AnandGujaratPolitics

કોંગ્રેસ દ્વારા નવયુવાનોને ટીકીટ આપીને બેસાડ્યો દાખલો! 24 વર્ષના યુવાનને આપી ટીકીટ!

હાલમાં સમગ્ર ગુજરાતમાં રાજકીય ગરમાવો ચાલી રહ્યો છે તેનું કારણ માત્રને માત્ર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ. ફોર્મ ભરાઈ ગયા અને અંતિમ ચૂંટણી પ્રચાર પણ શરૂ થઈ ગયો છે. ત્યારે કોંગ્રેસ ભાજપ અને આમ આદમી પાર્ટી પણ પોતાના ઉમેદવારોને જીતાડવા ખૂબ જ સક્રિય થઈ ગઈ છે. આમ તો દરેક મહાનગર પાલિકામાં ભાજપની જ સત્તા છે પરંતુ ભાજપ આ વખતે દરેક મહાનગર પાલિકામાં સત્તા સાચવી શકે છે કે કેમ તે જોવું રહ્યું! સાથે સાથે નગરપાલિકા, તાલુકા, જિલ્લા પંચાયતોની પણ ચૂંટણી છે.

હર્ષિલ દવે
ફોટો સોશિયલ મીડિયા

તો ઉમેદવારોની પસંદગીમાં ભાજપ કરતાં કોંગ્રેસ દ્વારા નવા અને યુવાનોને ટીકીટ આપવામાં આવી છે. કોંગ્રેસ દ્વારા મોટાભાગે યુવાનોને ટીકીટ આપીને યુવાનોને એક તક પુરી પાડી છે. આવીજ રીતે આણંદમાં કોંગ્રેસ દ્વારા 24 વર્ષના યુવાનને ટીકીટ આપીને સૌથી યુવાન વયના ઉમેદવારને ટીકીટ આપીને તમામ રાજકીય પાર્ટીઓમાં એક દાખલો બેસાડ્યો છે. આણંદના વતની અને 17-18 વર્ષની ઉંમરથી જ રાજકરણમાં સક્રિય રહેતા હર્ષિલ દવેને કોંગ્રેસ પાર્ટીએ તક આપીને આણંદ નગરપાલિકાના વોર્ડ નંબર 8ના ઉમેદવાર બનાવ્યા છે.

કોણ છે હર્ષિલ દવે?

હર્ષિલ દવે
ફોટો સોશિયલ મીડિયા

હર્ષિલ દવે વર્ષ 2014થી 2018 સુંધી કોંગ્રેસની વિદ્યાર્થી પાંખ એન.એસ.યુ.આઈ માં સક્રિય રહીને વિદ્યાર્થીઓના મુદ્દા ઉઠાવતા હતા અને કેટલીય વાર આંદોલન પણ કર્યા છે. વર્ષ 2018 થી આજ સુંધી તેઓ કોંગ્રેસની યુવા પાંખ યુથ કોંગ્રેસના આણંદ જિલ્લાના મહામંત્રી પણ રહ્યા છે અને યુવાનોના મુદ્દે આંદોલન સહિતની ગતિવિધિઓમાં સક્રિય ભૂમિકા ભજવી છે.

હર્ષિલ દવે
ફોટો સોશિયલ મીડિયા

વર્ષ 2019 થી 2020 ભારતીય છાત્ર સંસદના ગુજરાતના સ્ટેટ કોઓર્ડીનેટર પણ રહી ચૂક્યા છે. વર્ષ 2016 થી 2017 દરમિયાન ભારત સરકારના નહેરુ યુવા કેન્દ્ર આણંદ જિલ્લાના બ્રાન્ડ એમ્બેસેડર રહી ચૂક્યા છે. વર્ષ 2018માં રાષ્ટ્રીય યુથ ફેસ્ટિવલમાં પણ સક્રિય ભૂમિકા ભજવી હતી.

હર્ષિલ દવે
ફોટો સોશિયલ મીડિયા

બ્રિટિશ હાઈ કમિશનના યંગ થીંકર્સ કોન્ફ્રન્સમાં પણ ભાગ લીધો હતો. ભારતીય છાત્રા સંસદમાં 2017, 2018અને 2019માં સ્ટુડન્ટ ડેલીગેટ તરીકે ભગલીધો હતો. કેરળ સરકાર દ્વારા આયોજિત નેશનલ સ્ટુડન્ટ પાર્લામેન્ટ 2019માં સમગ્ર ગુજરાતના સ્ટુડન્ટ ડેલીગેટ તરીકે નેતૃત્વ કર્યું હતું.

હર્ષિલ દવે
ફોટો સોશિયલ મીડિયા

હર્ષિલ દવે દ્વાર કોરોના કાળમાં પણ ગરીબ અને મજૂર વર્ગની મદદ કરવામાં આવી હતી. ઘેર ઘેર રાશનથી લઈને જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ તેમના દ્વારા અને તેમની ટીમ દ્વાર જરૂરિયાતમંદ સુંધી પહોંચાડવામાં આવી હતી. સેવાકીય પ્રવૃત્તિમાં હર્ષિલ દવે કાયમ અગ્રેસર રહેતા હોય છે. સાથે સાથે તેઓ વાંચનનો શોખ પણ ધરાવે છે.

હર્ષિલ દવે
ફોટો સોશિયલ મીડિયા

હર્ષિલ દવે બોલવામાં પણ ક્યાંય પાછા પડે એમ નથી. એકવાર તેમણે ગુજરાતના અને હાલમાં કેન્દ્રનમાં મંત્રીને દારૂબંધી બાબતે સવાલ પૂછીને પાણી પીતા કરી નાખ્યા હતાં. જેનો વીડિયો પણ ખૂબ વાઇરલ થયો હતો. હર્ષિલ દવે ટીનએજ થી જ રાજકારણમાં રસ ધરાવે છે અને ખૂબ જ નાની ઉંમરમાંજ તેઓ રાજકારણમાં સક્રિય થયા હતાં આજે આણંદમાં સૌથી યુવાન વયે નગરપાલિકાની ટીકીટ મેળવનાર બન્યા છે. માત્ર 24 વર્ષની ઉંમરમાં હર્ષિલ દવે ને કોંગ્રેસ દ્વારા આણંદ નગરપાલિકામાં વોર્ડ નંબર 8ના ઉમેદવાર બનાવ્યા છે.

હર્ષિલ દવે
ફોટો સોશિયલ મીડિયા

ઉલ્લેખનીય છે કે, ભલે હર્ષિલ દવે તેમના રાજકીય હરીફો કરતાં ઉંમરમાં નાના હોય પરંતુ અનુભવ અને સેવાકીય પ્રવૃત્તિમાં તેમના રાજકિય હરીફોને હંફાવી રહ્યા છે. યુવાનો રાજકારણમાં આગળ આવશે તો દશા અને દિશા બન્ને બદલાશે. અમારા તરફથી હર્ષિલ દવે ને તેમની આગામી રાજકીય કારકિર્દી માટે હાર્દિક શુભકામનાઓ.

Related Articles

Back to top button
આજનું રાશિફળ!