GujaratIndiaPolitics

ધમણ -1 મામલે સરકારનો શ્વાસ રૂંધાયો! મફતમાં ઝેર મળે તો તે ખાઈ ન લેવાય!

છેલ્લા બે ત્રણ દિવસથી ધમણ -1 બાબતે વિવાદ ચાલી રહ્યો છે. રોજે રોજ નવા નવા ખુલાસાઓ થઈ રહ્યા છે. નેશનલ મીડીયામાં પણ આ બાબતે ન્યુઝ રિપોર્ટ આવતાં હવે આ મુદ્દો નેશનલ ટોકેટિવ ઇસ્યુ બની ગયો છે. હવે ગુજરાતની ભાજપ સરકારનો શ્વાસ રૂંધાયો હોય એવું લાગી રહ્યું છે. તો આ બાબતે સરકાર ક્યાંકને ક્યાંક કાચું કપાયાના ડરના કારણે લીપાપોતી કરી રહી છે. નેશનલ મીડિયા તેમજ વિપક્ષના હુમલા બાદ ગુજરાત ભાજપ સરકારને હવે ખુદ વેન્ટિલેટરની જરૂર પડી રહી હોય તેવું લાગી રહ્યું છે. સિવિલના ડૉકટરો દ્વારા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને લખવામાં આવેલ પત્ર જાહેર થતાંની સાથે જ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા દ્વારા ભાજપ સરકારને રીતસરની ઘેરવમાં આવી છે.

સરકાર ઊંઘમાંથી જાગી

ધમણ, ભાજપ સરકાર
ફોટો સોશિયલ મીડિયા

અમદાવાદની સિવિલ સરકારી હોસ્પિટલમાં રાજકોટની ખાનગી કંપની દ્વારા બનાવવામાં આવેલ ધમણ -1 નામના વેન્ટિલેટર બાબતે હવે વિવાદવધારે ઉગ્ર બની રહ્યો છે. હવે આ બાબતે સરકાર ખુદ ફસાઈ ગઈ છે. ધમણ બાબતે મોટા ખુલાસાઓ થતાં સરકાર અને વિપક્ષ ફરી આમને સામને આવી ગયા છે. જો કે ગુજરાત સરકાર દ્વારા આ બાબતે સ્પષ્ટતા કરવામાં આવી છે પરંતુ ડૉકટરોના પત્ર બાદ સરકારી તંત્ર ઊંઘતું ઝડપાયું છે. કોંગ્રેસ દ્વારા નીતિન પટેલને ઘેરવામાં આવ્યા છે. અમિત ચાવડાએ નીતિન પટેલ પર આકરા પ્રહાર કરતાં કહ્યું કે, તમે પણ આ પાપમાં એટલા જ ભાગીદાર છો, અત્યાર સુધી તમે ઘરે એસીમાં બેસી રહ્યા, સિવિલના ડૉક્ટરે પત્ર લખતા સરકાર જાગી.

મોત માટે ધમણ જવાબદાર!?

ધમણ, રૂપાણી સરકાર, અમિત ચાવડા, ગુજરાત કોંગ્રેસ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ, હાર્દિક પટેલ, વિજય રૂપાણી, amit chavda, gujarat congress, gujarat congress president, hardik patel, vijay rupani, કોરોના મહામારી
ફોટો સોશિયલ મીડિયા

અમિત ચાવડાએ પ્રેસ વાર્તામાં જણાવ્યું હતું કે, ધમણના કારણે અનેક લોકોનાં મોત થયા છે. જેના પાપના ભાગીદાર નાયબ મુખ્યમંત્રી પણ એટલા જ છે. સરકારે કંપનીનું માર્કેટિંગ કરવાના બદલે ગુજરાતની જનતા માટે કામ કરવું જોઇએ. જે દિવસે ધમણના નિર્માતાઓએ ધમણ -1ની મર્યાદાઓની વાત કરી ત્યારે નીતિનભાઇએ કહેવાની જરૂર હતી કે આ વેન્ટિલેટર નથી, માત્ર ઓક્સિજન સપ્લાય કરવાનું મશીન છે. વેન્ટિલેટરના નામે જે પ્રસિદ્ધિ કરવામાં આવી તેને બંધ કરવી જોઇએ. ધમણ-1માં જે અખતરા કરવાના હતા તે પહેલા કરવાની જરૂર હતી. એ ન કર્યા હોવાથી હવે ગુજરાતીન જનતા પર અખતરા કરી રહ્યા છે.

મફતમાં ઝેર મળે તો ખાઈ ના લેવાય!

ધમણ, અમિત ચાવડા
ફોટો: સોસીયલ મીડિયા

સરકાર દ્વારા કહેવામાં આવ્યું હતું કે ધમણ-1માં કોઈપણ પ્રકારનો ભ્રષ્ટાચાર નથી થયો પરંતુ ધમણ મફતમાં મળેલ છે. સરકાર દ્વારા ધમણ-1 મફત મળ્યાની વાત વારંવાર વાગોળવામાં આવતા. અમિત ચાવડા દ્વારા સરકાર પર આકરા પ્રહાર કરવામાં આવ્યા અને કહ્યું કે, અમે ધમણનો વિરોધ કે ભ્રષ્ટાચારની વાત ક્યારેય નથી કરી. આજે મોતનું પ્રમાણ વધી રહ્યું છે. દેશમાં ગુજરાતનો આંક સૌથી વધારે છે. જો તપાસ થાય તો તેનું કારણ ધમણ-1 નીકળશે. કોઈ મફતમાં ઝેર આપે તો તે ના ખાઈ લેવાય કે ના તેની વહેંચણી કરાય. લોકોને મોતના મુખમાં મોકલવાનુ કામ સરકાર કરી રહી છે.

આરોગ્ય મંત્રી તરીકે નીતિન પટેલની જવાબદારી

ધમણ, રાજ્યસભા ચૂંટણી, ગુજરાત કોંગ્રેસ, gujarat congress
ફોટો સોશિયલ મીડિયા

આ સાથે જ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા દ્વારા નીતિન પટેલને વિનંતી કરવામાં આવી છે. તેમણે જણાવ્યું કે, નીતિન પટેલને વિનંતી કે આરોગ્ય મંત્રી તરીકે તમારી જવાબદારી છે કે ધમણ1નાં કારણે કોઇ દર્દીનું મોત ન થાય. ફરી ચકાસણી કરી જેટલા ધમણ-1 ઇન્સ્ટોલ કર્યા છે એ પરત ખેંચો. ધમણના નિર્માતાએ ગુજરાતને મફત વેન્ટિલેટર આપીને આખા દેશ દુનિયામાંથી ઓર્ડર મેળવ્યા છે. આ એક ષડયંત્ર છે, જેનો ભોગ ગુજરાતની જનતા બની રહી છે. સિવિલ ડૉકટર દ્વારા લખવમાં આવેલા પત્ર બાદ ગુજરાત કોંગ્રેસ અધ્યક્ષ અમિત ચાવડા દ્વારા ભાજપ સરકાર પર ખૂબ મોટા આરોપ લગાવવામાં આવ્યા છે.

અહી ક્લિક કરીને વધારે gujarati news માટે અમારા facebook પેજ Jansad ગુજરાતી ને ફોલો કરો

Related Articles

Back to top button
આજનું રાશિફળ!