કન્યા વિદાયને બદલે કરવામાં આવી કોરંટાઇન! કોરોના કાળ માં લગ્નનો અજીબ કિસ્સો!

સમગ્ર દુનિયામાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. વિશ્વના દરેક દેશોમાં કોરોના સંક્રમણનો બીજો તબક્કો ચાલી રહ્યો છે. આજે કોરોના વાઇરસને એક વર્ષ કરતાં વધારે સમય થઈ ગયો છે છતાં પણ વિશ્વભરના સાયન્ટિસ્ટ કોરોના વાયરસની વેક્સીન શોધી શક્યા નથી. હાલ ઘણા દેશોમાં કોરોના સામે લડત આપતી વેક્સીનની ટ્રાયલ ચાલી રહી છે પરંતુ હજુ સુંધી કોઈપણ દેશને વેક્સીન બનવવા બાબતે સફળતા મળી નથી. કોરોના કાળ માં લગ્નની સિઝન પણ છે. ભારતમાં લગ્નની પહેલી સિઝન તો લગભગ લગભગ લોકડાઉનમાં ગઈ પરંતુ નવેમ્બર ડિસેમ્બરમાં લગ્નની બીજી સિઝન શરૂ થાય છે.

લગ્નોત્સુકોને 2020 નું વર્ષ જીવનભર યાદ રહેશે. કોરોના કાળ માં પણ લગ્નો થઈ રહ્યા છે પરંતુ અનોખી રીતે. પહેલા વરરાજાને પોંખવા માટે આવતાં ત્યારે ચોખા કંકુ લાવતા હવે માસ્ક અને સેનેટાઇઝર લઈને આવે છે. પહેલા વેલકમ ડ્રિન્ક હતું હવે વેલકમ સેનેટાઇઝર હોય છે. પહેલા જાન આવે ત્યારે ફૂલોની વર્ષા કરવામાં આવતી હવે કોરોના કાળ માં સેનેટાઇઝરનો છંટકાવ કરવામાં આવે છે. એટલે વર્ષની સાથે સાથે આ વર્ષે યોજાયેલા લગ્નની એક એક રીત રશમ પણ લોકોને આ જીવન યાદ રહેશે. આવો જ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેમાં કન્યા વિદાય ને બદલે કોરંટાઇન કરવામાં આવી!

હા તમે વાંચો છો એ સાચું છે. અને આ કિસ્સો પણ આપણા રાજ્ય ગુજરાતનો જ છે. સામાન્ય રીતે લગ્ન થઈ ગયાં બાદ કન્યાની વિદાય થાય છે પરંતુ હાલના કોરોના કાળ માં કન્યા કોરંટાઇન કરવામાં આવી છે. આવો બનાવ બન્યો હોય તેવો આ પ્રથમ કિસ્સો સામે આવ્યો છે. હાલમાં ગુજરાતમાં કોરોના કહેર બનીને તૂટી પડ્યો છે ત્યારે તેનું સંક્રમણ રોકવા ઠેર ઠેર કોરોના ટેસ્ટના બુથ બનાવીને તેનું સંક્રમણ રોકવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. ત્યારે આવો બનાવ કોરોના કાળમાં લગ્ન કરનારાઓ માટે એક સબક સમાન બન્યો છે.

ગુજરાત આવેલી જાનમાં તમામ લોકોનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો અને તેમાં તમામ લોકોનો રિપોર્ટ તો નેગેટિવ આવ્યો પરંતુ કન્યાનો જ રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. આ બાદ કન્યાના પિતાનો પણ ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો. આ ચોંકાવનારો કિસ્સો વલસાડમાં બન્યો છે. વલસાડમાં એક અજીબો ગરીબ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. વલસાડમાં રહેતી એક યુવતીનું સગપણ મહારાષ્ટ્ર સ્થિત મુંબઇમાં કરવામાં આવ્યું હતું અને ટૂંક સમયમાં લગ્ન યોજવાના હોઈ યુવતી 10 નવેમ્બના રોજ મુંબઇ ખરીદી માટે ગઈ હતી. અને તેણીના લગ્ન ગઈકાલે યોજાયા હતા.

વલસાડનું સરકારી તંત્ર હિસ્ટ્રીના આધારે આરોગ્ય ટિમ સાથે યુવતીના લગ્નમાં પહોંચી હતી. પહોંચતા જોયું કે યુવક અને યુવતીના પરીવાર દ્વારા ચુસ્ત રીતે કોરોના ગાઈડલાઈનનું પાલન કર્યું હતું અને લગ્નમાં પણ તમામ ગાઈડલાઈનનું પાલન કરવામાં આવ્યું હતું. પરંતુ જાન મહારાષ્ટ્રના મુંબઈથી આવેલી હતી અને મુંબઈમાં કોરોના સંક્રમણ વધારે હોવાના કારણે આરોગ્ય વિભાગની ટિમ લગ્ન સ્થળે પહોંચી હતી. જાનૈયા જે મુંબઈ થઈ આવેલા હતા એટલે તકેદારીના ભાગરૂપે તેમનો રેપીડ ટેસ્ટ કરવામાં આવ્યો હતો. જેમાં જાનૈયાઓનો રિપોર્ટ નેગેટિવ આવતાં હાશકારો થયો હતો.

પરંતુ જ્યારે કન્યા પક્ષ તરફે પણ કોરોના રિપોર્ટ કરવામાં આવ્યો હતો ત્યારે કન્યા અને તેના પિતાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જે બાદ સમગ્ર લગ્નમંડપમાં સોંપો પડી ગયો હતો. વલસાડના આરોગ્ય વિભાગે રેપિડ ટેસ્ટ કરતા કન્યાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો ત્યારે કન્યાને સાસરે મોકલવાનો બદલે પિતાના જ ઘરે ક્વોરન્ટાઇન કરવામાં આવી હતી. લગ્નમાં હાજર તમામ સાગા સંબંધીઓનો પણ કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો પરંતુ કન્યાનો રિપોર્ટ પોઝિટિવ આવતાં વિદાયની રસમ કરવાને બદલે કોરંટાઇનની રસમ કરવી પડી હતી. કોરોના કાળ માં કરવામાં આવેલા લગ્ન આ કપલને હમેશા યાદ રહેશે.