IndiaPolitics

દિલ્લી વિધાનસભા ચૂંટણી આ માહિલાનેતાઓ ભાજપ કેજરીવાલનો પ્લાન બગાડશે.

દિલ્લી વિધાનસભા ચૂંટણી જાહેર થઈ ગઈ છે અને આવતા મહિને 8 તારીખે મતદાન યોજાવા જઈ રહ્યું છે ત્યારે આજે દિલ્લીમાં શક્તિ પ્રદર્શન થઈ રહ્યું છે આજે અરવિંદ કેજરીવાલ દ્વારા નામાંકન દાખલ કરવા માટે રેલી કાઢવામાં આવી હતી તો સામે કોંગ્રેસ નેતાઓ દ્વારા પણ નામાંકન દાખલ કરવા માટે રેલી કાઢવમાં આવી રહી છે. ભાજપ નેતાઓ દ્વારા પણ શક્તિ પ્રદર્શન યોજાઈ રહ્યું છે ત્યારે દિલ્લીમાં કોઈ તહેવાર હોય તેવું વાતાવરણ લાગી રહ્યું છે. ચારે બાજુ ઢોલનગારા સાથે સરઘસ નીકળી રહ્યા છે તો સાંજે રાત્રે નુક્કડ સભાઓ દ્વારા જનતાના દિલ સુંધી પહોંચવાના પ્રયત્નો થઈ રહ્યા છે.

કેજરીવાલ
ફોટો સોશિયલ મીડિયા

દિલ્લી વિધાનસભા માં ભાજપ 3 સીટોની 36 સીટ કરવા માટે એડીચોટીનું જોર લગાવી રહી છે તો કોંગ્રેસ શૂન્ય માંથી સર્જન કરવાની જબરદસ્ત તૈયારીઓ સાથે મેદાન-એ-જંગ માં ઉતરી છે ત્યારે આમ આદમી પાર્ટી ફરી સત્તામાં આવવા માટે સંઘર્ષ કરી રહી છે. આ તમામ વચ્ચે ઉમેદવારો જાહેર થઈ ગયા છે આમ આદમી પાર્ટી દ્વારા 70 બેઠકો પર ઉમેદવારો જાહેર કરી દેવામાં આવ્યા છે ત્યારે ભાજપ દ્વારા 57 અને કોંગ્રેસ દ્વારા 54 સીટો પર ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા છે. બાકીના ઉમેદવારો આજે મોડી રાત સુંધી જાહેરાત થઈ જશે કારણ કે આવતી કાલે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે.

દિલ્લી વિધાનસભા
ફોટો સોશિયલ મીડિયા

કોંગ્રેસ દ્વારા ટિકિટ વહેંચણી બાબતે યુવાનો અને મહિલા પર વધારે ફોક્સ કરવામાં આવ્યું છે. કોંગ્રેસ દ્વારા જમીન સાથે જોડાયેલા મહિલા નેતાઓને પસંદ કરવામાં આવ્યા છે જે ભાજપ અને અરવિંદ કેજરીવાલનો ખેલ બગાડી શકે છે. કોંગ્રેસ દ્વારા આ મહિલા નેતાઓને એવી સીટ પર પસંદ કરવામાં આવ્યા છે જ્યાં તેઓનો દબદબો છે અને આસાનીથી આમ આદમી પાર્ટી અને ભાજપ સામે જીતી શકવા માટે સક્ષમ છે. જેમાં જનકપુરી- રાધિકા ખેરા, મોડલ ટાઉન- આકાંક્ષા ઓલા, આર કે પુરમ- પ્રિયંકા સિંહ, માલવીય નગર- નિતું વર્મા સોની, ચાંદની ચોક- અલકા લાંબા, કાલકાજી- શિવાની ચોપડા, પટેલ નગર- કૃષ્ણા તીરથ, સંગમ વિહાર- પૂનમ આઝાદ.

દિલ્લી વિધાનસભા
ફોટો સોશિયલ મીડિયા

દિલ્લી વિધાનસભા ચૂંટણીમાં આ મહિલા નેતાઓ કેજરીવાલની ગેમ બગડી શકે છે તો ભાજપનો પ્લાન પણ ફેલ કરી શકે છે. જેમાં સૌની નજર જનકપુરી, ચાંદની ચોક, મોડલ ટાઉન, માલવીય નગર અને કાલકાજી પર વધારે રહેશે. પટેલ નગર વિધાનસભા પરથી લડી રહેલા કૃષ્ણા તીરથ મનમોહનસિંહ સરકારમાં મહિલા અને બાળ કલ્યાણ મંત્રી રહી ચૂક્યા છે અને ગત વિધાનસભા ચૂંટણીમાં તેઓએ કોંગ્રેસ પાર્ટી છોડી ભાજપ સાથે જોડાઈ ચુક્યા હતા પરંતુ વર્ષ 2019માં ફરી કોંગ્રેસમાં શામેલ થયા હતા. તો સંગમ વિહારથી ચૂંટણી લડી રહેલા પૂનમ આઝાદ એ પૂર્વ ક્રિકેટર અને કોંગ્રેસ નેતા કીર્તિ આઝાદના પત્ની છે.

દિલ્લી વિધાનસભા
ફોટો સોશિયલ મીડિયા

ચાંદની ચોકથી મેદાનમાં ઉતરેલા આલકા લાંબા પહેલા કોંગ્રેસમાં હતા ત્યાર બાદ ગત વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા અને ચાંદની ચોકથી ચૂંટણી જીત્યા હતા. થોડા સમય પહેલા જ પોતાના ઘરે એટલે કે કોંગ્રેસમાં પરત ફર્યા છે અને કોંગ્રેસ દ્વારા ચાંદની ચોકથી ટિકિટ આપવામાં આવી છે. અલકા લાંબાની ગણતરી તેજ તરાર નેત્રીમાં થાય છે પાર્ટી દ્વારા તેમને સ્પોકપર્શન પણ બનાવવામાં આવ્યા છે. આમ આદમી પાર્ટીમાં હતા ત્યારે પણ પોતાનો અવાજ દબાવવા દિધો નોહતો તેઓ ગ્રાઉન્ડ રિયાલિટીથી વાકેફ છે અને અલકા લાંબાને ચાંદની ચોકથી હરાવવા એ ભાજપ અને આમ આદમી પાર્ટી માટે લોઢાના ચણા ચાવવા બરાબર છે.

દિલ્લી વિધાનસભા
ફોટો સોશિયલ મીડિયા

દિલ્લી વિધાનસભા ના જનકપુરીથી પ્રથમવાર ચૂંટણી જંગમાં ઉતરી રહેલા રાધિકા ખેરા જમીન સાથે જોડાયેલા મહિલા નેતા છે. જેઓ ગુજરાત યુથ કોંગ્રેસના પ્રભારી પણ રહી ચુકેલા છે. કોંગ્રેસ પાર્ટીના નેશનલ મીડિયા પેનલિસ્ટ પણ છે અને ટીવી ડિબેટમાં ભાજપ અને આમ આદમી પાર્ટીના નેતાઓ રાધિકા ખેરા સામે પાણી પીતા થઈ જાય છે. અગ્રેસીવ તેમજ સંગઠનની કોઠાસૂઝ તેમને આ ચૂંટણી ફાયદો કરાવશે એ નક્કી છે. રાધિકા ખેરા યુથ કોંગ્રેસનું સોશિયલ મીડિયા હેન્ડલ કરતાં હતાં તેમજ ગુજરાતમાં યુથ કોંગ્રેસના પ્રભારી તરીકે રહીને ગુજરાતમાં પણ યુથ કોંગ્રેસને મજબૂત કરવાનું કામ કરી ચુક્યા છે. દિલ્લીની જનકપુરી બેઠક પર ભાજપ અને આમ આદમી પાર્ટીને હંફાવશે એ નક્કી છે.

દિલ્લી વિધાનસભા
ફોટો સોશિયલ મીડિયા

મોડલ ટાઉન પરથી આકાંક્ષા ઓલા ચૂંટણી મેદાનમાં ઝંપલાવી રહ્યા છે. દિલ્લીના મોડલ ટાઉન પરથી આકાંક્ષા ઓલાના પિતા કુંવર કરણ સિંહ 3 વાર ધારાસભ્ય રહી ચૂક્યા છે અને શીલા દીક્ષિત સરકારમાં પણ ચીફ વ્હીપ રહી ચૂક્યા છે. આ વખતે કુંવર કરણ સિંહે પોતાની દીકરી માટે ટિકિટ માંગી હતી. આકાંક્ષા ઓલા પોતે મહિલા કોંગ્રેસના રાષ્ટ્રીય સચિવ છે અને મહારાષ્ટ્ર મહિલા કોંગ્રેસના પ્રભારી છે. જણાવી દઈએ કે આકાંક્ષા ઓલાના સસરા પણ રાજસ્થાનમાં ધારાસભ્ય છે. તેમના દાદા સસરા પણ ઝૂઝનું રાજસ્થાનથી સાંસદ રહી ચૂક્યા છે. આમ આકાંક્ષા ઓલા પણ એક મજબૂત અને સક્ષમ નેત્રી છે.

દિલ્લી વિધાનસભા
ફોટો સોશિયલ મીડિયા

કાલકાજી થી પોતાની કિશમત આજમાવી રહેલા શિવાની ચોપડા દિલ્લી પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ સુભાસ ચોપડાની પુત્રી છે. શિવાની ચોપડા જમીની સ્તરના નેતા છે પોતાના પિતાની બેક ઓફીસ પોતેજ સંભાળે છે અને આ વિધાનસભામાં તેઓ પ્રથમ વખત ચૂંટણી લડવા જઈ રહ્યા છે. તેમને આ ચૂંટણીમાં પિતાનો અનુભવ અને પોતાની સંગઠન શક્તિ કામ લાગી શકે છે. ભાજપ અને આમ આદમી પાર્ટી માટે આ સીટ પણ જીતવી અઘરી સબીત થઈ શકે છે. આર કે પુરમથી પ્રિયંકા સિંહ ચૂંટણી મેદાનમાં છે તેમના પિતા યોગનંદ શાસ્ત્રી દિલ્લી વિધાનસભાના સ્પીકર રહી ચૂક્યા છે.

દિલ્લી વિધાનસભા
ફોટો સોશિયલ મીડિયા

માલવીય નગરથી નિતું વર્મા સોની પણ મહિલા કોંગ્રેસના રાષ્ટ્રીય મહા સચિવ છે અને તેઓ રાજસ્થાન, હિમાચલ અને ચંદીગઢના ઇન્ચાર્જ પણ છે તેઓ દિલ્લી વિશ્વવિદ્યાલયના પ્રમુખ તરીકે ચૂંટાઈ ચુક્યા હતા તેમજ દિલ્લી મહાનગર નિગમના કાઉન્સિલર પણ રહ્યા છે. આ સીટો ભાજપ માટે અને આમ આદમી પાર્ટી માટે જીતવી ખુબજ અઘરી સાબિત થશે કારણ કે આ વખતે કોંગ્રેસ દ્વારા ખૂબ ચકાસીને જીતી શકે એવા અને મજબૂત ઉમેદવારોને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે.

દિલ્લી વિધાનસભા
ફોટો સોશિયલ મીડિયા

Related Articles

Back to top button
આજનું રાશિફળ!