કોરોના વાયરસ ની શરૂઆત સૌપ્રથમ ચાઈનાથી થઈ છે. ચીનના હુવેઇ પ્રાંતના વુહાન શહેરમાં આ વાયરસનો પહેલો કેસ નોંધાયો હતો. ચીનથી આ વાઇરસ વિશ્વના અન્ય દેશોમાં ફેલાયો છે. ત્યારે શું છે કેરોના વાયરસ ની સૌપ્રથમ ઓળખાણ જર્મનીની આંતરરાષ્ટ્રીય લેબમાં થઇ હતી. વલ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન મુજબ સી ફૂડ દ્વારા આ વાઇરસ ફેલાય છે. વલ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને 30 જાન્યુઆરીના રોજ આ વાઇરસને વૈશ્વિક સ્વાસ્થ્ય કટોકટી તરીકે જાહેર કરી દીધી છે. વિશ્વમાં કોરોના વાયરસનો હાહાકાર છે ત્યારે ભારતમાં પણ આ વાઇરસે દસ્તક દીધી છે. ઇટાલિયન નાગરિકો ભારતમાં પ્રવાસે આવ્યા છે તેમાં દ્વારા આ વાઇરસ ભારત આવ્યો હોવાની શંકાઓ સેવાઈ રહી છે.
ભારતમાં કોરોના વાયરસ ના શંકાસ્પદ કેસ નોંધાયા બાદ ગુજરાત સરકાર પણ એલર્ટ થઈ ગઈ છે. અમદાવાદમાં પણ સરકાર દ્વારા સાવધાની સાવચેતી અને સતર્કતાના સૂત્રો અને જન જાગૃતિ અભિયાનો શરૂ કરી દીધા છે અમદાવાદ મહાપાલિકાએ એસવીપી હોસ્પિટલમાં ખાસ વોર્ડ તૈયાર કર્યો છે. અને અમદાવાદ એરપોર્ટ પર આવતાં મુસાફરોનું સ્કેનિંગ કરવામાં આવી રહ્યુ છે. કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા અમદાવાદ મહાનગરપાલિકા એ ખાસ અભિયાન હાથ ધર્યું છે જેનું નામ નમસ્તે અમદાવાદ આપવામાં આવ્યું છે. જે દ્વારા લોકોને હાથ મિલાવવાના બદલે હાથ જોડીને નમસ્તે કરવાની પણ અપીલ કરવામાં આવી છે.
ભારત સરકાર દ્વારા તકેદારીના પગલાં લેવામાં આવ્યા છે. અને કોરોના વાયરસ બાબતે સરકાર સતર્ક છે, દેશવાસીઓએ ધરપત રાખવાનું કેન્દ્રીય સ્વાસ્થ્ય પ્રધાન હર્ષવર્ધને જણાવ્યું હતું. આ બાદ રાહુલ ગાંધીએ તેમના પર નિશાન સાધ્યું હતું અને રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને હર્ષવર્ધનને આડે હાથ લીધા હતાં. રાહુલ ગાંધી દ્વારા સૌથી પ્રથમ ફેબ્રુઆરીમાં સરકારને આ બાબતે ચેતવવામાં આવ્યા હતા. પરંતુ ભારતમાં કોઈ કેસ ના હોવાના કારણે સરકારે તકેદારી જેતે સમયે લીધી નોહતી.
કેન્દ્રીય મંત્રી હર્ષવર્ધનના નિવેદન પર રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, સ્વાસ્થ્ય પ્રધાન કહી રહ્યા છે કે, કોરોના વાયરસ ની સ્થિતિ પર ભારત સરકારે પૂરી રીતે કાબૂ મેળવ્યો છે. અને દેશવાસીઓ ધરપત રાખવાની જરૂર છે. પરંતુ આ એવું જ છે કે, જેવી રીતે ટાઇટેનિકનો કેપ્ટન તમામ મુસાફરોને કહી રહ્યો હોય કે ગભરાવાની જરૂર નથી, આ જહાજ નહીં ડૂબે. રાહુલ ગાંધી દ્વારા સરકારને અસરકારક પગલાં લેવા માટે વહેલા ચેતવ્યા હતાં. 12મી ફેબ્રુઆરીએ રાહુલ ગાંધી દ્વારા આ મુદ્દો અતિ ગંભીર ગણાવીને ઉઠાવવામાં આવ્યો હતો.
આ વાઇરસ કેવી રીતે ફેલાય છે? આ વાઇરસથી સંક્રમિત વ્યક્તિનું જો પૂરતી સાવચેતી અને તકેદારી લેવામાં ન આવે તો મોત પણ નીપજી શકે છે અને તેના દ્વારા આ વાઇરસ ફેલાઈ પણ શકે છે. કોરોના વાયરસ નો ભોગ બનેલા વ્યક્તિના સંપર્કમાં આવવાથી આ વાયરસ ફેલાય છે. સંક્રમણ ધરાવતા વ્યક્તિ સાથે હાથ મિલાવાથી પણ આ રોગ થઇ શકે છે. શરુઆતમાં માથું દુખવું, ભયંકર તાવ અવવો, શરદી થવી અને ગળું બંધ થવું સામાન્ય લક્ષણો ધીમે ધીમે ગંભીર બનતા જાય છે. અને વાયરસ ફેફસાં સુધી ફેલાયા બાદ દર્દીનુ બચવુ અત્યંત મુશ્કેલ બની જાય છે.
આ વાઇરસના લક્ષણો આમ દેખીતી રીતે એકદમ સામાન્ય છે. સામાન્ય લક્ષણો બાદ ફેફસા સુંધી આ વાઇરસ ફેલાય છે અને ત્યારબાદ શ્વાસ લેવામાં ગંભીર સમય આવે છે. અને દર્દીને શ્વાસ ન લઈ શકવાના તેમજ ફેફસા તેનું કામ ન કરી શકવાની લીધે મોત નીપજે છે. પરંતુ આ વાઇરસથી બચી શકાય છે. તેનો એક માત્ર ઉપાય સાવધાની , સતર્કતા અને સાવચેતી છે. આ વાયરસથી બચવા માટે વિશ્વ આરોગ્ય સંગઠને કેટલાક ઉપાયો સૂચવ્યા છે. હાથ સાબુ અને પાણીથી ધોવા જોઇએ. ખાંસી કે છીંક ખાતા મોં પર રૂમાલ અવશ્ય રાખવો જોઇએ. શરદી કે ફ્લૂના લક્ષણ દેખાતા હોય તેવા વ્યક્તિઓ સાથે સંપર્ક ટાળવો જોઇએ. સીફૂડથી દુર રહેવું જોઇએ. મટન, ઇંડાને ચોખ્ખાઈથી, સંપૂર્ણ યોગ્ય રીતે પકવવા જોઇએ. ખેતર અને જંગલના પશુઓના સંપર્કમાં બને એટલું ઓછું રહેવું જોઈએ. અહી ક્લિક કરીને અમારા ફેસબુક પેજને ફોલો કરો વધારે ન્યુઝ માટે
- આ પણ વાંચો
- અમિત શાહ કોંગ્રેસના ધારાસભ્યોની રાહ જોતા રહ્યા અને આ નેતાએ વહીવટ પતાવી દીધો!
- રાજકોટમાં મહા દંગલ! વિજય રૂપાણી નું જોર ઓછું કરવા મહા કવાયત!? જાણો!
- અજીત પવાર ફરી નવાજુની કરવાની તૈયારીમાં? ઉદ્ધવ સરકાર જોખમમાં? જાણો!
- ઉડતાં પંજાબ બાદ ઝૂમતા ગુજરાત રૂપાણી સરકારની મુશ્કેલી વધી!ગરમાયુ રાજકારણ!
- આ કારણે પ્રિયંકા ગાંધી ગુજરાત માંથી સંસદભવન પહોંચશે! જાણો!
- ભાજપ સરકાર ની મોટી નકામયાબી આવી સામે! રાજકીય ગરમાંગરમી વધી!
- રૂપાણી સરકાર ની મુશ્કેલીઓ વધી હાર્દિક પટેલે ફરી આંદોલનની આગ ચાંપી?? જાણો!
- ભાજપના વળતાં પાણી! ટ્રમ્પની વિદાય બાદ પડ્યું ભાજપમાં ભંગાણ! જાણો!