GujaratPolitics

અલ્પેશ ઠાકોર સામે કોંગ્રેસ આ મોટા નેતાને ઉતારશે મેદાને! તો અલ્પેશને જીતવા માટે પડશે ફાંફા!

ગુજરાતમાં પેટાચુંટણીના બ્યુગલ વાગી ચુક્યા છે હાલની વિધાનસભાની પરિસ્થિતિ જોતા ભાજપ અને કોંગ્રેસ માટે આ પેટાચુંટણીઓ રાસકાસીનો જંગ સમાન છે. ત્યારે અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલા કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાઈ ગયા છે ત્યારે તેમને હરાવવા માટે કોંગ્રેસ આકાશ પાતાળ એક કરવાના મૂડમાં છે. અલ્પેશ ઠાકોરને ઠાકોરસેના એ પણ પડતા મુક્યા છે અને ઠાકોરસેનાએ અલ્પેશ સામે ઉમેદવાર ઉભરાખવાની વાત પણ કરી છે. ત્યારે અલ્પેશ ઠાકોર માટે આ બાય ઇલેક્શન જીતવું એ લોઢાના ચણા ચાવવા બરાબર છે.

અલ્પેશ ઠાકોર
ફોટો: સોસીયલ મીડિયા

ભાજપ અને કોંગ્રેસ બંને દ્વારા પેટાચુંટણીઓ માટે તૈયારી શરૂ કરી દેવામાં આવી છે. હાલ આચાર સંહિતા લાગી ગઈ છે આજ કાલમાં દરેક સીટ પર બંને પાર્ટીઓના ઉમેદવારો જાહેર થઈ જશે. કરણ કે 30 સપ્ટેમ્બર ઉમેદવારી પત્ર ભરવાની છેલ્લી તારીખ છે. ત્યારબાદ 21મી ઓક્ટોબરના રોજ મતદાન યોજાશે અને 24મી ઓક્ટોબરના રોજ ભાવિનો ફેંસલો થશે. આ પેટાચુંટણી ભાજપ અને કોંગ્રેસ માટે ખુબજ મહત્વની છે જાહેર થયેલી પેટાચુંટણીમાં કોંગ્રેસ પાસે બે સીટ હતી જે મેળવવા માટે કોંગ્રેસ પ્રયાસ કરશે અને ભાજપ દરેક બેઠક જીતવા માટે પ્રયત્ન કરશે.

અલ્પેશ ઠાકોર
ફોટો: સોસીયલ મીડિયા

અલપેશ ઠાકોરની વાત કરીએ કોંગ્રેસ કોઈપણ સંજોગોમાં અલ્પેશને જીતવા નહીં દે કમસેકમ તેના માટે આ પેટા ચુંટણી એટલી કપરી બનાઈ દેશે કે અલ્પેશ વિચારી પણ નઈ શકે. પોતાના સમાજને છેતરીને અલ્પેશ ઠાકોર ભાજપમાં પ્રવેશ્યા આ તેમના સમાજને પણ ખૂંચે છે. જે ઠાકોરસેનાના બલબૂતા પર અલ્પેશ ઠાકોર કોંગ્રેસમાં ધારાસભ્ય બન્યા હતા એજ ઠાકોર સેના તેમનો વિરોધ કરી રહી છે. આ જોતા કોંગ્રેસ દ્વારા માસ્ટરસ્ટ્રોક રમવા આવી શકે એમ છે. જો ભાજપ અલ્પેશ ઠાકોરને રાધાનપુરથી વિધાનસભા લડાવશે તો કોંગ્રેસ પણ ઠાકોર સમાજના અગ્રણીને ટિકિટ આપીને લડાવશે.

અલ્પેશ ઠાકોર
ફોટો: સોસીયલ મીડિયા

આમ તો કોંગ્રેસે રાધાનપુરની જવાબદારી ગેનીબેન ઠાકોરને આપી દીધી છે અને ગેનીબેન દ્વારા રાધાનપુરમાં કામગીરી પણ શરૂ કરી દેવામાં આવી છે. જો ભાજપ અલ્પેશ ઠાકોરને રાધાનપુરમાં ટિકિટ આપશે તો કોંગ્રેસ ગેનીબેન ને ટિકિટ આપી શકે છે. હાલ ગેનીબેન પણ વાવથી ધારાસભ્ય છે છતાં પણ અલ્પેશ ઠાકોરને હરાવવા માટે કોંગ્રેસ ગેનીબેનને મેદાને ઉતારી શકે એમ છે. ગેનીબેન ઠાકોર સમાજમાં મોટું વર્ચસ્વ ધરાવે છે અને ઠાકોર સમાજમાં તેમનું અલ્પેશ ઠાકોર કરતાં પણ વધારે માનસમ્માન છે. અલ્પેશ ઠાકોર ના સમાજ વીરોધી નિર્ણયને કારણે સમાજમાં પણ રોષની લાગણી છે ત્યારે ઠાકોર સેનાએ પણ અલ્પેશ ઠાકોર સામે બાંયો ચડાવી છે.

અલ્પેશ ઠાકોર
ફોટો: સોસીયલ મીડિયા

જો કોંગ્રેસ દ્વારા અલ્પેશ ઠાકોર સામે ગેનીબેનનું નામ ફાઇનલ કરવાં આવે અને ગેનીબેન પણ લડવા માટે હાજીયો પુરે તો અલોએશ ઠાકોરને જીતવા માટે ફાંફા પડી જાય એ નક્કી છે. કરણ કે ગેનીબેન દ્વારા ગત વિધાનસભા ચુંટણીમાં વાવમાં ભાજપના કદાવર નેતા અને કેબિનેટ મંત્રી રહું ચુકેલા શંકર ચૌધરીને મોટા માર્જિનથી હરાવ્યા હતાં. જેને રાજકીય ભાષામાં કહીએ તો જાયન્ટ કિલર બન્યા હતા. જ્યારે અલ્પેશ ઠાકોર કોંગ્રેસ છોડીને ભાજપમાં પ્રવેશની વાત થતી હતી ત્યારે મીડિયામાં એ વાત પણ ફેલાવવામાં આવી હતી કે અલ્પેશ ઠાકોર સાથે ગેનીબેન પણ ભાજપમાં જશે પરંતુ ગેનીબેન દ્વાર સ્પષ્ટતા કરવામાં આવી કે હું પાર્ટી નહીં બદલું અને મારા વિશે અપપ્રચાર કરનાર વિરૂદ્ધ કોર્ટકેસ કરીશ.

અલ્પેશ ઠાકોર
ફોટો: સોસીયલ મીડિયા

ઉલ્લેખનીય છે કે, જો કોંગ્રેસ ગેનીબેનને લડાવે અને ગેનીબેન પણ લડવા તૈયાર થાય તો અલ્પેશ ઠાકોર ઘરભેગા થાય એમાં નવાઈ નહીં પરંતુ ગેનીબેન ના પણ લડે અને પ્રચાર માત્ર કરે તોપણ અલ્પેશ માટે કપરા ચડાણ છે. ગેનીબેન અલ્પેશ ઠાકોર કરતાં સમાજમાં વધારે વર્ચસ્વ અને માનસમ્માન ધરાવે છે. ગેનીબેન ઠાકોર સમાજમાં સામાજિક કામ કરીને ઉપર આવેલા એક માત્ર માહિલાનેત્રી છે. જ્યારે અલ્પેશ ઠાકોરે કેટલીય વાર નિવેદનો બદલ્યા છે ક્યારેક સૂર્યની સાક્ષીએ રાજકારણમાં નહીં પ્રવેશવાની વાત કરી હતી તો ક્યારેક કોંગ્રેસમાં જોડાવા માટે સમાજના લોકોએ જણાવ્યું તો ક્યારેક મંત્રીપદ અને સત્તા માટે કોંગ્રેસ છોડી ભાજપમાં પ્રવેશ કર્યો વગેરે જેવા નાટકો સમાજની આડ લઈને ભજવેલા છે. ચાલો 24 તારીખની રાહ જોઈએ.

Related Articles

Back to top button
આજનું રાશિફળ!