GujaratPolitics

કેજરીવાલના નિવેદન બાદ ભાજપ અધ્યક્ષ નો પિત્તો ગયો! પાટીલ થયાં લાલઘૂમ અને કહ્યું…

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીની તારીખ જેમ જેમ નજીક આવી રહી છે. રાજકીય પક્ષોની ગતિવિધિઓ પણ વધુને વધુ વધી રહી છે. દરમિયાન, શનિવારે (08 ઓક્ટોબર, 2022) દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે વડોદરામાં એક રેલી યોજી હતી, જેમાં તેમણે કહ્યું હતું કે તેમનો જન્મ જન્માષ્ટમી પર થયો હતો અને ભગવાને તેમને કંસના વંશજોને ખતમ કરવાનું વિશેષ કાર્ય સોંપ્યું છે. તેમના નિવેદનથી ભાજપ ગુસ્સે થઈ ગયું અને કેજરીવાલ પર વળતો પ્રહાર કર્યો. ભાજપે ગુજરાતમાં ઠેર ઠેર પોસ્ટર લગાવ્યા હતા જેના સામે કેજરીવાલ પણ ગુસ્સે ભરાયા હતાં.

ગુજરાત ભાજપના અધ્યક્ષ સી.આર. પાટીલે કહ્યું કે કેજરીવાલ ગુજરાતના લોકોને ‘કંસ’ કહે છે અને તેમની પાસે વોટ માંગે છે, તેમના જેવો જુઠ્ઠો માણસ જોયો નથી. તેમણે કહ્યું, “અમે અરવિંદ કેજરીવાલ જેવો જુઠ્ઠો ક્યારેય જોયો નથી. સીએમ હોવા છતાં તેઓ જુઠ્ઠાણા ફેલાવે છે. તેમણે ગુજરાતના લોકોને ‘કંસ’ કહ્યા અને પછી તેમની પાસે વોટ માંગ્યા. તેઓએ બોલતા પહેલા વિચારવું જોઈએ.” શનિવારે રેલીમાં પોતાના નિવેદનમાં અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે, મારો જન્મ કૃષ્ણ જન્માષ્ટમી પર થયો હતો અને ભગવાને મને કંસના વંશજો, ભ્રષ્ટાચારી અને ગુંડાઓને ખતમ કરવા માટે એક ખાસ કામ સાથે મોકલ્યો છે. ભગવાને આપેલું આ કાર્ય આપણે સૌ પૂર્ણ કરીશું.

કેજરીવાલ
ફોટો સોશિયલ મીડિયા

અરવિંદ કેજરીવાલની આ રેલી પહેલા ભાજપના સમર્થકોએ તેમના પોસ્ટર અને બેનરો ફાડી નાખ્યા હતા. આટલું જ નહીં, ઘણી જગ્યાએ રસ્તાઓ પર કેજરીવાલના પોસ્ટર લગાવવામાં આવ્યા હતા, જેમાં તેમને ટોપી સાથે મુસ્લિમ વેશમાં બતાવવામાં આવ્યા હતા. વાસ્તવમાં આ લોકો દિલ્હી સરકારમાં મંત્રી રાજેન્દ્ર પાલ ગૌતમના હિંદુ વિરોધી નિવેદનનો વિરોધ કરી રહ્યા હતા. રાજેન્દ્ર પાલ ગૌતમ આ દિવસોમાં વિવાદોમાં ફસાયેલા છે, તેમના પર હિન્દુ દેવી-દેવતાઓના અપમાનનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે. આ બાબતે સમગ્ર ગુજરાતમાં પણ વિરિધ થયો હતો અને તેમના વિરોધના પોસ્ટર પણ ગુજરાતમાં લગાવવામાં આવ્યા હતાં.

સીઆર પાટીલ, પેટા ચૂંટણી, ભાજપ, પ્રધાનમંત્રી મોદી, PM Modi, CR Patil, Gujarat BJP
ફોટો સોશિયલ મીડિયા

રાજેન્દ્ર પાલ ગૌતમ થોડા સમય પહેલા બૌદ્ધ ધર્મ મહાસભાના એક કાર્યક્રમમાં ગયા હતા. આ કાર્યક્રમમાં હિંદુ દેવી-દેવતાઓમાં ન માનવાની શપથ લેવડાવવામાં આવી હતી. મંચ પર આ શપથ લેવડાવવામાં આવ્યા ત્યારે રાજેન્દ્ર પાલ ગૌતમ પણ મંચ પર હાજર હતા. આ કાર્યક્રમનો એક વીડિયો પણ સામે આવ્યો હતો, જેમાં મંત્રીની હાજરીમાં હજારો લોકો રામ અને કૃષ્ણને ભગવાન ન માનવાના અને તેમની ક્યારેય પૂજા નહીં કરવાના શપથ લઈ રહ્યા હતા. જે બાદ તેઓનો વીડિયો વાઇરલ થયો હતો તેના પ્રત્યાઘાત ગુજરાતમાં પણ પડ્યા હતાં અને ઠેર ઠેર પોસ્ટરો પણ લાગ્યા હતા.

આ પણ વાંચો:

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ જનસદ ગુજરાતી ન્યૂઝ The Jansad સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Related Articles

Back to top button
આજનું રાશિફળ!