AhmedabadGujarat
Trending

ગુજરાતની બે દિવસની મુલાકાતે આવશે રાહુલ ગાંધી, રથયાત્રામાં પણ હાજરી આપી શકે છે કોંગ્રેસ અધ્યક્ષ

અમદાવાદમાં આગામી તારીખ ૧૪ જૂલાઇના રોજ જગન્નાથ મંદિરની રથયાત્રા છે ત્યારે આ રથયાત્રાના દર્શન કરવા કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી આવી શકે છે. જેમાં રથયાત્રાના આગળના દિવસની સંધ્યા આરતીમાં કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી આવે તેવી શક્યતાઓ છે. હાલ કોઈ કાર્યક્રમ ફિક્ષ નથી પરંતુ અમારા નજીકના સુત્રો દ્વારા જાણવા મળ્યું છે કે રાહુલ ગાંધી ગુજરાતની બે દિવસની મુલાકાતે આવી શકે છે અને રથયાત્રાના આગળના દિવસની સંધ્યા આરતીમાં હાજરી આપી શકે છે. અમદાવાદની રથયાત્રા વર્ષોથી ધાર્મિક લાગણીઓની સાથે સાથે કોમી એકતા માટે પણ પ્રખ્યાત બની ગઇ છે. ત્યારે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષની હાજરી સૂચક છે.

આગળના દિવસની સંધ્યા આરતીમાં હાજર રહેશે રાહુલ

રથયાત્રામાં સામાન્ય રીતે વિરોધપક્ષ આગલા દિવસની સંધ્યા આરતીમાં ભાગ લેતા હોય છે. પરંતુ આવખતે ગુજરાતની બે દિવસની મુલાકાતે આવી રહેલા રાહુલ ગાંધી ૧૩ જૂલાઇએ જગન્નાથ મંદિરમાં દર્શન કરીને સંધ્યા આરતીમાં ભાગ લઈ શકે છે અને ભગવાન જગન્નાથજીના આશીર્વાદ મેળવી શકે છે. ગુજરાત વિધાનસભાની ચૂટંણી સમયે રાહુલ ગાંધીએ ગુજરાતના અનેક મંદિરોએ જઇને દર્શન કર્યા હતા અને એજ વખતે તેમણે ભગવાન જગન્નાથજીના દર્શન કરીને આશીર્વાદ મેળવ્યા હતા. અમદાવાદના જગન્નાથજી મંદિરનું ધાર્મિક મહત્વ ખુબજ વધુ હોવાથી રાહુલ ગાંધીએ પણ મંદિરમાં દર્શન કરવાની ઇચ્છા દર્શાવી છે. પરંતુ કોંગ્રેસના આગેવાનો અને સુરક્ષા અધિકારીઓ દ્વારા રાહુલ ગાંધીની જગન્નાથજી મંદિરની મુલાકાત અંગે અવઢવમાં છે.

કાર્યકરોમાં ઉત્સાહનો માહોલ

ઉલ્લેખનીય છે કે રાહુલ ગાંધીની ગુજરાત મુલાકાતના સમાચાર બાદ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય ખાતે કાર્યકરોની ચહલ પહલ વધી ગઈ છે અને પાર્ટી કાર્યકરોના ઉત્સાહમાં વધારો જોવા મળ્યો છે. રાહુલ ગાંધીએ ગુજરાત વિધાનસભામાં કરેલા ધુંઆધાર પ્રચાર બાદ ગુજરાત કોંગ્રેસે ૭૮ સીટ જીતીને એતિહાસિક વિજય નોંધાવ્યો હતો. હા કોંગ્રેસ સત્તાથી દુર રહી પણ શાસક પક્ષને કમજોર કરીને પોતે મજબુત તો બનીજ ગઈ છે અને હવે આગામી ચુંટણીમાં આજરીતે આક્રમકતા થી જનતાના પ્રશ્નોને વાચા આપીને ચુંટણી મેદાનમાં આવશે એવો સંદેશો પણ આપ્યો હતો. ગુજરાત વિધાનસભાની  ૧૦ થી ૧૨ સીટો કોંગ્રેસ માત્ર બે થી ત્રણ હજાર મતોની સરસાઈથી  હારેલી છે.

લોકસભા ઈલેક્શનને લઈને ઘડવામાં આવશે રણનીતિ

૨૦૧૯ ના લોકસભા ઈલેક્શનને લઈને પણ રાહુલ ગાંધી પ્રદેશ નેતાઓ સાથે મીટીંગ કરીને કોંગ્રેસ ૨૬ સીટો માંથી ૧૨ થી ૧૬ સીટ કેવીરીતે જીતવી તે અંગેની શું રણનીતિ ઘડવી તેની ચર્ચા વિચારના હાથ ધરવામાં આવશે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
આજનું રાશિફળ!