IndiaPolitics

એ સરદાર પટેલ જ હતા જેમણે RSS પર પ્રતિબંધ મૂક્યો હતો! રાજકરાણ ગરમાયું!

મલ્લિકાર્જુન ખડગેએ તાજેતરમાં કોંગ્રેસ અધ્યક્ષ તરીકે પદભાર સંભાળવાના પ્રસંગે તેમના ભાષણમાં સરદાર વલ્લભભાઈ પટેલનો ઉલ્લેખ કર્યો હતો અને તેમના શ્રોતાઓને યાદ અપાવ્યું હતું કે તેઓ એક એવી પાર્ટીનું નેતૃત્વ કરી રહ્યા છે જેનું નેતૃત્વ એક સમયે મહાત્મા ગાંધી, જવાહરલાલ નેહરુ અને સરદાર પટેલે કર્યું હતું. ખડગેએ એમ પણ કહ્યું હતું કે તેઓ ગુજરાતમાં તેમની પ્રથમ જાહેર સભાને સંબોધશે, જ્યાં ભાજપે સરદાર પટેલ ને તેના નેતા તરીકે સ્વીકાર્યા છે અને તેમના સન્માનમાં એક ભવ્ય પ્રતિમાનું નિર્માણ કર્યું છે.

કોંગ્રેસે કહ્યું છે કે ભાજપ જવાહરલાલ નેહરુને અપમાનિત કરવા માટે સરદાર પટેલ નો ઉપયોગ કરી રહી છે. ભાજપ લોકોને નથી કહેતા કે સરદાર પટેલે જ RSS પર પ્રતિબંધ મૂક્યો હતો. શ્યામા પ્રસાદ મુખર્જીને લખેલા પત્રમાં પટેલે કહ્યું હતું કે: “તેમાં કોઈ શંકા નથી કે હિંદુ મહાસભા મહાત્મા ગાંધીની હત્યાના કાવતરામાં સામેલ હતી. આરએસએસની પ્રવૃત્તિઓએ સરકાર અને દેશના અસ્તિત્વ માટે સ્પષ્ટ ખતરો ઊભો કર્યો છે.” આરએસએસ કોઈપણ રાજકીય પ્રવૃત્તિમાં જોડાશે નહીં તેવી શરતે પ્રતિબંધ પાછો ખેંચવામાં આવ્યો હતો, પરંતુ મુખર્જીએ ત્યારબાદ આરએસએસની મદદથી જનસંઘની રચના કરી, જે હવે ભારતીય જનતા પાર્ટી છે.

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પણ 5 સપ્ટેમ્બરે ગુજરાતમાં રેલીને સંબોધિત કરતી વખતે સરદાર પટેલ પર વાત કરી હતી. ભાજપ પર નિશાન સાધતા તેમણે સીધો સવાલ ઉઠાવ્યો કે જો ભાજપ સરદાર પટેલની વિચારધારામાં ગંભીરતાથી માનતી હોત તો તે ક્યારેય ખેડૂત વિરોધી કાયદો લાવી અને પસાર ન કરી શકત. ‘પરિવર્તન સંકલ્પ સભા’માં પાર્ટી કાર્યકર્તાઓને સંબોધતા રાહુલે કહ્યું હતું કે, “સરદાર પટેલે આખી જીંદગી ખેડૂતો, મજૂરો અને સામાન્ય લોકો માટે લડ્યા, પરંતુ ભાજપ સરકાર તેમની વિચારધારાથી તદ્દન વિરુદ્ધ કામ કરી રહી છે.

આવા લોકોને કેવી રીતે સરદાર પટેલના અનુયાયી કહી શકાય? ભાજપે સરદારની સૌથી ઊંચી પ્રતિમા બનાવી છે, પરંતુ ભાજપ સરદાર પટેલની માન્યતા, ફિલસૂફી અને વિચારધારાને સમજવામાં નિષ્ફળ રહી છે.” તેમણે વધુમાં કહ્યું કે, “શું તમે ક્યારેય સાંભળ્યું છે કે સરદાર પટેલે વિરોધ કે આંદોલન માટે અંગ્રેજો પાસેથી પરવાનગી લીધી હોય? ભાજપ દાવો કરે છે કે તે સરદાર પટેલમાં વિશ્વાસ રાખે છે, પરંતુ તેના શાસનમાં લોકોએ આંદોલન અને વિરોધ કરવા માટે પરવાનગી લેવી પડે છે. જો પટેલ હોત તો ક્યારેય આવું ન થાત. જો તેઓ જીવતા હોત, તો તેમણે તમને ભાજપને દૂર કરવા કહ્યું હોત જેણે આવા નિયંત્રણો લાદ્યા છે.”

આ પણ વાંચો:

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ જનસદ ગુજરાતી ન્યૂઝ The Jansad સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Related Articles

Back to top button
આજનું રાશિફળ!