
છેલ્લા બે અઢી મહિનાથી દેશના ખેડૂતો દેશની રાજધાની દિલ્લીના રસ્તા પર પોતાના હક અધિકારની લડાઈ માટે કડકડતી ઠંડીમાં બેઠા છે. સરકાર સાથે 10..12 જેટલી વાટાઘાટો બાદ પણ કોઈ નિષ્કર્ષ આવ્યો નથી. ત્યારે હવે જેમ જેમ સમય આગળ વધતો જાય છે તેમ તેમ ખેડૂતોનું આંદોલન વધારે ને વધારે અગ્રેસીવ બનતું જાય છે. સરકાર કાયદા રદ કરવાની સ્પષ્ટ ના પાડી ચુકી છે જ્યારે ખેડૂતોની સ્પષ્ટ માંગણી માત્રને માત્ર કાયદાઓ રદ કરવાની છે. બસ આજ બાબતે કોકડું ગૂંચવાયું છે.

આંદોલનને પગલે અત્યાર સુધીમાં 60 થી 70 જેટલા ખેડૂતોના મોત થઈ ચૂક્યા છે. સરકાર અને ખેડૂતો ટસનામસ થાય તેમ નથી. સરકારની સ્પષ્ટ વાત અને ખેડૂતોની કાયદા રદ કરવાની માંગણીને ના માનવાની વાતને કારણે હોવી ખેડૂતો વધારે ઉગ્ર બન્યા છે. ખેડૂતો દ્વારા મોટી ચીમકી ઉચ્ચારવામાં આવી છે. જેના લીધે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ની મુશ્કેલીઓ વધી ગઈ છે. આ બાબતે સુપ્રીમ કોર્ટ દ્વારા પણ હસ્તક્ષેપ કરવાની સ્પષ્ટ ના પાડી દીધી છે.એટલે હવે કાયદો વ્યવસ્થા જાળવવાની જવાબદારી ગૃહમંત્રી અમિત શાહ પાર આવી ગઈ છે.

મોદી સરકાર સામે લાલ આંખ કરતા ખેડૂતો નવા કૃષિ કાયદાના વિરોધમાં 26 જાન્યુઆરીના રોજ ટ્રેકટર માર્ચ કાઢવાનું નક્કી કર્યું છે. આ બાબતે ભારતીય કિસાન યુનિયનના નેતા રાકેશ ટિકૈતે મોદી સરકારને ચેતવણી પણ આપી છે. જણાવી દઈએ કે દેશની રાજધાની દિલ્હીની સરહદો પર ચાલી રહેલા ખેડૂત આંદોલન ને હવે લગભગ 60 દિવસ જેટલો સમય વીતી ગયો છે. પરંતુ અત્યાર સુધી ખેડૂતો અને સરકાર વચ્ચે કોઈ પણ સમાધાનકારી નિર્ણય થયો નથી. એટલું જ નહીં સરકાર અને ખેડૂતો વચ્ચે આમને સામને 10 રાઉન્ડની વાટાઘાટો પણ યોજાઈ ગઈ છે છતાં પણ આ બાબતે હજુ સુધી કોઈ સમાધાનકારી નિર્ણય આવ્યો નથી.

મોદી સરકાર દ્વારા કાયદાઓ રદ નહીં કરવાની સ્પષ્ટ વાત જણાવવામાં આવી છે ત્યારે ખેડૂતોએ અગાઉ જાહેર કરી હતી તે મુજબ જ આગામી 26મી જાન્યુઆરી ગણતંત્ર દિવસના રોજ દિલ્હીમાં ટ્રેકટર રેલી કાઢવાની જાહેરાત કરી દીધી છે. તેમજ ખેડૂત નેતા રાકેશ ટિકૈતે મોદી સરકારને ખુલ્લેઆમ ચેતવણી આપી છે કે ખબરદાર દિલ્હી, અમારા ટ્રેકટર રેલીને જે રોકવાનો પ્રયાસ કરશે તેનો અમે ઈલાજ કરી દઈશું. વધુમાં તેમણે સુપ્રીમ કોર્ટ દ્વારા નીમેલી કમિટી અંગે જણાવ્યું હતું કે અમને ખબર જ છે કે કમિટી શું રિઝલ્ટ આપશે. કમિટી છેલ્લે તો કૃષિ કાયદાઓને જ વધુ સારા બતાવવાની છે અને 10 વધુ લોકોના નામ લખીને જણાવશે જે કાયદાને વધુ સારો કહેશે.

રાકેશ ટિકૈતે કહ્યું હતું કે આગામી 26મી જાન્યુઆરી યોજવામાં આવનારી ટ્રેકટર માર્ચને કોણ રોકશે? પોલીસ તો તિરંગા ઝંડા હાથમાં લઈને ટ્રેકટરને સેલ્યુટ કરશે, દેશના દરેક નાગરિકને ગણતંત્ર દિવસ મનાવવાનો સમાન અધિકાર છે અને ગણતંત્ર દિવસ કોઈના બાપની જાગીર નથી. આ વખતે હિન્દુસ્તાનનો ખેડૂત દેશનો ગણતંત્ર દિવસ મનાવશે. દુનિયાની સૌથી મોટી પરેડ આપણે મનાવીશું. ખેડૂતો અહીં દિલ્હીમાં આવશે, તો કોણ રોકશે તેમને, જો કોઈએ ટ્રેકટરને રોકવાની કોશિશ કરી છે તો અમે તેનો ઈલાજ કરીશું.

સુપ્રીમ કોર્ટ પણ હાથ ઊંચા કર્યા!
ઉલ્લેખનીય છે કે, આગામી ગણતંત્ર દિવસ 26મી જાન્યુઆરીના રોજ ખેડૂતોએ સૌથી મોટી ટ્રેક્ટર રેલી યોજવાની જાહેરાત કરી છે ત્યારે સરકાર સમેત દિલ્લી પોલીસ હરકતમાં આવી ગઈ હતી અને ધડાધડ દેશની સર્વોચ્ચ અદાલતના દ્વારા ખખડાવ્યા હતા. ખેડૂતો દ્વારા 26મી જાન્યુઆરી એ બોલાવવમાં આવેલી ટ્રેકટર રેલીના મુદ્દે દિલ્હી પોલીસે દેશની સર્વોચ્ચ અદાલતમાં અરજી કરી હતી પરંતુ સુપ્રીમ કોર્ટે આ બાબતે હાથ ઊંચા કરી દીધા હતા અને કોઈ પણ આદેશ આપવાનો ઇન્કાર દીધો હતો તેમજ દિલ્હી પોલીસને પોતાની રીતે નિર્ણય લેવાનું જણાવ્યું હતું.
