GujaratPolitics

ભાજપના નાક નીચેથી રાજ્યસભા ની બંને બેઠક જીતવાની કોંગ્રેસની સ્ટ્રેટેજી! રમ્યો મોટો દાવ!

કોરોના મહામારીના કારણે પાછી ઠેલાયેલી રાજ્યસભા ની ખાલી પડેલી ચાર બેઠકો માટે રાજ્યમાં મતદાનની તારીખ જાહેર થઈ ગઈ છે. રાજયસભાની ચાર વેઠકો માટે મતદાનની તારીખ જાહેર થતાંની સાથે જ ગુજરાતના રાજકિય વાતાવરણમાં એકાએક પલટો આવી ગયો છે અને રાજકારણમાં ગરમાંગરમી વધી ગઈ છે. કોંગ્રેસના આઠ જેટલા ધારાસભ્યોએ રાજીનામાં આપ્યા બાદ કોંગ્રેસ માટે રાજયસભાની બે બેઠક કબ્જે કરવા માટે આંકડાની કટોકટી સર્જાઈ ગઈ છે. તો ભાજપ પુરજોશમાં આવી ગયું છે. પરંતુ હજુ પણ ભાજપ માટે રાજ્યસભાની ત્રીજી બેઠક જીતવી એ ખુબજ અઘરું છે.

રાજ્યસભા, ગુજરાત રાજ્યસભા
ફોટો સોશિયલ મીડિયા

કોંગ્રેસમાંથી આઠ ધારાસભ્યોના રાજીનામાં પડ્યા બાદ કોંગ્રેસ મોવડી મંડળ દ્વારા સાવચેતીના પગલે તમામ ધારાસભ્યોને ઝોન વાઇઝ વહેંચીને સિનિયર નેતાઓને જવાબદારી સોંપવામાં આવી છે. અને સૂત્રોના જણાવ્યા મુજબ ટૂંક સમયમાં તમામ ધારાસભ્યોને એક જ છત નીચે લાવવામાં આવશે. કોંગ્રેસ દ્વારા ભાજપ પાસેથી એક બેઠક આંચકી લેવા માટે રણનીતિ બનાવવામાં આવી છે. તો ભાજપ અંદરખાને પ્રયત્ન કરે છે કે કોંગ્રેસ માંથી હજુ વધારે ધારાસભ્યો રાજીનામાં આપે. પરંતુ કોંગ્રેસ નેતાઓ દ્વારા કિલ્લા ને સજ્જડ કરવામાં આવ્યો હોય તેવું લાગી રહ્યું છે. આ સાથે જ રાતોરાત ભાજપની ઊંઘ પણ હરામ કરી નાખી છે.

રાજ્યસભા, ગુજરાત રાજ્યસભા
ફોટો સોશિયલ મીડિયા

રાજ્યસભા ચૂંટણીની તારીખ જાહેર થયા બાદ કોંગ્રેસ માંથી વધુ 3 ધારાસભ્યોએ રાજીનામુ આપી દેતાં કોંગ્રેસના રાજીનામાં આપેલા ધારાસભ્યોની સંખ્યા કુલ 8 જેટલી થઈ ગઈ હતી. અને રાજ્યસભા ની બે બેઠકના બદલે એક જ બેઠક જીતી શકે તેવી પરિસ્થિતિનું નિર્માણ થઇ ગયું છે. પરંતુ કોંગ્રેસ દ્વારા જબરદસ્ત દાવ રમવામાં આવ્યો કે ભાજપની અને ભાજપના ત્રીજા ઉમેદવાર નરહરિ અમીનની ઊંઘ હરામ થઈ ગઈ છે. કોંગ્રેસ ના એક જ દાવે હારની બાજીને જીત તરફ લઈ જવાની કુચ કરી દીધી છે. જે સમીકરણો ભાજપ તરફી હતાં તેને કોંગ્રેસે પોતાના તરફી કરવાના શરૂ કરી નાખ્યા છે.

ગુજરાત રાજ્યસભા, વિજય નેહરા, Vijay Nehra, AMC Commissioner,રૂપાણી સરકાર, રાજ્યસભા
ફોટો સોશિયલ મીડિયા

રાતોરાત ભાજપનો આખો દાવ ઊંધો પડી ગયો છે. કોંગ્રેસ માંથી 8 ધારાસભ્યોના રાજીનામાં એળે જાય તેવી પરિસ્થિતિનું નિર્માણ થઈ ચૂક્યું છે. નરહરિ અમીનનું રાજ્યસભામાં જવાનું સપનું એક સપનું જ રહી જાશે. હાલ તો એવું જ લાગી રહ્યું છે. કોંગ્રેસ દ્વારા તેના તમામ ધારાસભ્યોને સેફ પ્લેસ પર ખસેડી લેવામાં આવ્યા છે. અને આગામી બે દિવસમાં દરેક ધારાસભ્યોને એક છત નીચે લાવી દેવામાં આવશે તેવું સૂત્રો દ્વારા જાણવા મળે છે. એનસીપી દ્વારા રાતોરાત વ્હીપ જાહેર કરી દેવામાં આવ્યો છે. જે વ્હીપે ભાજપની ઊંઘ હરામ કરી દીધી છે અને નરહરિ અમીનના રાજ્યસભા જવાના સપના આડે ગ્રહણ લગાવી દીધું છે.

શરદ પવાર, રાજ્યસભા
ફોટો: સોસીયલ મીડિયા

મહારાષ્ટ્રની ગઢબંધન સરકારમાં કોંગ્રેસ એક મહત્વનું સહયોગી છે. કોંગ્રેસના સમર્થન વગર મહારાષ્ટ્રમાં સરકાર ટકી શકે એમ નથી. એ જોતાં કોંગ્રેસ દ્વારા એનસીપી સુપ્રીમો શરદ પવાર પર દબાણ લાવીને રાતોરાત કોંગ્રેસના ઉમેદવારોને વોટ આપવાનો વ્હીપ જાહેર કરાવવામાં આવ્યો છે. એનસીપી દ્વારા જાહેર કરવામાં આવેલા વ્હીપ બાદ ભાજપ હરકત માં આવી ગયું છે અને આગળ શું કરવું તેની રણનીતિ ઘાડવા લાગી ગયું છે જ્યારે કોંગ્રેસ નેતાઓ દ્વારા બીટીપીના બે મતો પણ અંકે કરવા માટે તજવીજ હાથ ધરવામાં આવી રહી છે.

રાજ્યસભા
ફોટો સોશિયલ મીડિયા

આગામી 19 જૂનના રોજ ગુજરાતમાં યોજાવા જઇ રહેલી રાજ્યસભાની 4 બેઠકોની ચૂંટણી માટે રાજકીય પાર્ટીઓના સંખ્યાબળ પર નજર કરીએ તો, 182 ધરાસભ્યોની બેઠક ધરાવતી ગુજરાત વિધાનસભામાં હાલમાં 172 બેઠકો છે 10 બેઠક ખાલી પડી છે. તો ભાજપ પાસે 103 ધારાસભ્યો છે, કોંગ્રેસ પાસે 65 ધારાસભ્યો છે. આ ઉપરાંત ભારતીય ટ્રાયબલ પાર્ટી પાસે 2 ધારાસભ્ય, NCP પાસે 1 તેમજ 1 અપક્ષ ધારાસભ્ય છે. એનસીપી દ્વારા કોંગ્રેસ પક્ષના ઉમેદવારો ને મત આપવાનો વ્હીપ જાહેર કર્યો છે ત્યારે બીટીપી પણ કોંગ્રેસને મત આપવાનો વ્હીપ જાહેર કરી શકે છે. આમ ભાજપના નાક નીચેથી રાજયસભાની બે બેઠક જીતવાની કોંગ્રેસની સ્ટ્રેટેજીએ નરહરિ અમિનની ઊંઘ તો બગાડી જ છે.

અહી ક્લિક કરીને વધારે Gujarati News માટે અમારા Facebook પેજ The Jansad ગુજરાતી ને ફોલો કરો

Related Articles

Back to top button
આજનું રાશિફળ!