમાં મુકાઈ ગઈ હતી.

રૂપાણી સરકાર
ફોટો સોશિયલ મીડિયા

ગાંધીનગર કેટલાક દિવસથી આંદોલનનું એપી સેન્ટર બની ગયું છે અને સરકારના અણઘડ વહીવટ અને જનવીરોધી નિર્ણયનો વિરોધ કરવા આખાય ગુજરાતમાંથી યુવાનો એકઠા થઇ રહ્યા હતાં. રૂપાણી સરકાર સામે તેમના અમુક અણઘડ નિર્ણયોના કારણે યુવાનો વિદ્યાર્થીઓમાં રોષ ફાટી નીકળ્યો હતો અને યુવાનો વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ગાંધીનગર પહોંચીને સરકારના ફરમાનનો વિરોધ કરી રહ્યા હતા. અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના આગમન સમયે રૂપાણી સરકારની મુશ્કેલીઓમાં સતત વધારો થતો જોવા મળતો હતો અને રોજે રોજ એક નવો વિવાદ સામે આવતો હતો. પરંતુ હવે મોસમમાં બદલાવની સાથે સાથે રૂપાણી સરકારનો સમય પણ બદલાઈ રહ્યો છે.

રૂપાણી સરકાર
ફોટો સોશિયલ મીડિયા

રાજ્યના પાટનગર ગાંધીનગરમાં છેલ્લા ઘણા દિવસોથી ચાલતું આંદોલન ધીમે ધીમે સમેટાઈ રહ્યું છે. સરકાર દ્વારા બાંહેધરી આપ્યા બાદ પહેલા બિનઅનામત વર્ગની બહેનો દ્વારા આંદોલન સમેટી લેવામાં આવ્યું હતું અને સરકારને મોટી રાહત થઈ હતી પરંતુ અનામત વર્ગ દ્વારા આંદોલન ચાલુ જ રહેશેની જાહેરાત કરવામાં આવી હતી જે હજુ પણ રૂપાણી સરકાર માટે ચિંતાનો વિષય છે. પરંતુ ચિંતા અને તણાવવાળા સમયમાં રૂપાણી સરકાર માટે એક સારા સમાચાર આવી રહ્યા છે. છેલ્લા ઘણા સમયથી ચાલી રહેલા આંદોલનમાં આદિવાસી સમાજ પણ હતો અને આજે આદિવાસી સમાજે પણ આંદોલન સમેટવાની જાહેરાત કરી છે.

રૂપાણી સરકાર
ફોટો સોશિયલ મીડિયા

આ બાબતની જાણકારી ખુદ આદિવાસી સમાજના કન્વીનર ડૉ. રાજન ભગોરાએ આપી હતી અને આંદોલન પૂર્ણ થયું હોવાની જાહેરાત પણ કરી હતી. આદીવાસી સમાજનું આંદોલન પૂર્ણ કરવા માટે મુખ્ય ભાગ ગણપત વસાવાએ ભજવ્યો છે. આદિવાસી સમાજના અગ્રણીઓએ ગણપત વસાવા સાથે બેઠક બાદ આંદોલ પૂર્ણ કરવાનો નિર્ણય જાહેર કર્યો હતો. આદિવાસી સમાજના કન્વીનર ડૉ. રાજન ભગોરાએ જણાવ્યું હતું કે, સરકારે તેમની તમામ નવ માગ સંતોષી લીધી છે. જણાવી દઈએ કે, આદિવાસી સમાજની મુખ્ય માંગણી રબારી સમાજ, ભરવાડ સમાજ અને ચારણ સમાજને આપેલા પ્રમાણપત્ર રદ કરવાની હતી.

રૂપાણી સરકાર
ફોટો સોશિયલ મીડિયા

આ બાબતે ગણપત વસાવા દ્વારા હસ્તક્ષેપ કરવામાં આવ્યો હતો અને પરિણામે આ મામલે સરકાર દ્વારા આદિવાસી સમાજની માંગણી મુજબ પગલાં ભરવામાં આવ્યા અને જણાવવામાં આવ્યું કે, નસવાડીના પ્રમાણપત્રની ખરાઈ ન થાય ત્યાં સુધી આપવામાં આવેલા કાર્ડ રદ કરવામાં આવે છે. આ બાબતે આદિવાસી સમાજના અગ્રણીઓ દ્વારા ગુજરાત હાઇકોર્ટમાં ત્રણ જેટલી પીઆઈએલ પણ કરવામાં આવી હતી જેમાં હજુ સરકાર દ્વારા સોગંદનામું કરવાનું બાકી છે. આ ઉપરાંત આદિવાસી સમાજ દ્વારા સરકાર સમક્ષ રજૂઆત કરવામાં આવી છે કે, વર્ષ 2017માં જીપીએસસીની પરીક્ષાના પરિણામને પણ ફરીથી ચેક કરવામાં આવે કારણ કે ખોટા આદિવાસીઓના પ્રમાણપત્ર હાંસલ કરીને કેટલાક લોકો દ્વારા સરકારી નોકરી મેળવી લેવામાં આવી છે જે ગેર કાયદેસર છે. આમ કરનારા સામે કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવેની માંગણી પણ કરવામાં આવી હતી.

રૂપાણી સરકાર
ફોટો સોશિયલ મીડિયા

ઉલ્લેખનીય છે કે, હાલ એક પછી એક સમાજ દ્વારા આંદોલન આટોપી લેવામાં આવતાં સૌથી વધારે ખુશખુશાલ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી દેખાઈ રહ્યા છે. અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના આગમન પહેલા ગુજરાતમાં રૂપાણી સરકાર સામે જે વિરોધ અને વિદ્રોહના સંકટના વાદળો છવાયેલા હતાં તે ધીમે ધીમે હટતાં જઈ રહ્યા છે. પરંતુ જહોવું એ રહ્યું કે સરકાર હાલ દબાણમાં દરેક વાત તો માની નથી રહીને? નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમ પૂર્ણ થયા બાદ સરકારે જનતાને કરેલા વાયદાઓ અને આંદોલનકારીઓને આપેલા વચનો પુરા કરવા પડશે નહીંતર રૂપાણી સરકારની મુશ્કેલીઓ વધશે એ નક્કી છે.

Related Articles

Back to top button
આજનું રાશિફળ!