AhmedabadGujaratPolitics

આ ધારાસભ્યએ અમિત શાહને મોકલી લીગલ નોટિસ! ગુજરાતનું રાજકારણ ગરમાયું! જાણો!

ચૂંટણી દિલ્લીમાં છે પણ રાજકીય રંગ આખાય દેશને લાગ્યો છે. દિલ્લીમાં તો વાતાવરણ તંગ છે જ છે પરંતુ હવે ગુજરાતનું રાજકારણ પણ ગરમાઈ ગયું છે. દિલ્લીમાં શાહીનબાગ માં આંદોલન છે કે ગુજરાત સુંધી પહોંચી ગયું છે. ક્યાંક મરવા મારવાની વાત થાય છે તો ક્યાંક રાજકારણ છોડવા છોડી દેવાની વાત થઈ રહી છે. ગઈ કાલ ગાંધી નિર્વાણ દિવસે જામીયા આંદોલન કારીઓ સામે એક વ્યક્તિએ ધોળે દિવસે પોલીસ સુરક્ષાદળોની હાજરીમાં ગોળીબાર કરીને ખળભળાટ માચાઈ દીધો છે તો ગુજરાતમાં પણ રાજકીય ગરમા ગરમી શાહીનબાગ ના કારણે જ વધી જાવા પામી છે. ગુજરાતના રાજકીય વતાવરમાં પલટો આવી ગયો હતો અમે કડકડતી ઠંડી માં પણ ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું હતું.

ગુજરાતનું રાજકારણ
ફોટો સોશિયલ મીડિયા

શાહીનબાગમાં લાખો આંદોલનકારીઓ શાંતિપૂર્ણ રીતે છેલ્લા ઘણા સમયથી આંદોલન કરી રહ્યા છે. રાત દિવસ કડકડતી ઠંડીમાં પણ આ આંદોલનકારીઓ ઘરે જવાનું નામ લેતા નથી. અને મોટી મોટી ખ્યાતનામ હસ્તીઓ પણ શાહીનબાગમાં આ આંદોલનકારીઓનો સાથ આપી ચુક્યા છે. આ આંદોલનકારીઓની માંગ એ છે કે સરકાર CAA અને NRC પાછું લે પરંતુ સરકારે આ બાબતે સ્પષ્ટ જણાવ્યું છે કે, સરકાર CAA અને NRC પાછું કોઈપણ સંજોગોમાં લેશે નહીં. બસ મામલો ત્યાં ગૂંચવાયો છે કોઈપણ પાછીપાની કરવા તૈયાર નથી.

ગુજરાતનું રાજકારણ
ફોટો સોશિયલ મીડિયા

તો બીજી તરફ ભાજપ ચૂંટણી પંચ પહોંચ્યું છે અને જણાવ્યું કે શાહીનબાગમાં થતો તમામ ખર્ચ આમ આદમી પાર્ટીના ખાતે ગણવામાં આવે કારણ કે આમ આદમી પાર્ટી દ્વારા આ આંદોલનકારીઓને સમર્થન આપવામાં આવ્યું છે. શાહીનબાગમાં ગુજરાતના ધારાસભ્યોએ પણ દસ્તક દીધી હતી જે બાદ ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું હતું. ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા અને ગ્યાસુદિન શેખ દ્વારા શાહીનબાગ ખાતે ધરના પ્રદર્શનમાં હાજરી આપવામાં આવી હતી અને સ્ટેજ પરથી શાહીનબાગને સંબોધવામાં પણ આવ્યું હતું.

ગુજરાતનું રાજકારણ
ફોટો સોશિયલ મીડિયા

બસ ત્યારથી ગુજરાતમાં રાજકીય નિવેદન બાજી તેજ બની જવા પામી હતી. આ બાબતે અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનની બોર્ડ સભામાં પણ હોબાળો થયો હતો. ભાજપના સભ્યો પ્લે કાર્ડ લઈને વિરોધ કરી રહયા હતા તો કોંગ્રેસના સભ્યો દ્વારા તે પ્લે કાર્ડને ફાડી નાખવામાં આવ્યો હતો અને મામલો બીચકયો હતો. વાત એમ છે કે, મ્યુનિ. ભાજપ નેતા અને પૂર્વ મેયર અમિત શાહે કહ્યું હતું કે, જે સ્ટેજ પર ભારતના ભાગલાની વાત થાય છે ત્યાં આપણા ગૃહના સભ્ય જઈને ભાષણ કરી આવે તે અયોગ્ય છે. પછી ભાજપના સદસ્યો દ્વારા પ્લે કાર્ડ લઈને ઉગ્ર વિરોધ અને નારા બોલાવવામાં આવે છે પછી સ્થિતિ વણસી જતા સભા બરખાસ્ત કરવામાં આવી હતી.

ગુજરાતનું રાજકારણ
ફોટો સોશિયલ મીડિયા

ભાજપ નેતા અને પૂર્વ મેયર અમિત શાહ દ્વારા ધારાસભ્ય પર ગંભીર આરોપ લગાવવામાં આવ્યા હતાં. આ બાબતે ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ જણાવ્યું હતું કે, હું શાહીન બાગ ખાતે સ્ટેજ પર જઇને કોઇ પણ દેશ વિરોધી શબ્દ બોલ્યો નથી અને જો કોઈ આ બાબત સાબિત કરી આપે તો હું જાહેર જીવન છોડી દેવા પણ તૈયાર છું. મારી સામે ખોટાં આક્ષેપો કરાયા છે. મારી રજૂઆત નહીં સાંભળી લોકશાહીનું ખુન કરાયું છે. ત્યારે ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ પોતાની સામે બદનક્ષી ભર્યા નિવેદન બાબતે પૂર્વ મેયર અમિત શાહને લીગલ નોટિસ મોકલવાની ચીમકી ઉચ્ચારી હતી અને મોકલી પણ આપી છે. જે બાદ ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ગુજરાતનું રાજકારણ
ફોટો સોશિયલ મીડિયા

ઉલ્લેખનીય છે કે, લીગલ નોટિસમાં ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાએ જણાવ્યું હતું કે, મ્યુનિ. કોર્પોરેશનની બોર્ડમાં અમિત શાહે સત્યથી વેગળા આક્ષેપ કરીને મારી માનહાનિ કરી છે અને આ બાબતે મે ફોજદારી અને દિવાની રાહે કાર્યવાહી કરવા માટે અમિત શાહને નોટિસ મોકલી છે. અમિત શાહના જણાવ્યા પ્રમાણે જો તેમની પાસે મારી વિરૂધ્ધ પુરાવા હોય તો તે જાહેર કરે અને જો અમિત શાહની વાતમાં સત્યતા હશે તો હું મ્યુનિ. કોર્પોરેટર તેમજ ધારાસભ્ય બંને પદેથી રાજીનામું આપવા તૈયાર છું. નોટિસ બાબતે અમિત શાહે જણાવ્યું હતું કે હજુ મને કોઈ નોટિસ મળી નથી. નોટિસ મળે કે ના મળે પરંતુ દિલ્લીના શાહીનબાગથી ગુજરાતના અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન સુંધી રાજકીય ગરમાવો તો આવી જ ગયો છે.

Related Articles

Back to top button
આજનું રાશિફળ!